પાસપોર્ટ પ્રોસેસ: હવે પાસપોર્ટ કઢાવવો બનશે સરળ,આ રીતે કરો ઓનલાઇન અરજી; નહિ ખાવા પડે કચેરીના ધક્કા

By | January 30, 2023

પાસપોર્ટ પ્રોસેસ: તમારે વિદેશ જવુ હોય તો વિદેશ યાત્રા માટે પાસપોર્ટ એક જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. પછી તમે એજ્યુકેશન પર્પઝ, તીર્થયાત્રા, ટૂરિઝમ, બિઝનેસ પર્પઝ, મેડિકલ , કામ-ધંધા માટે અથવા પરિવારને મળવા જઈ રહ્યા હોય પરંતુ વિદેશ જવા માટે પાસપોર્ટ જરુરી છે. દરેક વ્ય્કતિએ વિદેશ જવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરેલા ઓફિશ્યલ ઈન્ટરનેશનલ ટ્રાવેલ ડોક્યુમેન્ટની જરૂર હોય છે. 

જો તમારે વિદેશ પ્રવાસ કરવો હોય તો પાસપોર્ટ ખૂબ જ જરૂરી છે. પાસપોર્ટ વિના વિદેશ પ્રવાસ કરવો શક્ય નથી. દરેક દેશ પાસે અલગ અલગ પાસપોર્ટ હોય છે. તે જ સમયે ઓળખ સાબિત કરવા માટે પાસપોર્ટ પણ જરૂરી છે. નવા પાસપોર્ટ મેળવવા માટે તમારે ચોક્કસ પ્રોસેસમાથી પસાર થઇ અરજી કરવાની હોય છે. જોકે ઘણા લોકો પાસે પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા વિશે પુરતી માહિતી હોતી નથી. આવી સ્થિતિમાં આજે આ આર્ટીકલમા પાસપોર્ટ મેળવવાની સરળ રીત વિશે સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ.

પાસપોર્ટની પ્રોસેસ બની હવે સરળ

છેલ્લા ઘણા વર્ષોમાં ભારતથી વિદેશ યાત્રા કરનાર લોકોની સંખ્યા વધતી જાય છે. એવામાં પાસપોર્ટથી રિલેટેડ સર્વિસની ડિમાન્ડ પણ વધી ગઈ છે. વિદેશ મંત્રાલય MEAએ મે 2010માં પાસપોર્ટ સેવા પ્રોજેક્ટ PSP શરૂ કર્યું છે. પાસપોર્ટ સેવાએ પાસપોર્ટ અને રિલેટિડ સર્વિસ માટે એપ્લાય કરવા અને ઈશ્યુ કરવાની પ્રોસેસ હવે સરળ બનાવી દીધી છે.

પાસપોર્ટ પ્રોસેસ / passport online application

જો તમે નવો પાસપોર્ટ કઢાવવા માંગતા હોય તો તેના માટે ચોક્કસ પ્રોસેસ માથી પસાર થવાનુ રહેશે અને અરજી કરવાની રહેશે. આ માટે તમારી નીચે મુજબ સ્ટેપ ફોલો કરવાના રહેશે.

પાસપોર્ટ બનાવવા આ સ્ટેપ્સને કરો ફોલો

 • સૌ પ્ર્થમ તમારે Passport Seva Online Portal પર રજિસ્ટર કરવાનુ રહેશે.
 • Passport Seva Online Portal પર રજિસ્ટર કર્યા બાદ Login કરો
 • ત્યારબાદ “Apply for Background Verification for GEP” લિંક પર ક્લિક કરો
 • ત્યારબાદ ખુલેલા ફોર્મમાં મંગાવવામાં આવેલી માહિતી કાળજીપૂર્વક ભરો અને તેને સબમિટ કરો
 • તેના પછી “Pay and Schedule Appointment” લિંક પર ક્લિક કરવાનુ રહેશે.
 • જે જગ્યાની અપોઈન્ટમેન્ટ તમે બુક કરવા માગો છો તે જગ્યાની પસંદગી કરો
 • ત્યારબાદ Appointment બુકિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કરવાનુ રહેશે.
 • ત્યારબાદ “Print Application Receipt” પર ક્લિક કરો અને તમારી અરજીની પ્રિન્ટ કાઢી લો. તેના સિવાય મોબાઈલ પર Appointment નો એક મેસેજ પણ આવશે, આ મેસેજ પણ સેવ કરી લો
 • હવે જે જગ્યાની Appointment બુક કરી છે, ત્યાની Passport Seva Kendra (PSK)/Regional Passport Office (RPO) પર તમે ઓરિજનલ ડોકયુમેન્ટ સાથે જવાનુ રહેશે. ત્યા તમારા આઇઅ.ડી. પ્રુફ ની ચકાસણી કરવામા આવશે
 • તેના પછી પોલિસ વેરિફિકેશન પણ કરાવવાનુ હોય છે અને ત્યા બધું બરોબર થવા પર થોડાક જ દિવસની અંદર પાસપોર્ટ ઘરે આવી જશે

important link

પાસપોર્ટ પોર્ટલ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
પાસપોર્ટ પ્રોસેસ
પાસપોર્ટ પ્રોસેસ

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો

પાસપોર્ટ ને લગતી સેવાઓ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

Ans: પાસપોર્ટ માટે ઓફીસીયલ વેબસાઇટ passportindia.gov.in છે.

One thought on “પાસપોર્ટ પ્રોસેસ: હવે પાસપોર્ટ કઢાવવો બનશે સરળ,આ રીતે કરો ઓનલાઇન અરજી; નહિ ખાવા પડે કચેરીના ધક્કા

 1. Pingback: અનોખી લગ્ન કંકોત્રી: દરેક પેજ પર મળશે સાયબર ક્રાઇમની માહિતી, અમરેલી ના પોલીસ જવાને લોકોમા જાગૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *