PMBJK : સરકાર આરોગ્ય સબંધિત બાબતોમા ખૂબ જ સતર્ક છે અને માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 સુધી કરવાનુ આયોજન ધરાવે છે જેથી લોકોને વાજબી ભાવે પોષાય તેવી અને સારી દવાઓ મળી રહે. જન ઔષધી કેંદ્ર ગુજરાત મા પણ આવેલા છે.
- સરકાર માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો PMBJK ની સંખ્યા વધારીને 10,000 કરશે
- હાલ દેશના 766 માંથી 743 જિલ્લાઓને આવરી લેતા 9,000 થી વધુ કેન્દ્રો કાર્યરત છે.
- લોકોને સસ્તી દવા મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ

PMBJK પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો
સરકાર દ્વારા માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 જેટલી કરવામાં આવનાર છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા લોકોને ગુણવત્તાયુક્ત દવાઓ પોસાય તેવા વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા આઠ વર્ષમાં PMBJP દ્વારા લગભગ 18,000 કરોડ જેટલા રૂપિયાની બચત કરવામાં આવી છે. સરકારે હાલ દેશના 766 માંથી 743 જિલ્લાઓને આવરી લેતા 9,000 થી વધુ કેન્દ્રો ઉપલબ્ધ કરાવ્યા છે.
PMBJKમાં એવી દવાઓ વેચાય છે, જેની કિંમત બ્રાન્ડેડ દવાઓ કરતા 50 ટકાથી 90 ટકા જેટલી ઓછી હોય છે. હાલ આવા કેન્દ્રો પર 1,759 પ્રકારની દવાઓ અને 280 જેટલા સર્જિકલ સાધનો ઉપલબ્ધ છે.
નવેમ્બર 2008 થી શરુઆત
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના (PMBJP) બધાને સબસિડીવાળા વાજબી દરે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે અસ્તિત્વમાં આવી હતી. આ યોજના ભારતમા નવેમ્બર 2008 માં ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લોકોને ઓછી કિંમતે જેનરિક દવાઓ ઉપલબ્ધ થાય તે માટે જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. PMBJP ને દેશની ગરીબ વસ્તી અને મધ્યમ વર્ગને પોષાય તેવા ભાવે જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં સફળતા મળી છે.
જન ઔષધિ કેન્દ્રો ની સંખ્યામા વધારો
ગયા નાણાકીય વર્ષમાં કેન્દ્રોની સંખ્યા 8,610 હતી જે હવે વધીને હવે 9,000 જેટલી થઈ ગઈ છે, આવી રીતે દેશના 743 જિલ્લાઓને આવરી લેવાયા છે. સરકારે સમગ્ર દેશમાં 766 પૈકી 743 જિલ્લાઓને આ યોજના હેઠળ સમાવી લેતા 9,000 થી વધુ કેન્દ્રો સાથે PMBJP ની પહોંચ સમ્ગ્ર ભારતમા ફેલાયેલ છે. વધુમા કહેવામાં આવ્યું છે કે સરકાર માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJK) ની સંખ્યા વધારીને 10,000 કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આપણા દેશનો દવા ઉદ્યોગ ખૂબ ગુણવત્તાવાળો ઉદ્યોગ છે. આપણા દેશની દવા કંપનીઓ ૨૦૦ દેશોમાં જેનરિક દવાઓની નિકાસ કરે છે મેક ઇન ઇન્ડિયા, સ્કીલ્ડ ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા સરકાર નવતર અભિગમો અમલમા લાવી સરકાર દેશના યુવાનોને વધુમાં વધુ રોજગારીમળી રહે માટે પ્રયત્નશીલ છે.
Home page | click here |
Join our whatsapp Group for latest updates | click here |