ડાયરાની મોજ: નવસારી જિલ્લાના ગુરુકુળ સૂપા ગામમાં લોકગાયક કીર્તિદાન ગઢવીના યોજાયેલા લોકડાયરાના કાર્યક્રમમાં લોકોએ મનમૂકીને ઉદાર હાથે લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવીએ જેને ઓળખ આપી છે તેવા ‘કમા’એ પણ ‘રસિયો રૂપાળો રંગરેલિયો’ ગીત પર ડાન્સ કરી ઉપસ્થિત લોકોને મોજ કરાવી દીધી હતી
હોસ્પિટલના નિર્માણ માટે ફંડ માટે ડાયરાનું આયોજન
નવસારીના ગુરુકુળ સૂપા ગામમાં આંખની હોસ્પિટલ નિર્માણ માટે ફંડ એકઠુંં કરવા લાભાર્થે લોકગાયક કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરાયું હતું. સમાજસેવાના ઉમદા હેતુથી યોજાયેલા ડાયરામાં ઉપસ્થિત લોકોએ લાખો રૂપિયાનું દાન આપ્યું હતું અને ડાયરામાં ચલણી નોટનો વરસાદ કર્યો હતો.

ડાયરાની મોજ
‘કમા’ની સાથે લોકો નાચ્યા
કિર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં કમા ની પણ ઉપસ્થિતિ હતી. કીર્તિદાન ગઢવીએ કમાનું પ્રીય અને જે ગીતથી કમો ફેમસ થયો છે તે ‘રસિયો રૂપાળો…’ ગીત ગાતા જ કમાએ પોતાના આગવા અંદાજમાં ડાન્સ રજુ કર્યો હતો. લોકોએ પણ ઉદાર હાથે ‘કમા’ પર મન મૂકીને પૈસા ઉડાવ્યા હતા. કેટલાક લોકો તો ‘કમા’ની સાથે ડાન્સ પણ કરવા લાગ્યા હતા.

લોકોની સાથે NCC કેડેટ્સે પણ રૂપિયાનો વરસાદ કર્યો
નવસારીમા યોજાયેલા લોકડાયરામાં સ્થાનિક લોકોની સાથે NCC કેડેટ્સ પણ હાજર રહ્યા હતા. તેઓએ પણ ભવ્ય ડાયરાની મોજ માણી હતી અને કીર્તિદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
અગત્યની લીંક
વિડીયો અહિંથી જુઓ | click here |
Home Page | click here |
