PSE SSE Scholarship EXAM 2022

By | August 29, 2022

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022: રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB), ગાંધીનગરે PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) માટે સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો 22મી ઓગસ્ટથી 06મી સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે. વધુ વિગતવાર માહિતી નીચે ઉલ્લેખિત છે.

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા 2022

શિક્ષણ અને મજુર વિભાગ, ગાંધીનગરના તા. 9/11/1984ના ઠરાવ ક્રમાંક : SCH 1089/4049 અન્વયે તા. 16/07/2022ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 – માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 (શહેરી / ગ્રામ્ય / ટ્રાયબલ) વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે.

સંસ્થાનું નામ :રાજ્ય શિક્ષણ બોર્ડ (SEB)
પરીક્ષાનું નામ :PSE (પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ) અને SSE (માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ)
સૂચના તારીખ :17/08/2022
ઓનલાઈન અરજીની તારીખ:22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ:06/09/2022
SSE PSE પરીક્ષાની તારીખ :ઑક્ટોબર 2022
અધિકૃત વેબસાઇટ :www.sebexam.org
પરીક્ષાનું નામ:પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VI માટે)
માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ VIIII માટે)

PSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે લાયકાત

  • ઉમેદવારે ધોરણ 6 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ FOR SEB PSE SSE SCHOLARSHIP EXAM NOTIFICATION 2022

SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે લાયકાત

  • ઉમેદવારે ધોરણ 9 માં સરકારી પ્રાથમિક શાળા અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અથવા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ

વિદ્યાર્થી ધોરણ 8 ની પરીક્ષા 50% માર્ક્સ અથવા ગ્રેડ સાથે પાસ

PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા માટેની મહત્વની તારીખ

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ22/08/2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ06/09/2022

PSE – SSE શિષ્યવૃતિ પરીક્ષા 2022 માટે પેપર સ્ટાઇલ અને બ્લુ પ્રિન્ટ

SEB શિષ્યવૃત્તિ પરીક્ષા અભ્યાસક્રમ 2022

ક્રમપરીક્ષાનું નામઅભ્યાસ ક્રમ
1SEB પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે.
2SEB માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે.

ભાષા-સામાન્ય જ્ઞાન

  • 100 પ્રશ્નો
  • 100 ગુણ
  • 90 મિનિટ


ગણિત અને વિજ્ઞાન

  • 100 પ્રશ્નો
  • 100 ગુણ

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 મહત્વપૂર્ણ તારીખો

વિગતતારીખ
જાહેરનામું ભાર પડ્યાની તારીખ17/08/2022
ઓનલાઈન અરજી શરૂ તારીખ22/08/2022
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ06/09/2022
ફી ભરવાનો સમયગાળો22/08/2022 થી 07/09/2022
SEB PSE SSE શિષ્યવૃતિ પરીક્ષા તારીખસંભવિત ઓક્ટોબર મહિનો

PSE પરીક્ષા 2022 માટે કેવી રીતે અરજી કરવી

SEB PSE SSE Scholarship Exam NotificationCLICK HERE
SEB PSE SSE Scholarship Exam ONLINE APLYCLICK HERE

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 ફોર્મ કઈ રીતે ભરવું?

  1. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  2. સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ www.sebexam.org પર જાઓ.
  3. “Apply Online” બટન પર ક્લિક કરો.
  4. “પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) અથવા માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) સામે “Apply Now” પર ક્લિક કરો.
  5. Apply Now પર ક્લિક કરવાથી Application Format દેખાશે. Application Formatમાં સૌપ્રથમ માંગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
  6. વિદ્યાર્થીની વિગતો U-DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
  7. શાળાની વિગતો માટે શાળાના DISE NUMBERના આધારે ભરવાની રહેશે.
  8. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 6) માટે ધોરણ 5નું પરિણામ અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ 9) માટે ધોરણ 8ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
  9. અહીં બાંહેધરી પત્રક વાંચી ટીંક કરવાનું રહેશે.
  10. હવે Save પર ક્લિક કરવાથી તમારી ડેટા સેવ થશે. અહીં ઉમેદવારનો એપ્લીકેશન નંબર જનરેટ થશે જે ઉમેદવારોએ સાચવીને રાખવો.
  11. હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-signature પર ક્લિક કરો. એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમિટ બટન પર ક્લિક કરો.
  12. ફોટો, સહી અને માર્કશીટ અપલોડ કરો (ફોટાની સાઈઝ માટે સતાવાર જાહેરાત વાંચો)
  13. જો તમારી અરજીમાં કોઈ પણ સુધારા ન જણાય તો હવે Confirm Application પર ક્લિક કરો અહીં તમારો એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો. (કન્ફર્મ થયેલ ઉમેદવારોની અરજીનો બોર્ડમાં ઓનલાઈન સ્વીકાર થશે તથા તે બાદ તેમાં કોઈ સુધારા થશે નહી)
  14. પરીક્ષા ફી ભરો (ઓનલાઈન ભરવાની રહેશે અને e-receiptની પ્રિન્ટ કાઢી લેવી)
  15. હવે Print Application / Fee Challan પર ક્લિક કરવું. અહીં તમારો કન્ફર્મ નંબર અને જન્મ તારીખ લખો પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  16. અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. (ભવિષ્યમાં ઉપયોગ માટે)

Leave a Reply

Your email address will not be published.