World Cup 2023 India Team / વર્લ્ડ કપની તૈયારીઓ શરુ / ૨૦ ખેલાડીઓને કરાશે શોર્ટઆઉટ/ જાણો કોણ થઇ શકે આઉટ

By | January 2, 2023

World Cup 2023 India Team : આ વર્ષે ઓકટોબર-નવેમ્બર મા યોજાનારા ICC વન-ડે વર્લ્ડ કપ માટે Team India નુ સીલેકશન કરવા માટે BCCI એ તૈયારીઓ શરુ કરી દિધી છે. આ માટે BCCI ૨૦ ખેલાડીઓને શોર્ટ આઉટ કરી શકે છે. તો ચાલો આજે જાણીએ વન-ડે વર્લ્ડ કપ માટે Team India નુ સીલેકશન કરવા શું છે BCCI નો પ્લાન. અત્યારે સૌની નજર World Cup 2023 India Team ના સીલેકશન પર છે.

  • BCCIએ ODI વર્લ્ડ કપ મા ટીમ ઈન્ડીયા સારુ પરફોર્મન્સ કરી શકે તે માટે પ્લાન બનાવે આગળ વધી રહી છે.
  • 20 ખેલાડીઓને શોર્ટ આઉટ તૈયાર કરવામાં આવશે
  • રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામા આવી શકે છે.
World Cup 2023 India Team
World Cup 2023 India Team

૨૦૨૩ નુ નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને ટીમ ઈન્ડિયા પણ તેના વર્લ્ડ કપ નવા મિશનની રાહ જોઈ રહી છે. વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર T20 વર્લ્ડ કપ જીતવાની તક ગુમાવી અને એ પછી તેની સાથે કેટલીક બીજી સમસ્યાઓ પણ સામે આવી. આ બધાની વચ્ચે બીસીસીઆઈએ વર્ષના પહેલા જ દિવસે એટલે કે રવિવારે આવનારા વર્લ્ડ કપને ધ્યાને લઇને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શન, વર્લ્ડ કપ નો રોડમેપ અને અન્ય સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ BCCIએ ODI વર્લ્ડ કપ જીતવા માટે એક સુનિયોજીત પ્લાન બનાવ્યો છે. ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ ની મેચો યોજાવાની છે.

READ ALSO: રોનાલ્ડો નો પગાર અ…ધ..ધ / રોનાલ્ડો ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી / સાઉદી અરબ કરોડોમા નહિ અબજોમા આપશે સેલેરી

કેપ્ટન રોહિત શર્મા જ્યારે વાઇસ કેપ્ટન હાર્દિક પંડયા

10 મી જાન્યુઆરી થી શરુ થતી શ્રીલંકા સામેની વનડે સીરિઝ માટે રોહિત શર્માને કેપ્ટન જ્યારે હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહને ટીમમાં સ્થાન મળ્યું નથી. જો કે આ બંનેનું વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન નિશ્ચિત માનવામા આવી રહ્યુ છે. 18 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે શરુ થતી વનડે સીરિઝ માટે જાડેજાની પસંદગી કરવામા આવી શકે છે. આ સાથે જ સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત તાજેતરમા થયેલા અકસ્માત ને લીધે હજુ પણ ઈજાગ્રસ્ત છે પણ વર્લ્ડ કપમાં હજુ 10 મહિના જેવો સમય બાકી છે.

World Cup 2023 India Team

સંભવિત આ ૨૦ ખેલાડીઓ થઇ શકે છે પસંદ

  • રોહિત શર્મા (કેપ્ટન),
  • હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન),
  • કેએલ રાહુલ,
  • યુઝવેન્દ્ર ચહલ,
  • શ્રેયસ ઐયર,
  • વિરાટ કોહલી,
  • કુલદીપ યાદવ,
  • મોહમ્મદ શમી,
  • મોહમ્મદ સિરાજ,
  • અક્ષર પટેલ. ,
  • અર્શદીપ સિંહ,
  • શુભમન ગિલ,
  • ઈશાન કિશન,
  • ઉમરાન મલિક,
  • વોશિંગ્ટન સુંદર,
  • સૂર્યકુમાર યાદવ,
  • રવિન્દ્ર જાડેજા,
  • જસપ્રિત બુમરાહ,
  • રિષભ પંત,
  • સંજુ સેમસન
  • આર અશ્વિન
  • ભુવનેશ્વર કુમાર
  • ઋતુરાજ ગાયકવાડ
  • અન્ય.

વિરાટ કોહલીથી લઈને રોહિત સુધી પસંદગી નક્કી

રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને શ્રેયસ ઐયરની વર્લ્ડ કપ માટે પસંદગી નિશ્ચિત છે. જો કે જાડેજા અને બુમરાહની ફિટનેસ અગત્યની બની રહેશે પણ તેઓએ ભૂતકાળમાં પણ ટીમ માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં જો બંને ફિટ રહેશે તો તેઓ ટૂર્નામેન્ટ માટે ટીમમાં જગ્યા ચોક્કસ બનાવી શકશે. આ સાથે જ બોર્ડની બેઠક બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે વર્લ્ડ કપ સુધી રોહિતની કેપ્ટનશિપ પર કોઈ ખતરો જોવા મળતો નથી.

Home Pageclick here
Join our whatsapp Groupclick here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *