ભાડાકરાર જાણવા જેવું: ભાડાકરાર શા માટે ૧૧ મહિનાનો જ હોય છે.

By | January 21, 2023

ભાડાકરાર જાણવા જેવું: આપણે બધાએ જોયુ હશે કે કોઇ પણ વ્યક્તિ ઘર,દુકાન કે જમીન કોઇને ભાડે આપે તો ભાડે આપનાર અને ભાડે રાખનાર વચ્ચે એક ભાડા કરાર કરવામા આવે છે. આ ભાડા કરાર હંમેશા ૧૧ મહિનાનો જ હોય છે. કેમ આ ભાડા કરાર ૧૨ મહિના એટલે કે ૧ વર્ષને બદલે ૧૧ મહિનાનો જ કરવામા આવે છે ? ચાલો આજે જાણીએ આની પાછળનુ રોચક તથ્ય.

મિલકત ભાડે આપતા ભાડા કરાર કરવામા આવે

બીજા રાજ્યો કે શહેરથી આવતા લોકો જ્યારે કોઈ કામ માટે પોતાના ઘરથી દૂર નોકરી કરવા માટે આવે છે એ લોકો ઘરનું ઘર લેવા કરતાં ભાડે મકાન રાખતા હોય છે. ભાડે મકાન આપતા લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થઈ રહ્યો છે. ભાડા પર રહેવાના ચોક્કસ નિયમો છે જેનું પાલન કરવાની જરૂર છે, જેમાંથી એક ભાડા કરાર મેળવવો છે. જ્યારે પણ ભાડૂઆત મકાન ભાડે રાખે છે ત્યારે તેની સાથે ભાડા કરાર કરવામાં આવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ભાડા કરાર/એગ્રીમેન્ટ ફક્ત 11 મહિના માટે જ કેમ કરવામાં આવે છે અને આખા વર્ષ માટે કેમ નહીં?

ભાડાકરાર જાણવા જેવું
ભાડાકરાર જાણવા જેવું

ભાડા કરારની જરૂરીયાત

તમને જણાવી દઈએ લે જ્યારે ભાડૂઆત ભાડા પર મકાન રાખે છે અને મકાનમાલિક તેને ભાડા માટે મકાન આપે છે, ત્યારે બંને વચ્ચે તેનો લેખિતમાં કરાર/એગ્રીમેન્ટ થાય છે. એ કરારમાં મકાન , ભાડૂઆત અને મકાનમાલિક વિશેની માહિતી સાથે સાથે સરનામું અને ભાડાનો ઉલ્લેખ કરવામાં આવે છે અને એ સાથે જ મકાનમાલિક તેની શરતો નો પણ ઉલ્લેખ તેમાં કરે છે. આ શરતો ભાડુઆતે પાલન કરવાની હોય છે. આ દસ્તાવેજને Rent Agreement કહેવામાં આવે છે.

READ ALSO; Holi Date 2023: આ દિવસે છે હોળીનો તહેવાર,જાણો શુભ મુહુર્ત

ભાડાકરાર જાણવા જેવું

હવે જેને આ ભાડાકરાર વિશે ખ્યાલ હશે તેને જોયું હશે કે ભાડા કરાર 12 મહિનાને બદલે માત્ર 11 મહિના માટે જ કરવામાં આવે છે અને તેની પાછળનું કારણ છે કે જો મકાનમાલિક તેની કોઈપણ મિલકત 12 મહિના કે તેથી વધુ સમયગાળા માટે ભાડે આપે છે તો તેને ભાડા કરારની નોંધણી કરાવવી પડશે અને આ પેપરવર્ક કરવામાં ખર્ચો થાય છે અને એ મુશ્કેલીથી બચવા માટે ભાડા કરાર ફક્ત 11 મહિના માટે કરવામાં આવે છે. જો કે એટલું જ નહીં પણ 12 મહિનાનો કરાર કરવા પર નોંધણી ફી સાથે સ્ટેમ્પ પેપર પણ લાગુ કરવામાં આવે છે તેની સામે 11 મહિના માટે ભાડા કરાર કરવા માટે આવી કોઈ આવશ્યકતા નથી.


ઘણા લોકોના મનમાં આ સવાલ ઊઠતો હોય છે કે શું ભાડા કરાર કરવો જરૂરી છે? તો જવાબ હા છે, કારણ કે ભાડા કરારથી મકાનમાલિક અને ભાડૂઆત બંનેને પછીથી ઉદ્ભવતી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ ભાડા કરારમાં મકાનમાલિકના તમામ નિયમો અને શરતો, ભાડું અને અન્ય તમામ માહિતી નો ઉલ્લેખ હોય છે.

Home PageClick here
Join our whatsapp GroupClick here

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

ભાડાકરાર કેટલા સમયનો હોય છે ?

Ans: ભાડાકરાર ૧૧ મહિનાનો કરવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *