ઘણી વખત એવુ બનતુ હોય છે કે આપણે કોઇ નોટ કોઇ જગ્યાએ આપીએ તો દુકાનદાર કે અન્ય વ્યક્તિ તેના પર કઇ લખાણ લખેલુ હોવાથી આવી નોટ સ્વિકારવાની ના પાડે છે. જો કોઇ નોટ પર કઇ લખાણ લખેલ હોય તો તે માન્ય છે કે કેમ ? ચાલો જાણીએ શુ કહે છે આ બાબતે RBI નો નિયમ.
ચલણી નોટ પર લખાણ
હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે આ મેસેજ RBI દ્વારા જાહેર કરવામા આવ્યો છે.. વાયરલ મેસેજમાં લખેલું છે કે RBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નોટ પર કંઈ પણ લખાણ કરેલું હશે તો તે નોટ લિગલ ટેન્ડર નહીં રહે. એટલે કે કાયદાકીય રીતે તે નોટને સ્વીકાર કરવામાં આવશે નહીં. તો શું આવાત સાચી છે? ચાલો જાણીએ આ બાબતે ખરેખર શું છે RBI નો નિયમ ?

ચલણી નોટ પર કંઈ લખેલું હોય તો એવી નોટ આપણે લેવી જોઈએ કે નહીં?
બધા લોકોને મુંઝવણ એ છે કે જો કોઈ વ્યક્તિ આપણને એવી ચલણી નોટ આપે જેના પર કાંઇ પણ લખેલું હોય તો તે નોટ આપણે સ્વીકારવી જોઈએ કે નહીં? તેનો જવાબ આપણી સરકાર એટલે કે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો એ જ આપ્યો છે.
નોટ પર શું લખેલું ન હોવું જોઈએ?
RBIની વેબસાઈટ પર 1 જુલાઈ 2020માં એક માસ્ટર સરક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું જેના આઠમાં પોઈન્ટમાં તેમણે લખેલું છે કે કોઈ પણ નોટ પર કોઈ પણ વસ્તુ લખેલી હોય તો તેને ચાર ભાગમાં ડિવાઈડ કરી શકાય.
- કોઈ પણ રાજકારણ ને લગતો કોઇ મેસેજ
- કોઈ ધર્મને લઈને લગતો કોઈ મેસેજ
- કોઈ પણ જાતનું સ્ક્રિબલિંગ એટલે કે આટલી નોટ છે કે કોઈ વ્યક્તિનું નામ વગેરે વગેરે
- કોઈ પણ કલરનો કે કોઈ પણ પ્રકારનો ડાધો
પહેલા બે પોઈન્ટ્સની વાત કરીએ તો કોઈ પણ ચલણી નોટ પર એવું કંઈ પણ લખાણ લખ્યુ હોય જેનાથી કોઈ પણ રાજકીય વ્યક્તિ કે પાર્ટીને ફાયદો થઈ શકે. અથવા તો કોઈ ધર્મને લઈને કઇ લખાણ લખેલ હોય જેનાથી કોઈ ધર્મનું અપમાન થઈ શકે અથવા તો લોકોમાં શાંતિનો ભંગ થઈ શકે તો આવી બે પ્રકારની નોટો લિગલ ટેન્ડર ગણવામાં નહીં આવે અને તે ફક્ત કાગળનો ટુકડો બનીને રહી શકે છે.
બેન્ક પણ તેને સ્વીકારવાનો ઈનકાર પણ કરી શકે. RBIએ જાહેર કરેલા નોટ રિફંડ્સ રૂલ્સ 2009ના પોઈન્ટ નંબર-3માં આ વાત જણાવવામાં આવી છે. પરંતુ આ નિર્ણય બેંકનો રહેશે કે આવી નોટ સ્વીકારવી કે નહીં.
અગત્યની લીંક
સંપૂર્ણ માહિતી વિડીયો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |