પાણી પીવાની રીત: પાણી આપણા જીવન માટે સૌથી અગત્યની વસ્તુ છે. પાણી વગર મનાવ જીવન શકય નથી. પાણી માત્ર તરસ છીપાવવા માટે જ જરુરી છે એવું નથી પરંતુ આપણા તે શરીરને હાઇડ્રેટ પણ કરે છે અને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી પીવાની આદતો યોગ્ય છે કે નહીં? તમે ક્યારે અને કેવી રીતે અને કેટલુ પાણી પીવો છો તે ખૂબ મહત્વનું છે કારણ કે તે તમારા શરીરની પાચન પ્રક્રિયા, ચયાપચય, હોર્મોન્સ વગેરેને અસર કરે છે. ચાલો જોઈએ કે યોગ્ય રીતે પાણી પીવા માટે જરૂરી તથ્યો.

પાણી પીવાની રીત
- સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવો જેને આયુર્વેદમાં ઉષાપન કહે છે. સ્વસ્થ રહેવા માટે ગરમ પાણી અથવા તાંબાના વાસણમાં રહેલું પાણી પીવું જોઈએ. આ રીતથી પાણી પીવાથી તમને ઘણા લાભ મળશે.
- જમ્યા પછી તરત પાણી ન પીવું જોઇએ. જો તમે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીશો, તો તમારો ખોરાક ધીમે ધીમે પચશે, ચયાપચય પ્રભાવિત થશે અને પાચનશક્તિ ઓછી થવાની શકયતા રહેલી છે.
- હંમેશા બેસીને પાણી પીવું જોઇએ, જલ્દી જલ્દી ઉતાવળમા કે ઉભા રહીને પાણી ન પીવું જોઇએ. ઝડપથી પાણી ન પીવો, બલ્કે ચુસ્કી ભરીને પાણી પીવો.
- પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન ભરવુ જોઇએ. આમ કરવાથી પ્લાસ્ટિકમાં રહેલા સૂક્ષ્મ કણોને કારણે કેન્સરનો ખતરો તો વધશે જ સાથે હોર્મોનલ અસંતુલન અને અન્ય બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.
આ પણ વાંચો: સોલાર પાવર બેંક: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ, આ ડીવાઇસની બજારમા ઉઠી ડીમાન્ડ; જાણો કિંમત અને ફીચર
વહેલી સવારે નવશેકુ પાણી પીવાના ફાયદા
સવારે ઉઠીને સૌ પ્રથમ થોડું હૂંફાળું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. મસાલેદાર અથવા તેલયુક્ત ખોરાક ખાવાથી એસિડિટી થઈ શકે છે. દરરોજ સવારે નવશેકું પાણી પીવાથી એસિડિટીની સમસ્યા મા રાહત રહે છે.. સવારે ગરમ પાણી પીવાથી શરીરની ગંદકી બહાર આવે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. ગરમ પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે, જે શરીરની વધારાની ચરબીને તોડવામાં મદદ કરે છે.
તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા
તાંબામાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોને કારણે તેમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે. શરીરમા સોજો, દુખાવો કે ખેંચ આવતી નથી. તાંબાના વાસણમાં રાખેલ પાણી પણ આર્થરાઈટિસ જેવી સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.
આ પણ વાંચો: District Map download: જિલ્લાઓના નકશા ડાઉનલોડ કરો HD ક્વોલીટીમા
પેટ કે પાચન સંબંધી સમસ્યાઓ હોય તેમને માટે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ બની શકે છે. જે લોકોને ગેસ, કબજિયાત, પેટમાં દુખાવો અને એસિડિટી જેવી સમસ્યા હોય તેમણે તાંબાના વાસણમાં રાખેલ પાણી ઘણુ ઉપયોગી બનશે.
અગત્યની લીંક
તાંબાના વાસણમાં પાણી પીવાના ફાયદા વિડીયો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
FAQ’S વારંવાર પુછાતા પ્રશ્નો
સવારે કેવું પાણી પીવું જોઇએ ?
Ans: સવારે નવશેકુ પાણી પીવું જોઇએ.
પાણી ક્યા વાસણમા ભરવાથી લાભ થાય ?
Ans: પાણી તાંબાના વાસણમા ભરવાથી લાભ થાય.
Yes v useful tips thanks
Pingback: દિનવિશેષ: અગત્યના દિવસો અને વિશેષતાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે MOST IMP - TETHTATGURU