શિવરાજપુર બીચ: હવે ગોવાની જેમ ગુજરાત મા આ જગ્યાએ બીચ પર પણ બનશે ટેન્ટ સિટી હવે / જુઓ બ્લુ ફ્લેગ ધરાવતા બીચના અદભુત ફોટો

By | January 10, 2023

શિવરાજપુર બીચ : શિવરાજપુર બીચ ગુજરાતમા દ્વારકા જિલ્લામા આવેલ છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહિ છે. ગુજરાત હવે પ્રવાસનનું હબ બની રહ્યુ છે અને પ્રવાસીઓ દિન પ્રતિદિન ગુજરાત મા ફરવા આકર્ષાઇ રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા ગુજરાતમાં આવવા માટે વધે તે માટેના આયોજન હવે રાજ્ય સરકાર કરી રહ્યું છે. દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ નો વિકાસ કરવા માટે સરકાર હવે નવું આયોજન કરી રહિ છે. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક ના સહકારથી ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુર બીચનો વિકાસ કરવા માટે પસંદગી કરવામાં આવી હતી.

શિવરાજપુર બીચ
શિવરાજપુર બીચ

READ ALSO: ગુજરાત ઓનલાઈન નકશા 2022 તાલુકા જિલ્લા ગામના નકશા HD Map Free Download

ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ૧૬૦૦ કીલો મીટર જેટલો લાંબો દરિયાકીનારો ગુજરાત આસપાસ આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રનિ વિકાસ કરવા માટે હવે દરિયાઈ બીચ નો વિકાસ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે ગુજરાતમાં માંડવી, ,સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં આવેલા દરિયા કિનારાઓ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે પરંતુ હવે પ્રવાસીઓ માટે પહેલી પસંદ ગણાતા અને સુરક્ષિત ગણવામા આવતાં શિવરાજપુર બીચ ને વર્લ્ડ કક્ષાનો બીચ બનાવવાનું કામ તેજ ગતિએ સરકાર આગળ ધપાવી રહી છે.

શિવરાજપુર બીચ ફોટો ૧
શિવરાજપુર બીચ ફોટો ૧

શિવરાજપુર બીચની ખાસિયતો

દ્વારકા થી ૧૫ કી.મી. ના અંતરે આવેલ શિવરાજપુર બીચ ઘણી બધી ખાસિયતો ધરાવે છે. આ બીચ બ્લુ ફ્લેગ ધરાવે છે. ચાલો જાણીએ આ બીચેની ખાસિયતો.

  • ક્રિસ્ટલ જેવુ ચોખ્ખુ પાણી
  • પ્રદુષણ્મુક્ત અને પોલ્યુશન ફ્રી દરિયાકાંઠો
  • જોગીંગ ટ્રેક, ચેન્જીંગ રૂમ, અને ચિલ્ડ્રન પ્લે એરિયા જેવી જરુરી સુવિધાઓ
  • વિવિધ પ્રકારની દરિયાઈ જીવ સૃષ્ટિ
  • પ્રવાસીઓ માટે સુરક્ષિત ગણવામા આવતો દરિયાકાંઠો
  • વિશ્વના ૭૬ બીચમાં શિવરાજપુર બીચનો સમાવેશ થયેલો છે.
  • એશિયાના બીજા નંબરના શ્રેષ્ઠ બીચ તરીકે પસંદગી પામેલો બીચ
  • ગોવા પછીનો બીજો ગ્રીન ફીલ્ડ બીચ
  • ભારતનો પ્રથમ બ્લુ ફ્લેગ બીચ નું સર્ટિફિકેટ ધ્રાવતો બીચ

READ ALSO; Gold bill 1959 સોનાનો ભાવ : ૧૯૫૯ મા આટલુ સસ્તુ મળતુ હતુ સોનુ / સોશીયલ મિડીયામા બીલ થયુ વાયરલ

શિવરાજપુર બીચ ફોટો ૨
શિવરાજપુર બીચ ફોટો ૨

ગોવાની જેમ શિવરાજપુર બીચ ખાતે પણ બનાવાશે ટેન્ટ સિટી

ગુજરાતમાં શિવરાજપુર બીચ એક નવા પ્રવાસન સ્થળ તરીકે આકર્ષણ નુ કેંદ્ર બન્યો છે. શિવરાજપુર બીચ ખાતે જતાં પ્રવાસીઓ હાલ રહેવા માટેની કોઇ સુવિધાઓ નથી પ્રવાસીઓને રોકાવા માટે ૧૫ કિ.મી. દૂર દ્વારકા જવુ પડે છે. ત્યારે ટુરીઝમ વિભાગે શિવરાજપુર બીચનો વધુ વિકાસ કરવાની કામગીરી શરૂ કરી છે. ટુરીઝમ વિભાગ અહીં ટેન્ટ સિટી બનાવશે. પ્રથમ તબક્કામા કામગીરી કરવા માટે રૂપિયા ૨૦૦ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે તેવી જાણકારી પ્રવાસન વિભાગ ના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે.

બ્લુ ફ્લેગ સર્ટીફીકેશન છે શું અને કેવી રીતે મળે આ સર્ટીફીકેશન?

ડેન્માર્ક મા કાર્યરત સંસ્થા દ્વારા આ બ્લુ ફ્લેગ દરજ્જો આપવામાં આવે છે, બ્લુ ફ્લેગ બીચને દુનિયાના સહુથી સ્વચ્છ અને સુંદર બીચ તરીકે માનવામાં આવે છે. બ્લુ ફ્લેગ એ વિશ્વનું સૌથી માન્ય વોલન્ટરી ઇકો લેબલ છે. બ્લુ ફ્લેગ લેબલ મેળવવા પર્યાવરણીય, શૈક્ષણિક, સુરક્ષા અને સુગમતાના ઘણા બધા માપદંડોમાંથી પસાર થવું પડે છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરોંમેટલ એજ્યુકેશન નામની બિન સરકારી આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા આ સર્ટીફિકેટ આપવામાં આવે છે. ભારતે આ દિશામાં આગળ પગલું ભરતા બ્લુ ફ્લેગ લેબલ જેવા પોતાના ઇકો લેબલ બીમ્સ પણ તૈયાર કર્યા છે. બીમ્સનું આખું નામ છે બીચ એનવાયરોંમેન્ટલ એન્ડ એસ્થેટિક્સ મેનેજમેન્ટ સર્વિસીઝ.

રોજગારીની તકો વધશે

પ્રવાસીઓ માટે આ બીચ કુદરતનો સુંદર દરિયા કિનારો સાબિત થશે. અદભૂત અને રમણીય શિવરાજપુર બીચ ફરવા માટે લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી હાલ આવી રહેલા પ્રવાસીઓ આ બીચની મુલાકાત લઈ પરિવાર સાથે અદભૂત આનંદ લઈ રહ્યા છે. યાત્રિકો કુદરતના ખોળે આ અદભૂત સુંદરતા ધરાવતા શિવરાજપુર બીચ પર સ્નાન સાથે સુંદર સુવિધાઓનો લાભ લઇ ખુશ થઇ રહ્યા છે. આ સુંદર બીચ નો વિકાસ થવાથી સ્થાનિકોને પણ રોજગારીની તકો મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

શિવરાજપુર બીચનો પરીચય વિડીયોઅહિં ક્લીક કરો
HOME PAGEઅહિં ક્લીક કરો

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

શિવરાજપુર બીચ કયાંં આવેલ છે ?

Ans: શિવરાજપુર બીચ ગુજરાતમા દેવભૂમિ દ્વારકા જિલ્લામા આવેલ છે.

શિવરાજપુર બીચ જવા માટે ક્યાથી જવુ ?

Ans: શિવરાજપુર બીચ જવા માટે દ્વારકા થી જઇ શકાય છે. દ્વારકાથી ૧૫ કિ.મિ. દૂર શિવરાજપુર બીચ આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *