ધોરણ 1 પ્રવેશ: નવી શિક્ષણનિતીને લીધે ધોરણ ૧ ના પ્રવેશ નિયમો મા મોટા પાયે ફેરફાર આવી શકે છે. નવી શિક્ષણનિતીમા ધોરણ ૧ મા પ્રવેશ આપવા માટે જે બાળકે તા.૧ લી જૂન ની સ્થિતીએ ૬ વર્ષ પૂર્ણ કર્યા હોય તેને જ પ્રવેશ આપવામા આવશે એવું નિયત કરવામા આવ્યુ છે. જો કે આ અંગે વચગાળાનો રસ્તો કાઢવા માટે શિક્ષણ વિભાગની બેઠકમા આખરી નિર્ણય કરવામા આવશે.
ધોરણ 1 પ્રવેશ નિયમો
આવતીકાલે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાશે. જેમાં નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 1માં એવા જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે જેની ઉંમર 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની હોય. તેવું જણાવાયું છે ત્યારે ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વયના આ નિયમની અમલવારીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. 6 વર્ષની વયનો નિયમ રાખવો કે બદલવો તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. જેમાં બે મહિનાની છૂટછાટ આપવી કે બાળ વાટિકા શરૂ કરવી તે અંગે પણ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે.
બાળ વાટીકા શરુ કરવા અંગે નિર્ણય કરાશે
શેક્ષણિક વર્ષના પ્રારંભમાં ૬ વર્ષ પુરા ન કરનાર પ્રવેશથી વંચિત રહેનાર બાળકોને બાળ વાટિકામાં અભ્યાસ કરાવાશે. મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિની અમલવારીને પગલે ગુજરાત રાજ્યમાં અંદાજિત 3 લાખ બાળકો ધોરણ ૧ મા પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ છે. જે ને લઈને બાળકો ઓછા થતા ધોરણ-1ના શિક્ષકો પણ ફાઝલ થઈ શકે છે. આથી શિક્ષકો અને બાળકોનું હિત જળવાય તે અંગે સરકાર વચગાળાનો રસ્તો કાઢી શકે છે.જે અંગે આવતીકાલે મળનારી શિક્ષણ વિભાગની બેઠકમાં નવો નિર્ણય લેવાઈ તો નવાઈ નહિ!
આ પણ વાંચો: ઠંડીની આગાહી: આવનારા દિવસોમા પડશે હાડ થીજાવતી ઠંડી, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
નવી શિક્ષણનીતિ
ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. નવી નીતિ મુજબ 2023-24થી ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે. 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ જુનિયર કે.જીમાં એડમિશન મળશે. તો સિનિયર કે.જી માટે 5 વર્ષની ઉંમર નિયત કરવામા આવી છે. 20-21, 21-22, 22-23માં 5 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને પ્રવેશ મળશે. વધુમાં પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં નવા નિયમ અનુસાર, હવે ધોરણ 1થી 8 સળંગ એકમ નહીં ગણાય. ધો. 1થી 5 અને ધો. 6થી 8માં અલગ-અલગ સિનિયોરિટી ગણવામા આવે છે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. આ ઉપરાંત અનેક નિયમો બદલાયા છે.

વધુમાં 6થી 9 વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ફોકસ રહેશે. વધુમાં ત્રીજા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. તેના માટે હાલ NIPUN BHARAT કાર્યક્રમ હેઠળ બાળકોના વાંચન અને ગણન પર ધ્યાન કેંદ્રિત કરવામા આવે છે. 5મા ધોરણ સુધી બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના તેમજ ધો 6-8 સુધી મલ્ટી ડિસીપ્લીનરી કોર્સ અને ધોરણ-9 થી 12 સુધીના બાળકો માટે મસ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. તે જ રીતે ધોરણ 9-12માં પ્રોજેક્ટ એન્ડ લર્નિંગ પર ભાર રહેશે. જેને લઈને બાળક 12માં ધોરણ સુધી પહોંચે ત્યાં તેમનામાં અનેરી સ્કિલ મળે જે રોજગારમાં ઉપયોગી બને.
ધોરણ ૧ પ્રવેશ નિયમો પરીપત્ર | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Faq’s વારંવાર પુછાતા પ્રશ્નો
ધોરણ ૧ મા પ્રવેશ માટે શું વયમર્યાદા નિયત કરવામા આવી છે ?
ans: ધોરણ ૧ મા પ્રવેશ માટે ૧ લી જુન ની સ્થિતીએ ૬ વર્ષ પૂર્ણ થવા જોઇએ.