મોબાઇલ ફોન થશે સસ્તા નવા વર્ષમા / ખુશખબર

By | January 1, 2023

મોબાઇલ ફોન થશે સસ્તા નવા વર્ષમા : Samsung, Redmi અને Realme વર્તમાન સમયમાં પોતાના અમુક બજેટ ફોન પર મોટુ ડીસ્કાઉન્ટ આપી રહી છે. મોટી કંપનીઓ સિવાય ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા પણ ફોન પર સારુ એવુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. નવા વર્ષે સ્માર્ટ ફોન પણ સસ્તામાં મળી શકશે.

મોબાઇલ ફોન થશે સસ્તા નવા વર્ષમા

જો તમે નવો મોબાઇલ ખરીદવાનુ આયોજન કરી રહ્યાં હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. જો તમે પણ નવો સ્માર્ટફોન લેવાનુ પ્લાનીંગ કરી રહ્યાં છો તો નવા વર્ષમા થોડાં દિવસ રહીને સ્માર્ટફોન પર મોટા ડિસ્કાઉન્ટ મળવાનાં છે. મળતી માહિતી અનુસાર સ્માર્ટફોનની કંપનીઓ પાસે ઘણો સ્ટોક બચ્યો છે. જાણકારો નુ કહેવું છે કે સ્માર્ટ ફોન ઇન્ડસ્ટ્રી માટે આ સૌથી ખરાબ ચોથું ક્વાર્ટર હોવાની સંભાવના છે. તેથી મોટાભાગની સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ મુખ્યરૂપે એન્ટ્રી લેવલ અને બજેટ ફોન પર નવા વર્ષે મોટુ ડિસ્કાઉન્ટ આપી શકે તેવી શક્યતાઓ રહેલી છે.

મોબાઇલ ફોન
મોબાઇલ ફોન

ઓક્ટોબરનો સ્ટોક હજુ સુધી નથી વેંચાયો

ET અનુસાર માર્કેટ એનાલિસ્ટએ જણાવ્યું છે કે વધુ સ્ટોક અને ઓછી ડિમાન્ડને કારણે નવેમ્બરનાં શિપમેન્ટમાં ઘટાડાની આશા રહેલી છે. વિશ્લેષકે કહ્યું છે કે આ વર્ષે સ્માર્ટફોન બ્રાન્ડ માટે અત્યાર સુધીની આ સૌથી સારી ખબર હોઇ શકે છે. ઓક્ટોબરનો સ્ટોક હજુ સુધી પાઇપલાઇનમાં અટકાયેલ છે. વધુ સ્ટોક હોવાને કારણે ઓફલાઇન અને ઓનલાઇન બંને ચેનલોનાં પાર્ટનરો હાલનાં સ્ટોકને ખાલી કરવા માટે નવા સ્ટોકને લાવવાનું બંધ કરે તેવી શક્યતાઓ છે.

READ ALSO: અમદાવાદ ફ્લાવર શો 2023 / અદભુત નઝારો / જુઓ અદભુત ફોટો /ફ્લાવર શો સમય અને ટિકિટ

હાલ ઓનલાઇન પ્લેટફોર્મ પર ચાલી રહ્યો છે યર એન્ડ સેલ

હાલનાં સમયમાં Xiomi, Samsung અને Realme સહિત લગભગ દરેક મોટી સ્માર્ટફોનની કંપનીઓ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર મુખ્યરૂપે પોતાના બજેટ ફોન પર મોટુ ડિસ્કાઉન્ટ આપી રહી છે.

6 મહિનામાં બજાર પાછી ટ્રેક પર આવશે

કાઉન્ટર પોઇન્ટ રિસર્ચએ પોતાના અંદાજો ઘટાડીને 163 મિલિયન કરી દીધેલ છે જે તેના પહેલાંનાં અંદાજો 175થી ઘણું ઓછું કહી શકાય. તો IDC ઇન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં અંદાજિત 160 મિલિયન યૂનિટથી લગભગ 150 મિલિયન યૂનિટ સુધીનાં શિપમેન્ટની ભવિષ્યવાણી કરી છે. જો કે કાઉન્ટર પોઇન્ટ અનુસાર વર્ષ 2023નાં બીજાં 6 મહિનામાં બજાર પાછી પોતાના મુળ ટ્રેક પર આવી શકશે.

IMPORTANT LINKS:

check Mi phone priceclick here
check samsung phone priceclick here
check Relme phone priceclick here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *