જુની પેન્શન યોજના ના ફાયદા: OPS VS NPS શું છે જૂની પેન્શન યોજના: તા. 1/4/2005 પછી સરકારી નોકરીમાં નિમણુંક પામનાર કર્મચારીને જુની પેન્શન યોજનાના સ્થાને નવી પેન્શન યોજના (NPS) આપવામાં આવે છે. પેન્શન ના લાભો મળતા બંધ થતાં ભાવિ અંધકારમય: નવી પેન્શન યોજનાનો સર્વત્ર વિરોધ થઇ રહ્યો છે.
જૂની પેન્શન યોજનાથી કર્મચારીઓને મળતી હતી નિવૃત્તિ પછીની જીવન નિર્વાહ સુરક્ષા
જૂની પેન્શન યોજના તા.1-4-2005 પછી સરકારી નોકરીઓમાં નિમણુંક થનાર માટે બંધ કરવામાં આવી છે. 1-4-2005 પહેલા સરકારી નોકરી ઉપર નિમણુંક પામેલ નોકરિયાત જ્યારે નિવૃત થાય ત્યારે છેલ્લા પગારના 50 ટકા રકમ દર માસે આજીવન આપવાની જોગવાઈ છે એટલે કે, સરકારી નોકરિયાત જ્યારે નિવૃત થાય ત્યારે તેનો છેલ્લો પગાર ધારોકે 50 હજાર હોય તો નિવૃત થનાર સરકારી નોકરિયાતને છેલ્લાં પગારના 50 ટકા રકમ એટલે કે 25 હજારનું પેન્શન તેમને દર માસે આજીવન મળતું હતું.
PM YASASVI PM યસસ્વિ શિષ્યવૃતિ યોજના ૨૦૨૨
જુની પેન્શન યોજના ના ફાયદા
- પેન્શન પાત્ર સરકારી નોકરીયાત જ્યારે મૃત્યુ પામે ત્યારે તેની પત્નીને એ જીવે ત્યાં સુધી છેલ્લાં પગારની 30 ટકા રકમ મળે છે.
- પેન્શન મેળવનાર વ્યક્તિ પોતે મૃત્યુ પામે ત્યાર પછી એમના સંતાનોને 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જેટલાં સંતાનો હોય તેમને આ 30 ટકા રકમ આજીવન મળતી હતી.
- આ છેલ્લાં પગારની રકમ અને ગ્રેચ્યુટીની રકમ એટલે કે, જેટલાં વર્ષની નોકરી હોય એટલા માસનો પગારની અડધી રકમ વધુમાં વધુ 33 માસના પગારની અડધી રકમ તેમને મળવાપાત્ર હતી.
- એટલે કે, છેલ્લો પગાર 10 હજાર હોય તો જેટલાં વર્ષની નોકરી કરેલ હોય તેટલા માસ પરંતુ વધુમાં વધુ 33 માસના પગારની અડધી રકમ મળવા પાત્ર હતી.
- Old Pension scheme (OPS) “જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન મળતું હતું. નવી પેન્શન યોજના પ્રમાણે, દર મહિને કર્મચારીના પગારના દસ ટકા અને સરકાર દ્વારા દસ ટકા પેન્શન ભંડોળમાં ઉમેરાય છે. આ નાણાંનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે.”
- ” શેરબજાર આધારિત આ રોકાણમાંથી નિવૃત્તિ વખતે 60 ટકા રકમ કર્મચારીને આપી દેવામાં આવે છે. બાકીની 40 ટકા રકમ ઇક્વિટીમાં રોકાણ કરવામાં આવે છે તેના વ્યાજમાંથી મળતી રકમ દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે.”
- “ધારો કે નિવૃત્તિ સમયે 20 લાખ એકઠા થયા તો 12 લાખ રૂપિયા કર્મચારીને રોકડા મળી જાય છે અને આઠ લાખના વ્યાજમાંથી મહિને જે રકમ મળે તે દર મહિને પેન્શન પેટે આપવામાં આવે છે.”’

જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો એક જ મિનિટમાં
જુની પેન્શન યોજનામાં મળતા લાભો | Benefits of old Pension scheme
- પેન્શન માટે પગારમાંથી કોઇ કપાત કરવામાં આવતી નથી.
- GPF (Govt. Provident Fund) ની સુવિધા ઉપલબ્ધ છે.
- એક સુરક્ષીત પેન્શન યોજના છે.
- નિવૃત્તિ સમયે છેલ્લા પગારના 50 ટકા રકમ પેંશન તરીકે પ્રાપ્ત થવાની ગેરંટી છે.
- મોંધવારી ભથ્થા (ઉઅ) તેમજ તેમાં દર છ માસે થતાં વધારાનો લાભ પણ મળવા પ્રાપ્ત છે.
- અંતર્ગત દર દસ વર્ષે નિમાતા પગાર પંચના લાભો પ્રાપ્ત થાય છે.
- નિવૃત્તિ સમયે સમગ્ર જીવન પર્યત બજાવેલ સેવાના કદર રૂપે રૂપિયા 20 લાખ સુધીની ગ્રેજયુએટી મળવા પાત્ર છે.
- સેવા દરમ્યાન કર્મચારીનું અવસાન થતાં તેમનો પરિવાર સન્માન જનક રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે કુટુંબ પેંશનની જોગવાઇ કરેલ છે.
- સરકારની તિજોરી મારફત ચુકવણું કરવામાં આવે છે.
- નિવૃત્તિ સમયે પ્રાપ્ત GPF ના વ્યાજ પર કોઇપણ પ્રકારનો આવક વેરો લાગતો નથી.
- નિવૃતિ સમયે પેંશન પ્રાપ્ત કરવા માટે GPF ફંડ માંથી કોઇપણ પ્રકારનું રોકાણ કરવાનું હોતું નથી.
- 40 ટકા રકમ પેન્શન રોકડ રૂપાંતર (Pension Commutation) અંગેની જોગવાઇ છે.
- નિવૃત્તિ બાદ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ છે.
જુની પેન્શન યોજના ના ફાયદા અને નવી પેન્શન યોજના NPS ના ગેરફાયદા ડીટેઇલ્માં દર્શાવતી PDF
નવી પેન્શન યોજના NPS ના ગેરફાયદા
- નવી પેન્શન યોજના NPS મા પગારમાંથી ૧૦ % ની કપાત દર મહિને કરવામાં આવે છે.
- નવી પેન્શન યોજના NPS મા GPF ની સુવિધા આપવામાં નથી આવતી.
- નવી પેન્શન યોજના NPS સંપુર્ણ શેરબજાર આધારિત છે.
- નવી પેન્શન યોજના NPS મા નિવૃતિ સમયે પન્શનની કોઇ ગેરંટી આપવામાં નથી આવતી.
- નવી પેન્શન યોજના NPS મા નિવૃતિ સમયે કુલ જમા રકમમાંથી માત્ર ૬૦ % રકમ જ પરત આપવામાં આવે છે.
- નવી પેન્શન યોજના NPS માં પુરા પગારમાં આવ્યા બાદ ઘણી વખત ૮-૧૦ વર્ષો સુધી CPF ખાતુ જ નથી ખુલતુ જેથી કપાત જ નથી થતી,