Samsung Galaxy F04 / સેમસંગ નો ગેલેક્સી F04 સ્માર્ટફોન થયો લોન્ચ/ માત્ર 7,499 માં મળશે 8GB RAM

By | January 8, 2023

Samsung Galaxy F04 : કોરિયા ની કંપની સેમસંગે ભારતમાં સસ્તી કિંમત પર ગેમિંગ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. સેમસંગ ગેલેક્સી F04માં 5000mAh કેપેસીટીની મોટી બેટરી મળે છે. તે સિવાય સ્માર્ટફોનમાં 16.55 સેમી (6.5) ઈંચની HD+ ડિસ્પ્લે આવે છે. તે ઝેડ પર્પલ અને ઓપલ ગ્રીન જેવા આકર્ષક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Samsung Galaxy F04 Price In India

Samsung Galaxy F04
Samsung Galaxy F04

Samsung Galaxy F04

Samsung Galaxy F04 માં 4GB RAM અને 64GB સ્ટોરેજની કિંમત રૂ. 9,499 રાખવામાં આવી છે પણ લોન્ચિંગ સ્પેશીયલ ઓફરમાં ગ્રાહકો માટે આ સ્માર્ટફોન ની કિંમત રૂ. 7,499 રાખવામા આવી છે. સેમસંગ ગેલેક્સી F04 જાન્યુઆરીથી લોકપ્રીય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામા આવશે. કંપની આ સ્માર્ટફોન પર 1 વર્ષની અને તેની એસેસરીઝ પર 6 મહિનાની વોરંટી આપી રહી છે.

આ પણ વાંચો: રોનાલ્ડો નો પગાર અ…ધ..ધ / રોનાલ્ડો ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી / સાઉદી અરબ કરોડોમા નહિ અબજોમા આપશે સેલેરી

Samsung Galaxy F04 ફોનના સ્પેશીફીકેશન

બેટરી અને ચાર્જર : આ સ્માર્ટફોનમાં 5000mAh ની કેપેસીટીવાળી લિથિયમ આયન બેટરી આપવામાં આવે છે, જે 10Wનાં ચાર્જરને સપોર્ટ કરે છે.

કેમેરા : સેમસંગ ગેલેક્સી F04 નાં રિયર પેનલ f/2.2 એપેચરની સાથે 13+2 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ મળશે. તેમાં 30 ફ્રેમ/ સેકન્ડ પર વીડિયો રેકોર્ડ કરી શકે. આ સ્માર્ટફોનનો ફ્રન્ટ કેમેરો 5MP કેપેસીટીનો છે.

ડિસ્પ્લે : આ સ્માર્ટફોનમાં 16.55સેમી (6.5 ઈંચ)ની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. , આ ડિસ્પ્લે ગ્રાહકને હાઈ ડેફિનેશન વ્યૂ એક્સપિરિયન્સ આપશે.

પ્રોસેસર અને OS : સેમસંગ ગેલેક્સી F04 માં પર્ફોરમન્સ માટે મીડિયાટેક હીલિયો P35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. બીજી તરફ આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઈડ 12 OS આપવામા આવી છે. તે ટૂ ટાઈમ અપગ્રેડેડ OS છે. કંપની તેને મલ્ટીટાસ્કિંગ ગેમિંગ સ્માર્ટફોન કહે છે.

મેમરી : આ સ્માર્ટફોનમાં પર્ફોરમન્સ માટે 4GB ની RAM આપવામાં આવી છે, જેને તમે 8GB સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોનમાં તમને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ મેમરી મળે છે, જેને માઈક્રો SD કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે.

સિક્યોરીટી : આ ફોનમા પ્રોટેક્શન માટે ફેસ અનલોક સિસ્ટમ આપવામાં આવી છે.

નેટવર્ક અને કનેક્ટિવિટી : કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 4G/3G/2G સપોર્ટ ડ્યૂઅલ સિમ+ માઈક્રો SD કાર્ડ, 3.5MMનો હેડફોન જેક, બ્લૂટુથ 5.1 અને વાઈફાઈ ઉપલબ્ધ છે. તે સિવાય GPS અને A-GPS જેવા કનેક્ટિવિટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

અન્ય : આ સ્માર્ટફોનમાં લાઈટ સેન્સર , વર્ચ્યુઅલ પ્રોક્સિમીટી સેન્સર અને એક્સલેરોમીટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

samsung galaxy f04 feature
samsung galaxy f04 feature

IMPORTANT LINKS:

buy Online from Samsung Official websiteClick here
home pageClick here

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

Samsung Galaxy F04 મા કેટલી RAM આવે છે ?

Ans: 4 GB RAM આવે છે જેને ૮ GB સુધી વધારી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *