શું તમારો મોબાઇલ ડેટા જલ્દી વપરાય જાય છે: મોબાઇલ ડેટા બચાવવાના અદભુત ઉપાયો; Mobile Data Tips

By | January 31, 2023

Mobile Data Tips: આજકાલ દરેક લોકો સ્માર્ટફોન વાપરતા હોય છે અને તેમાં દરરોજ લીમીટેડ ડેટા મળતો હોય છે. જે સામાન્ય રીતે દરરોજનો 1.5 GB અથવા 2 GB જેટલો મળતો હોય છે. આખો દિવસ દરમિયાન વિવિધ એપ્સ., ગેમ એપ્સ, અને યુ ટયુબ જેવી વિડીયો એપ.ને લીધે જલ્દી વપરાઇ જતો હોય છે. પછી સાંજના સમયે તમે જ્યારે ફ્રી હોય ત્યારે ડેટા કવોટા ન હોવાથી ઘણી સમસ્યાઓ ઉદભવતી હોય છે. ચાલો આજે જાણીએ કે તમે આ મોબાઇલ ડેટાને કઇ રીતે બચાવીને રાખી શકો.

Mobile Data Tips મોબાઇલ ડેટા બચાવવાના અદભુત ઉપાયો
Mobile Data Tips મોબાઇલ ડેટા બચાવવાના અદભુત ઉપાયો

Mobile Data Tips

  • કોઇ પણ એપ્સને વાઈફાઈ ઉપલબ્ધ હોય ત્યારે જ અપડેટ કરવી જોઇએ.

મોબાઇલ ડેટાના વપરાશને ઓછો કરવા માટે એક અગત્યનો ઉપાય છે ઓટોમેટિક એપ્સના અપડેટને બંધ કરવું. તેના માટે ડુ નોટ ઓટો અપડેટ એપ્સને પણ સિલેક્ટ કરી શકો છો. ક્યાય ફ્રી વાઇ-ફાઇ ની સુવિધા ઉપલબ્ધ હોય ત્યારે એપ.અપડેટ કરવી.

આ પણ વાંચો: ગુજરાત એસ.ટી. ની બસમાં ” સોમનાથ, પાવાગઢ, બનાસ, દમણ ગંગા,અમૂલ” આવા શબ્દો કેમ લખેલા હોય છે?

  • દરરોજની ડેટાના વપરાશની લિમિટ સેટીંગ મા સેટ કરી દો.

આપણે સ્માર્ટ ફોનમાં દરરોજ કેટલો ડેટા યુઝ કરવો તેની લિમિટ લીમીટ સેટ કરી શકીએ છીએ.? આ માટે સેટિંગ્સમાં જઈને ડેટા યુસેજ પર ક્લિક કરો. ઉપરાંત દરરોજ લીમીટ સુધી વપરાશ થયા બાદ નોટીફીકેશન થી એલર્ટ પણ આપશે.

  • કોઇ પણ વીડિયો ઓનલાઇન જોતી વખતે તેનુ રિઝોલ્યુશન કરો એડ્જસ્ટ

આપને ઓનલાઇન વિડીયો ખૂબ જ જોતા હોઇએ છીએ. ઉપરાંત ક્રિકેટ મેચ વખતે પણ ઓનલાઇન મેચ જોતા હોઇએ છીએ. તેમા વિડીયો રીઝોલ્યુશન હાઇ ક્વોલીટી રાખવાને બદલે મીડીયમ અથવા ઓટો મોડમા રાખવુ જોઇએ.

  • Whatsapp અને facebook મા વીડિયો-ફોટો ઓટો-ડાઉનલોડ બંધ કરી દો

Whatsapp અને facebook જેવી એપ.મા વિડીયો અને ફોટો ઓટો ડાઉનલોડ હોવાથી આપણો ઘણો ડેટા તેમા વપરાઇ જતો હોય છે. આ માટે ઓટો ડાઉનલોડ ઓપ્શન બંધ રાખવો જોઇએ. જેથી બીનજરુરી વિડીયો કે ફોટો ડાઉનલોડ ન થાય.

આ પણ વાંંચો: Jaggery Benefits / શિયાળામા ગોળ ખાવાના ફાયદા જોઇ તમે પણ ગોળ ખાવાનુ શરુ કરી દેશો.

  • જરુરી નોટિફિકેશન જ ઓન રાખો. બીનજરુરી એપ.ના નોટીફીકેશન ઓફ કરી દો.

આપણ ફોનમા ઇન્સ્ટોલ કરેલી તમામ એપ.મા આખો દિવસ નોટીફીકેશન આવતા હોય છે. જેમા ઘણો ડેટા વપરાઇ જાય છે. અગત્યની ન હોય તેવી એપ.ના નોટીફીકેશન બંધ રાખવા જોઇએ.

  • શક્ય હોય ત્યાં સુધી ઓફલાઇન એપ્સનો ઉપયોગ કરવો જોઇએ.

એવી ઘણી એપ્સ. હોય છે જેને ઓફલાઇન અને ઓનલાઇન બન્ને રીતે યુઝ કરી શકાય છે. આવી એપ્સ.ને ઓફલાઇન યુઝ કરવી જોઇએ જેથી બીનજરુરી ડેટા નો વપરાશ ન થાય.

  • હંમેશા લાઇટ વર્ઝન એપ્સ નો જ ઉપયોગ કરવો જોઇએ.
  • રિસ્ટ્રિક્ટ બેકગ્રાઉન્ડ ડેટા સેટીંગ કરી દો.

આપણા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી રહેતી એપ્લિકેશન ઉપયોગમા ન હોવા છતા સૌથી વધુ ડેટા વપરાતો હોય છે. આ માટે તમારે ફોનના સેટિંગ્સમાં જઈને જે તે એપ. માટે બેકગ્રાઉન્ડ ડેટા રિસ્ટ્રિક્ટ કરી દેવાથી તમે ડેટાને બચાવી શકો છો. એટલે કે જ્યારે તમે એપનો ઉપયોગ કરશો ત્યારે જ આ એપ્સ ખુલશે બાકી બંધ રહેશે.

Home pageClick here
Join our whatsapp Group for Latest updateClick here

One thought on “શું તમારો મોબાઇલ ડેટા જલ્દી વપરાય જાય છે: મોબાઇલ ડેટા બચાવવાના અદભુત ઉપાયો; Mobile Data Tips

  1. Pingback: જાતિનો દાખલો ઓનલાઇન: જાતિનો દાખલો કઢાવો digitalgujarat પરથી - TETHTATGURU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *