સોલાર પાવર બેંક: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ, આ ડીવાઇસની બજારમા ઉઠી ડીમાન્ડ; જાણો કિંમત અને ફીચર

By | February 9, 2023

સોલાર પાવર બેંક: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ: આજકાલ સ્માર્ટફોન અને લેપટોપ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયા છે. આપણા રોજ બ રોજના મોટાભાગના જરૂરી કામ આપણે મોબાઈલ અને લેપટોપથી કરતા હોઇએ છીએ. વધુ પડતા ઉપયોગેને લીધે સ્માર્ટફોન અને લેપટોપની બેટરી પણ જલ્દી ખતમ થઇ જતી હોય છે. કોઈકવાર એવી જગ્યા કે જ્યાં પાવરનો સ્ત્રોત ઉપલબ્ધ નથી, તેવી સ્થિતિમાં સ્માર્ટફોન અને લેપટોપની બેટરી ખતમ થઈ જશે, પરતું હવે એક એવો ડિવાઈસ આવી ગયો છે, સૂર્યપ્રકાશથી ચાર્જ થાય છે અને સ્માર્ટફોન – લેપટોપને ચાર્જ કરી શકે છે. આજે આ લેખમા આપણે સોલાર પાવરબેંકની માહિતી મેળવીશુ.

સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ
સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ

ડેક્સપોલ નામની કંપનીએ સોલાર પાવર બેંક માટે કિકસ્ટાર્ટર અભિયાનની શરૂઆત કરી છે. આમા 65W USB-C ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ એક સોલાર બેટરી છે, જે સૂર્યપ્રકાશથી તમારા ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરશે. ડેક્સપોલ સોલર પાવર બેંકમાં 24,000mAh બેટરી મળે છે અને ત્રણ ઈનપુટ હોય છે. આ 24 ટકા કન્વરઝન વાળું ફોલ્ડટેબલ ડિવાઈસ છે. આની સોલર પ્લેટની મદદથી ડિવાઈસ 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. ડેક્સપોલ સોલર પાવર બેંક સ્પોર્ટી ડિઝાઈનને સ્પોર્ટ કરે છે.

આ પણ વાંચો: AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023

ડેક્સપોલ સોલાર પાવરની વિશેષતાઓ

ડેક્સપોલ સોલર પાવર બેંકમાં ચાર સોલાર પેનલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમા વોલ સોકેટની સુવિધા પણ છે, જેના દ્વારા તમે લગભગ 2 કલાકમાં તમારા ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરી શકો છો. ડિવાઈસમાં એક LED ડિસ્પ્લે મળે છે, જે ચાર્જિંગની ટકાવારી દર્શાવે છે. કંપની પ્રમાણે આ પાવર બેંક ની કેપેસીટી અને ફીચર અલગ હોય છે. આઈ-ફોન 14 પ્રો-મેક્સને ચાર વખત અથવા આઈ-પેડ પ્રોને બે વખત ચાર્જ કરી શકે છે. 65W USB-C પોર્ટ સાથે બે USB-A પોર્ટ પણ ઉપલબ્ધ છે. આ ડિવાઈસ વજનમા ખુબ જ હલકું પણ છે, તેનું વજન 1.2 કિલો જેટલું છે અને આ ડિવાઈસ પાણી અડવાથી પણ ખરાબ થતું નથી.

આ પણ વાંચો: વિશ્વનું સૌથી ઠંડુ શહેર: અધધ માઇનસ 71 ડિગ્રી તાપમાન,જ્યાં ખાવાની ચીજવસ્તુઓ પણ ઠંડીમા પથ્થર બની જાય છે; જુઓ PHOTOS

સોલાર પાવર બેંક કિંમત

કિકસ્ટાર્ટર અભિયાન હેઠળ ડેક્સપોલ સોલાર પાવર બેંક પર હાલ 41 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેની કિંમત લગભગ 11,871 રૂપિયાની આસપાસ છે. ડેક્સપોલ કંપની કહે છે કે પાવર બેંક તમામ USB ડિવાઈસ સાથે સુસંગત છે અને તેનો ઉપયોગ ઘરની અંદર અને બહાર બંને રીતે કરી શકાય છે. આ ડિવાઈસ પર એક વર્ષની વોરન્ટી પણ આપાવામાં આવે છે.

અગત્યની લીંંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Join whatsapp Groupઅહિં ક્લીક કરો

FAQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

સોલાર પાવર બેંક કઇ કંપની નુ આવે છે ?

Ans: સોલાર પાવર બેંક ડેકસપોલ કંપનીનુ આવે છે.

સોલાર પાવર બેંકની કિંમત શું છે ?

Ans: સોલાર પાવર બેંકની કિંમત ડીસ્કાઉન્ટ બાદ કરતા રૂ. ૧૧૮૦૦ આસપાસ છે.

One thought on “સોલાર પાવર બેંક: સૂર્યપ્રકાશથી ચાર્જ થશે ફોન અને લેપટોપ, આ ડીવાઇસની બજારમા ઉઠી ડીમાન્ડ; જાણો કિંમત અને ફીચર

  1. Pingback: પાણી પીવાની રીત: જાણો પાણી ક્યારે પીવું જોઇએ,કેટલુ પીવું જોઇએ. - TETHTATGURU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *