ગરીબ કલ્યાણ અન્ન યોજના, PMGKAY મળવાપાત્ર અનાજનો જથ્થો જાણો ઓનલાઈન PM Garib Kalyan Anna Yojana 2022 Full Detail

By | October 2, 2022

ગરીબ કલ્યાણ અન્ન યોજના: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY ) એ આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને મફત અનાજ પૂરું પાડવાની યોજના છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY ) નો મુખ્ય હેતુ ગરીબ પરિવારને કોરોના જેવા કપરા સમયમાં મફત અનાજ મળી રહે તેવો છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના ની શરૂઆત એપ્રિલ 2020 થઈ હતી. આ પોસ્ટમા અને આપને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રેશનકાર્ડ ધારકોને કેટલુ અનાજ મળવાપાત્ર છે તેની માહિતી આપવાનો પ્રયાસ કરીશુ.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

પોસ્ટ ટાઈટલપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
લાભગરીબ પરિવાર
સ્થળભારત
યોજના શરુ તારીખએપ્રિલ 2020
ગરીબ કલ્યાણ અન્ન યોજના

ગરીબ કલ્યાણ અન્ન યોજના અનાજ વિતરણ વ્યવસ્થા

PMGKAY 2022 હેઠળ ગુજરાત રાજ્યના 71 લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની 3.46 કરોડ જનસંખ્યાને ઓક્ટોબર-૨૦૨૨ મહિનામાં રાહતદરના નિયમિત અનાજ વિતરણ તથા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”ના વિનામૂલ્યે વિતરણ સંબંધિત અગત્યની જાણકારી આ પોસ્ટમાં આપીશુ. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઓક્ટોબર મહિનાનું નિયમિત વિતરણ તા. 01-10-2022થી શરૂ કરવામાં આવશે.

Read also: દિવાળી રંગોલી ડીઝાઇન pdf ૨૦૨૨ ડાઉનલોડ Diwali Rangoli Design pdf free Download 2022

ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળવાપાત્ર અનાજ જથ્થો

NFSA કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજ જથ્થો

ક્રમઆવશ્યક ચીજવસ્તુકેટેગરીમળવાપાત્ર જથ્થોભાવ પ્રતિ કિ.ગ્રા. રૂ. પૈસા
1ઘઉંઅંત્યોદય કુટુંબોકાર્ડ દીઠ 15 કિ.ગ્રા.2.00
2અગ્રતા ધરાવતા કુટુંબોવ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.2.00
3ચોખાઅંત્યોદય કુટુંબોકાર્ડ દીઠ 20 કિ.ગ્રા.3.00
4અગ્રતા ધરાવતા કુટુંબોવ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.3.00
5તુવેરદાળઅંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.50.00
6ચણાઅંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30.00
7ખાંડ નિયમિતઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડદીઠ 1 કિ.ગ્રા.
3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.
15.00
8બીપીએલ કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.22.00
9તહેવાર નિમિતે ખાંડઅંત્યોદય કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.15.00
10બીપીએલ કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.22.00
11તહેવાર નિમિતે ખાદ્યતેલ (સિંગતેલ)અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોકાર્ડ દીઠ 1 લીટર100.00
12ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટઅંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1.00

રાજ્યના NFSA હેઠળ સમાવિષ્ટ તમામ 3.46 કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ 1 કિ.ગ્રા. ઘઉં અને 4 કિ.ગ્રા. ચોખા મળી કુલ 5 કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તારીખ 15 ઓક્ટોબર થી કરવામાં આવશે.

ક્રમકેટેગરીઆવશ્યક ચીજવસ્તુમળવાપાત્ર જથ્થોભાવ
1અંત્યોદય કુટુંબો (AAY) અને અગ્રતા ધરાવતા કુટુંબો (PHH)ઘઉંવ્યક્તિ દીઠ 1 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાવ્યક્તિ દીઠ 4 કિ.ગ્રા.વિનામૂલ્યે

Read Also: Rangoli Design Pdf free download 2022 Diwali Rangoli Design pdf

વન નેશન વન રેશનકાર્ડ યોજના

દેશના અન્ય રાજ્યના તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઇપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગુઠા/આંગળીનો ઉપયોગ કરી પોતાના ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકે છે.

લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઇન નંબર : 1800-233-5500, 14445 તેમજ mera Ration મોબાઈલ એપ્લીકેશન દ્વારા નોંધાવી શકશે.

તમને મળવાપાત્ર જથ્થો જાણોઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
ગરીબ કલ્યાણ અન્ન યોજના
ગરીબ કલ્યાણ અન્ન યોજના

ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે પાત્રતા

  • ગરીબી રેખાથી નીચેના પરિવારો – અંત્યોદય અન્ન યોજના (એએવાય) અને પ્રાધાન્યતાવાળા ઘરો (પીએચએચ) ની શ્રેણીમાં સમાવિષ્ટ પરિવારો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે.
  • પીએચએચની ઓળખ રાજ્ય સરકારો / કેન્દ્ર સરકાર દ્વારા તેઓ દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ નક્કી કરવાની રહેશે. એએવાય પરિવારોની ઓળખ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ માપદંડોને આધારિત કરવાની રહેશે.
  • વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓના વડપણ હેઠળના નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતા પરિવારો સમાવિષ્ટ કરવામાં આવશે.
  • નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતી વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ, અથવા તો પરિવાર વિહીન એકલ મહિલા, એકલ પુરુષને સદર યોજના હેઠળ સમાવવામાં આવશે.
  • તમામ આદિવાસી પરિવારો.
  • જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડુતો, કુંભારો, ચામડાનું કામ કરનારાઓ, ( ટેનરો ), વણકર, લુહાર, સુથાર જેવા ગ્રામીણ કારીગરો ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓ, અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રમાં રોજિંદા ધોરણે રોજગાર મેળવનારા લોકો જેવા કે, કુંભારો, કુલીઓ, રિક્ષાચાલકો, હાથ લારી ખેંચનારાઓ, ફળ અને ફૂલ વેચનારાઓ, સાપના ખેલ દર્શાવતા મદારીઓ, કચરો વીણનારાઓ, મોચી, અને અન્ય તે પ્રકારના લોકો.
  • ગરીબી રેખા નીચેના તમામ એચ. આઇ. વી. પોઝીટિવ વ્યક્તિઓના પરિવારો પાત્ર ગણાશે.

તમને મળવાપાત્ર જથ્થો કઈ રીતે જાણી શકાય છે?

http://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx પર જાઓ અને રેશનકાર્ડ નંબર નાખી મળવાપાત્ર જથ્થો જાણી શકાય છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત ક્યારે થઇ હતી?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત એપ્રિલ 2020માં થઇ હતી

One thought on “ગરીબ કલ્યાણ અન્ન યોજના, PMGKAY મળવાપાત્ર અનાજનો જથ્થો જાણો ઓનલાઈન PM Garib Kalyan Anna Yojana 2022 Full Detail

  1. Pingback: અનુબંધમ એપ. ડાઉનલોડ તમારા જીલ્લાની નોકરીની માહિતી મેળવો Download Anubandham App free info for 2022 New JOB - TETHTATGURU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *