અનોખી લગ્ન કંકોત્રી: દરેક પેજ પર મળશે સાયબર ક્રાઇમની માહિતી, અમરેલી ના પોલીસ જવાને લોકોમા જાગૃતિ લાવવા અનોખી પહેલ

By | January 24, 2023

અનોખી લગ્ન કંકોત્રી: આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્નમા કંકોત્રી દરેક લોકો છપાવતા હોય છે. લગ્નને યાદગાર બનાવવા દરેક વ્યક્તિ કંકોત્રી છપવતી વખતે કઇક અનોખી અને આકર્ષક કંંકોત્રી બને તેવા પ્રયાસ કરતા હોય છે. ઘણા ધનવાન લોકોના લગ્નમા આપણે એક કંકોત્રીની કિંમત ૧૦ થી ૧૫ હજાર સુધીની સાંભળેલી છે. પરંતુ હમણા એક અનોખી લગ્ન કંકોત્રી સામે આવી છે. અમરેલીના પોલીસ જવાને ૨૭ પેજની સાયબર લગ્ન કંકોત્રી પોતાના લગ્નની કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી ની ખાસીયત એ છે કે તેના દરેક પેજ પર સાયબર ક્રાઇમ ની જાગૃતિ લાવવા માટે લખાણ અને ફોટો મૂકેલા છે.

અનોખી લગ્ન કંકોત્રી
અનોખી લગ્ન કંકોત્રી

અનોખી લગ્ન કંકોત્રી

સામાન્ય રીતે લગ્ન કંકોત્રી એક-બે કે ચાર પેજની હોય છે. પરંતુ અમરેલીના પોલીસ કપલે 27 પાનાંની એક અનોખી કંકોત્રી બનાવવાની પહેલ કરી છે. આ કંકોત્રી સાચવી રાખવા જેવી તો છે જ અને સાથોસાથ દરેક લોકો માટે ઉપયોગી પણ છે. નયનકુમાર સાવલીયા અમરેલી સાયબર ક્રાઈમ વિભાગમા પોલીસ મા ફરજ બજાવે છે. તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં તેમની વાગ્દત્તા ધારા પણ પોલીસ કર્મચારી છે. જ્યારે 7 તારીખ લગ્નનોત્સવ પ્રસંગમાં પોલીસ કપલ બનશે. સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં આ બંને પોલીસ કર્મચારીઓ છવાયા છે અને પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ પણ વાંચો: પાસપોર્ટ પ્રોસેસ: હવે પાસપોર્ટ કઢાવવો બનશે સરળ,આ રીતે કરો ઓનલાઇન અરજી; નહિ ખાવા પડે કચેરીના ધક્કા

 • અમરેલીના પોલીસકર્મચારીએ તેમના લગ્નની અનોખી લગ્નની કંકોત્રી બનાવી
 • સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા નયન સાવલિયાની જાગૃતિ માટે અનોખી પહેલ
 • ડિજિટલ કંકોત્રીમાં લખ્યા સાયબર ક્રાઇમના અનેક સૂત્રો
 • સાયબર ક્રાઇમ વિશે લોકોમા જાગૃતિ લાવવા પોલીસ જવાનની અનોખી પહેલ
 • લગ્ન કંકોત્રીમાં સાયબર ક્રાઇમ અંગે તમામ માહિતીનો સમાવેશ

આ પણ વાંચો: SSC Practice Paper 2023: બોર્ડની પરીક્ષા માટે મોડેલ પ્રેકટીસ પેપરો, ઘરેબેઠા કરો પ્રેકટીસ; બોર્ડની પેપરસ્ટાઇલ મુજબ

શું છે આ સાયબર લગ્ન કંકોત્રીમા ?

આ અનોખી લગ્ન કંંકોત્રીમા સમાજ જાગૃતિ લાવવા સાયબર ક્રાઇમ ને લગતા નીચેના જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.

 • કંકોત્રીમાં સાયબર ક્રાઇમ એટલે શું ?
 • સાયબર ક્રાઇમના પ્રકારો,
 • સોશિયલ મીડિયા સંબધિત ફ્રોડ,
 • ઇ-મેઈલ સ્પૂફિંગ,
 • સાયબર ક્રાઇમની મોડસ ઓપરેન્ડી,
 • ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ,
 • બનાવટી લિન્ક,
 • ફેક કોલ,
 • ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ,
 • કસ્ટમર ક્રેર
 • ફ્રોડ અને સાયબર ક્રાઇમથી બચવા લોકોએ શું-શું કરવું જોઈએ તેની માહિતી આપી છે.

One thought on “અનોખી લગ્ન કંકોત્રી: દરેક પેજ પર મળશે સાયબર ક્રાઇમની માહિતી, અમરેલી ના પોલીસ જવાને લોકોમા જાગૃતિ લાવવા અનોખી પહેલ

 1. Pingback: નુડલ્સ ના શોખીન લોકો સાવધાન: નુડલ્સ કેવી રીતે બને છે, એકવાર આ વિડીયો જોઇ લેશો તો નુડલ્સ ખાવાનુ બંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *