Post saving scheme : દરેક વ્યક્તિ ભવિષ્યની સલામતી માટે કયાક ને ક્યાક રોકાણ કરતા હોય છે. રોકાણ કરતી વખતે દરેક વ્યક્તિ પોતાના રોકેલા રુપીયાની સુરક્ષા ખાસ જુએ છે. સાથે સાથે રોકેલી રકમ પર પુરતુ વળતર મળી રહે તે પણ જરુરી છે. ૧ જાન્યુઆરીથી સરકાર દ્વારા વ્યાજદરમા વધારો કરવામા આવ્યો છે. આજે આ લેખમા આપણે પોસ્ટ ઓફીસ ની બચત યોજનાઓ વિશે જાણીશુ જેમા સારુ એવુ વળતર મળી રહેશે.

Post saving scheme / પોસ્ટ ઓફીસ બચત યોજનાઓ
જો તમે રોકાણ કરીને કમાણી કરવાનું આયોજન કરતા હોય તો આ પોસ્ટ ઓફિસ ની બચત યોજનાઓ તમારા માટે વધુ સારો વિકલ્પ રહેશે. આ યોજનાઓમાં પોસ્ટ ઓફિસ સારા વ્યાજ દર આપે છે. એટલા માટે જે લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે અહીં પોસ્ટ ઓફિસ દ્વારા તમને કેટલીક વિશેષ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસની એવી 5 સ્કીમો છે જેના વ્યાજ દરમાં તાજેતરમાં વધારો કરવામા આવ્યો છે. મહત્વની વાત એ છે કે 1 જાન્યુઆરીથી પોસ્ટ ઓફિસે તેની તમામ સેવીંગ સ્કીમ મા વ્યાજદરમાં વધારો કર્યો છે.
માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) નો વ્યાજ દર 6.7% થી વધીને 7.1% કરવામા આવ્યો છે.. આ ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાની જરૂર છે. સંયુક્ત ખાતામાં વધુ મા વધુ બેલેન્સ રૂ.9 લાખ જ્યારે એક ખાતામાં વધુ મા વધુ બેલેન્સ રૂ.4.5 લાખ છે. ખાતું ખોલવાની તારીખથી પાકતી મુદત સુધી દરેક મહિનાના અંતે આ ખાતા મા વ્યાજ ચૂકવવામાં આવશે. આ એક એવી સ્કીમ છે પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે અને તેને માર્કેટની વધ-ઘટ ની અસર થતી નથી.
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ
પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટમાં ચાર વિકલ્પો છે: એક, બે, ત્રણ અને પાંચ વર્ષ અને તેમાં કોઈ મહત્તમ રોકાણ રકમ પર કોઈ મર્યાદા નથી પણ ખાતું ખોલવા માટે લઘુત્તમ રૂ.1000નું રોકાણ જરૂરી છે.
- રોકાણકારને 1 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.6% વ્યાજદર છે જે પહેલા 5.5% હતો.
- બે વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.8% વ્યાજદર છે જે પહેલા 5.7% હતો.
- ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.9%ના વ્યાજદર છે , 5.8% હતો.
- 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 7%વ્યાજદર છે જે પહેલા 6.7% હતો.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) પરનો વ્યાજ દર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 6.8% થી વધીને 7% થયો છે. આ યોજનામાં તમારે લાંબા સમય સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી. આ યોજના માત્ર 5 વર્ષમાં પાકતી મુદત હોય છે.
સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી વધારીને 8.0% કરવામાં આવ્યો છે, જે પહેલા 7.6% હતો. 60 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજના માટે પાત્રતા ધરાવે છે. જેઓ 55 વર્ષથી વધુ ઉંમરના છે અને 60 વર્ષથી ઓછી ઉંમરના છે અને તેઓ નિવૃત્ત વ્યક્તિઓ છે તો તેઓ 1000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીની કોઈપણ રકમનું રોકાણ કરીને ખાતું ખોલાવી શકાય છે. આ ખાતામા દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામા આવે છે.
કિસાન વિકાસ પત્ર
કિસાન વિકાસ પત્ર (KVP) પણ બચત માટેની એક સારી યોજના છે. તેના પર 1 જાન્યુઆરીથી વ્યાજ દર 7.0% થી વધારીને 7.2% કરવામાં આવ્યો છે. આમાં, વ્યાજના દર અનુસાર, તમારી રકમ 120 મહિનામાં (10 વર્ષ) બમણી થાય છે.
વ્યાજની રકમ દર વર્ષના અંતે ખાતામાં ઉમેરવામાં આવે છે અને ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબે રકમ સતત વધતી જાય છે.
KVP માં માત્ર રૂ 1000 થી રોકાણ શરૂ કરી શકો છો અને ત્યાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.
મહત્વનુ છે કે પાકતી મુદત પછી મળેલી રકમ પર કોઈ ટેક્સ કાપવામાં આવતો નથી.
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
કિસાન વિકાસ પત્ર પર હાલ કેટલો વ્યાજદર છે ?
Ans: કિસાન વિકાસ પત્ર પર 7.2% વ્યાજદર છે.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) પર હાલ કેટલો વ્યાજદર છે ?
Ans: નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) પર 7 % વ્યાજદર છે.
Pingback: રીયલમી-કોકા કોલા સ્માર્ટફોન: ટૂંક સમયમા કોકા કોલા નો 5G ફોન લોન્ચ થશે, મળશે 108 MP કેમેરા; જુઓ ફોટોઝ - TETHTATG