રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન: ટૂંક સમયમા કોકા કોલા નો 5G ફોન લોન્ચ થશે, મળશે 108 MP કેમેરા; જુઓ ફોટોઝ

By | February 3, 2023

રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન: થોડા સમય પહેલા કોકો કોલા કંપનીએ રીય્લમી સાથે મળીને 5G સ્માર્ટફોન લોંચ કરવાની જાહેરાત કરી હતી અને કોક કોલા ની બેક પેનલવાળો સ્માર્ટફોનનો ફોટો સોશિયલ મીડિયા પર જોવામળ્યો હતો ત્યારથી જ લોકોઅનેક પ્રકારનાં પ્રશ્નો કરી રહ્યા હતા કે, શું કોકો કોલા કંપની હવે સ્માર્ટફોન વેચશે? કેમ આ સોફ્ટ પીણા વેચતી કંપની હવે સ્માર્ટફોન વેચવા માટે માર્કેટમાં આવી રહી છે? શું કોકો કોલા કંપની કોઈ સ્માર્ટફોન કંપની સાથે કોલાબ્રેશન કરી રહી છે કે કેમ? આ તમામ પ્રશ્નોને લઈને યૂઝર્સ મૂંઝવણમાં હતા. ત્યારે આજે આ મૂંઝવણનો જવાબ યુઝર્સને મળી ગયો છે. આજે આ તમામ પ્રશ્નોનાં જવાબ એક ઓફીસીયલ ટિઝર પરથી મળી ગયો છે.

રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન

રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન
રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન

રીયલમી કોકા કોલા સ્માર્ટફોનનું ટિઝર લોન્ચ

Realme એ અમુક દિવસો પહેલા Coca-Cola કંપની સાથે કોલાબ્રેશનમાં એક સ્માર્ટફોનનું ટિઝર લોન્ચ કર્યું હતું. આ ટીઝર પરથી યુઝર્સને તમામ પ્રશ્નોનાં જવાબ મળી ગયા હતા. આ સ્માર્ટફોન કોઇ નવુ મોડેલ નથી પણ તે ગયા વર્ષે લોન્ચ થયેલા Realme 10 Pro 5G સ્માર્ટફોનનું સ્પેશિયલ બહાર પાડેલુ એડિશન છે. આ સ્પેશિયલ એડિશન 10 ફેબ્રુઆરીનાં રોજ લોન્ચ થનાર છે.

અત્યાર સુધી કંપની આ સ્માર્ટફોનને ટિઝ જ કરી રહી હતી પણ હવે આ સ્માર્ટફોનનાં અમુક ફોટોઝ પણ જાહેરકરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ ટોન વાળી ડિઝાઈન પણ જોવા મળશે. તે સિવાય તેને Coca-Cola કંપની ની બ્રાન્ડિંગ પણ મળશે. જો કે, સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં યુઝર્સને કોઈ નવા ફીચર્સ જોવા મળશે નહી. જો કે, કંપનીએ સ્પેસિફિકેશન્સ વિશે પણ કોઈ ઓફીસીયલ નિવેદન બહાર પાડ્યું નથી. સ્માર્ટફોન 10 ફેબ્રુઆરીનાં રોજ 12:30 વાગ્યે લોન્ચ થનાર છે જો કે તેની કિંમતને લઈને કોઈ માહિતી આપવામા આવી નથી.

આ પણ વાંચો: Post saving scheme: રોકાણ કરવાનુ વિચારી રહ્યા હોય તો, પોસ્ટ ઓફીસની આ 5 સ્કીમ છે બેસ્ટ

Realme 10 Pro 5G ફોન સ્પેસિફિકેશન

આ ફોનના સ્પેસિફિકેશન ની વાત કરીએ તો એવી સંભાવના છે કે, કંપની આ સ્માર્ટફોનનાં જુના સ્પેસિફિકેશન્સમાં કોઈ ચેન્જ લાવશે નહી ફક્ત ફોનની ડિઝાઈન અએન લૂક્માં ફેરફાર જોવા મળશે એટલે જો Realme 10 Pro 5Gની વાત કરીએ તો તેમાં તમને 6.72 ઈંચની IPS LCD સ્ક્રિન મળશે, જે ફૂલ HD+ રેઝોલ્યુશન સપોર્ટ કરે છે. આ સ્ક્રિન 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.

આ સ્માર્ટફોનમાં યુઝર્સને ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેનો પ્રાયમરી લેન્સ 108MP નો હશે. તેનો સેકન્ડરી લેન્સ 2MP નો મેક્રો કેમેરો છે. આ સ્માર્ટફોનમાં અલ્ટ્રા વાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો નથી. આ સ્માર્ટફોન મા Qualcomm Snapdragon 695 પ્રોસેસર આપવામા આવ્યુ છે. તેમાં 8 GB RAM અને 128 GB સ્ટોરેજ હશે. આ સ્માર્ટફોનમા 5000 mAhની બેટરી આપવામાં આવી છે, જે 33W ના ચાર્જરને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં Android 13 પર આધારિત Realme UI પર કામ કરે છે. આ સ્માર્ટફોનનાં 6 GB RAM વેરિયન્ટની કિંમત ₹18,999થી શરુ થાય છે. કોકા-કોલા એડિશનની કિંમતમાં ફેરફાર થઇ શકે છે.

IMPORTANT LINK

Home pageclick here
Join whatsapp Groupclick here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *