નુડલ્સ ના શોખીન લોકો સાવધાન: આજના ફાસ્ટ યુગ માં લોકો ને નુડલ્સ, મેગી જેવા ફાસ્ટ ફુડ ખોરાક ખૂબ જ પસંદ હોય છે. અત્યારે ફટાફટ તૈયાર થઈ જતાં નૂડલ્સ સૌ કોઈને ભાવતા હોય છે. થોડા દિવસ પહેલા એક વિડિયો સોશિયલ મીડિયા પર ફેક્ટરીમાં તૈયાર થતાં કાચા નૂડલ્સ કેવી રીતે તૈયાર થાય છે તેંનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નૂડલ્સ તૈયાર કરવાની પ્રક્રિયા અઘરી હોવાની સાથે સાથે કેટલાક લોકોને ગમે નહિ તેવી પણ લાગી રહી છે. કેટલાક લોકો તો વીડિયો જોઈને કોમેન્ટ કરી રહ્યાં છે કે, આજ પછી જિંદગીમાં ક્યારેય ફરીથી નૂડલ્સ નહીં ખાઈએ.
શું છે આ નુડલ્સ ના વિડીયો મા ? Noodles making video

‘નૂડલ્સ બનાવવાની પ્રોસેસ’નો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Tweeter પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 59 સેકન્ડના આ વીડિયોને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે
આ વીડિયો કોઇ નાનકડી ફેક્ટરીમાં બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. વીડિયોમાં વિવિધ મજૂરો નૂડલ્સ તૈયાર કરતા હોય એવું દેખાય છે. ફેક્ટરીમાં કામ કરતા લોકો લોટ બાંધવા માટે તેને મિક્સરમાં નાખે છે. ત્યારબાદ તેને રોલિંગ મશીન ની મદદથી પાતળા થ્રેડમાં કાપવામાં આવે છે.
આ વિડીયોમા જોઇ શકાય છે કે નુડલ્સ બનાવવાની પ્રોસેસ દરમિયાન કોઈપણ મજુર નથી સ્વચ્છતા બાબતનું ધ્યાન રાખતા કે નથી હાથમાં કોઈ મજા પહેરેલા. આ વિડીયોમા તમે જોઈ શકશો કે કઈ રીતે કાચા નૂડલ્સને અનહાઈજેનિક રીતે બનાવવામાં આવે છે. આખી પ્રક્રિયામાં મેંદાનો લોટ બાંધવાથી લઈને કાચા નૂડલ્સ તૈયાર થઇ નીકળવા સુધીની સમગ્ર પ્રોસેસમા અનેક વખત તેને હાથથી પકડવામાં આવે છે. ફક્ત આટલું જ નહીં, એક ગંદા દેખાતા કન્ટેનરમાં પણ રાખવામાં આવે છે. નુડલ્સ ને ઉકાળ્યા પછી જમીન પર ગમે ત્યાં ફેંકી દે છે જ્યાં સુધી તેને કોઈ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરે ત્યાં સુધી જમીન પર આ નુડલ્સ એમ જ પડ્યા રહે છે.
નુડલ્સ મેકીંગનો આ વિડીયો જોઇ કોઇ યુઝરે લખ્યું છે કે ‘कसम है तुमको अगर मोमोज की कभी मैनूफैक्चरिंग दिखाई’. એક યુઝરે લખ્યું છે કે ‘આ નૂડલ્સ ચોક્કસપણે ડાયેરિયા કરાવશે’, જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે ‘આ ભયંકર છે’. સંબંધિત અધિકારીએ તેની તપાસ કરવી જોઈએ.
IMPORTANT LINK
નૂડલ્સ મેકીંગ વિડીયો અહિંથી જુઓ | અહિં ક્લીક કરો |
Home Page | અહિં ક્લીક કરો |