રિષભ પંત જલ્દી સાજા થાય તે માટે ચાહકો એ કરી પ્રાર્થનાઓ: દિગ્ગજ ક્રિકેટરોએ Tweet કરી જુઓ શું કહ્યું

By | December 30, 2022

pray for rishabh pant: શુક્રવારે વહેલી સવારે ભારતના સ્ટાર ક્રિકેટર રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને કારણે ક્રિકેટ જગત સાથે જોડાયેલા દરેક લોકો ચિંતિત છે અને દરેક લોકો રિષભ પંતના ઝડપથી સાજા અને સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ કરી રહ્યા છે.

  • ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ની કારનો અકસ્માત
  • અકસ્માતના સમાચાર સાંભળી ક્રિકેટ જગતમાં ચાહકો ચિંતિત
  • શું હતી સમગ્ર ઘટના ?
pray for rishabh pant
pray for rishabh pant

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ તેની મર્સિડીઝ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના શુક્રવારે (30 ડિસેમ્બર) વહેલી સવારે રૂરકીના ગુરુકુલ નરસન વિસ્તારમાં બની હતી. સ્થાનિક લોકોએ તરત જ 108ને ફોન કરીને પંતને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

રીષભ પંત અકસ્માત અંગે ન્યુઝ Tweet

રીષભ પંત ના સ્વાસ્થ્ય માટે દિગ્ગ્જ ક્રિકેટરોના Tweet

READ ALSO: રિષભ પંતના કાર એક્સિડેન્ટના ભયાનક CCTV ફૂટેજ

શું હતી કાર અકસ્માતની સમગ્ર ઘટના ?

શુક્રવારેવહેલી સવારે ભારતીય ક્રિકેટર રિષભ પંત કારમાં દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યા હતા.આ અંગે જણાવી દઈએ કે રિષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેમની કાર નરસન નગર પહોંચી, ત્યારે કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા સાથે અથડાતા તોડીને પલટી મારી ગઈ. આ પછી તેની કારમાં તરત જ આગ લાગી હતી. તરત જ સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ક્રિકેટર રિષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંથી તેમને વધુ સારવાર માટે દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *