TOP 5 Places Gujarat : શિયાળામા ફરવા લાયક ગુજરાતના 5 સ્થળો : શિયાળામા લોકો ફરવા જવાનુ વધુ પસંદ કરતા હોય છે. એમા પણ શાળા કોલેજમાથી પ્રવાસે જવાનુ હંમેશા શિયાળા મા જ આયોજન થતુ હોય છે. આજે આ લેખમા આપણે ગુજરાત ના એવા ૫ બેસ્ટ સ્થળોની માહિતી મેળવીશુ જે બજેટમા પણ પોષાય એવા છે.
- શું તમે પરિવાર/મિત્રો સાથે શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો?
- ફરવા જવા માટે ગુજરાતના આ 5 સ્થળો છે ખૂબ જ બેસ્ટ અને બજેટ ફ્રેન્ડલી
- અમદાવાદથી આટલે દૂર આવેલ છે આ 5 સ્થળો

TOP 5 Places Gujarat
બહાર ફરવા જવાનો શોખ લગભગ દરેક લોકોને હોય છે એવામાં શિયાળો શરૂ થતાની સાથે જ ગુલાબી ઠંડીમા દરેક વ્યક્તિને ફરવા જવાની ઈચ્છા થતી હોય છે. એવામાં ઘણા લોકો બરફીલા સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરવા લાગે છે. કેટલાક લોકોને બરફવાળી જગ્યાઓ ગમે છે તો કેટલાકને ફરવા માટે લીલોતરી હોય તેવી જગ્યાઓ પર જવું ગમે છે.
શિયાળામાં ફરવા જવા માટે 5 બજેટ ફ્રેન્ડલી સ્થળ
નડાબેટ -સીમા દર્શન
નડાબેટ એ ગુજરાતમાં આવેલ વાઘાબોર્ડર છે, જ્યાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકા મા આવેલ નડાબેટ એ પ્રવાસીઓ ને ફરવા માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. નડાબેટ સીમાદર્શનમાં પ્રવાસીઓ ને ફરવા માટેના મુખ્ય સ્થળો જોઇએ તો ટી પોઇન્ટ, રિટર્નિંગ વોલ, આગમન પ્લાઝા, ઓડિટોરિયમ, પાર્કિંગ,રી-ટ્રીટ સેરોમની વગેરે સ્થળો છે. સરહદની રોમાંચનો અનુભવ કરવા માટે નડાબેટ ની મુલાકાત લેવી જોઈએ. આ સાથે જ નડાબેટના T પોઇન્ટથી ઝીરો પોઇન્ટ સુધી લોકો સુરક્ષા દળો સેનાની કામગીરીથી પરિચિત થાય એ માટે રસ્તા વચ્ચે 1971ના યુદ્ધમાં વપરાયેલ વિવિધ સાધનો જેવા કે મિગ 21 વિમાન, સરફેસ ટુ સરફેસ મિસાઈલ, 55 ટેન્ક આર્ટિલરી ગન, ટોર્પિડો વિંગ ડ્રોપ ટેન્ક, ડિસ્પ્લે પણ કરવામાં આવ્યા છે.
નડાબેટ નુ અંતર જોઇએ તો તે અમદાવાદથી 203 કી.મી. દૂર આવેલ છે. જો તમે નડાબેટ ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો તો ત્યાં ફરવા જવા માટે અગાઉથી બુકિંગ કરાવું પડે છે અને ત્યાં જવા માટે અલગ અલગ સમય પણ આપવામાં આવે છે.
READ ALSO: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 / મહિલાઓને મળશે વગર વ્યાજે રૂ. ૧ લાખની લોન
ગિરનાર – જુનાગઢ
ફરવા જવા માટે જુનાગઢમા આવેલ ગિરનાર પર્વત પણ ખૂબ જ લોકપ્રીય છે. જૂનાગઢમાં ઘણા બધા જોવાલાયક પૌરાણિક સ્થળો આવેલા છે પણ એ બધામાં સૌથી વધુ પ્રખ્યાત અને પ્રવાસીઓની પસંદગી ગિરનાર પર્વત છે. ગિરનાર ના ઇતિહાસ અને ત્યા આવેલા વિવિધ જોવાલાયક સ્થળો વિશે આપણે જાણીએ જ છીએ અને શિયાળામાં ત્યાં ફરવા જવાની મજા કઇંક અનોખી જ છે. આ સાથે જ ત્યાં ફરવાલયક બીજા ઘણા સ્થળો આવેલ છે.
જુનાગઢ-ગિરનાર અમદાવાદથી 317 કી.મી. દૂર આવેલુ છે.
નરારા ટાપુ – જામનગર
જામનગરથી 60 કિમીના અંતરે વાડીનાર બંદર પાસે આવેલ નરારા ટાપુ એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિને આપણે લાઇવ ચાલતા ચાલતા જોઈ શકીએ.
દરિયામાં ઓટ આવતા જાણે જીવ શ્રુષ્ટિનો અદભુત ખજાનો ખુલી જાય છે. કારણ કે ઓટના સમયે દરિયાનું પાણી કિનારાથી ત્રણેક કિમી અંદર જતું રહે છે. ત્યારે અહીંના રેતાળ રણ અને પત્થરો વચ્ચે તમને દુર્લભ દરિયાઈ જીવો જેવા કે સ્ટાર ફીશ, પફર ફીશ, ગ્રીન ક્રેબ એટલે કે લીલો કરચલા સાથે બીજા 30 વધુ જાતના અન્ય કરચલાં , આઠ પગધારી ઓક્ટોપસ, 200 જાતની માછલી, 3 જાતના કાચબા, 20થી વધુ જાતના જીંગા, 94 જાતના દરિયાઈ પક્ષીઓ, 37 જાતના પરવાળા, 108 જાતની લીલ અને દરિયાઈ સર્પની સાથે સમુદ્રી ફૂલો અને અનેકો વનસ્પતિના અલૌકિક ખજાનાના તમને નરી આંખે જોઇ શકો છો.
અમદાવાદથી નરારા ટાપુ 400 કિમી દૂર આવેલું છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ બાજુ આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારણ્ય મા આવી જાય છે.
અમદાવાદથી ખીજડીયા પક્ષી અભયારણ્ય 300 કિમી જેટલુ દૂર આવેલું છે.
પોલો ફોરેસ્ટ
એક દિવસીય પિકનિક પર જવાનુ આયોજન કરી રહ્યા હોય તો આ શિયાળાની સીઝનમાં ગુજરાતમાં વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે સારુ સ્થળ હોઈ શકે છે. તેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ઐતિહાસિક સ્થળ હોવાના કારણે પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલુ છે. આ જંગલમા આવેલા મંદિરો આશરે 15મી સદી ની આસપાસ બનાવેલા હોય એવું માનવામાં આવે છે. પોલો એક વખતે રાજસ્થાન મા જવા માટે ગેટ વે હતો. અહીં માત્ર પહાડી વિસ્તાર,મંદિર અને ઝરણું નથી. પણ હાર્ણવ નદી અને ડેમ પણ આવેલ છે. આ ડેમની ઊંચાઈ આશરે 40 થી 50 મીટર જેટલી છે. શિયાળામાં ડેમ પર 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે.
અમદાવાદથી પોલો ફોરેસ્ટ 110 કિમી જેટલા અંતરે આવેલું છે.
IMPORTANT LINKS
આ ફરવાલાયક સ્થળોની માહિતી વિડીયો | અહિં ક્લીક કરો |
Home Page | અહિં ક્લીક કરો |