Kutchh Rann Utsav 2022 /White Desert Festival /Kutchh Gujarat/White Rann: કચ્છ રણોત્સવમાં ટેન્ટ સિટીના ભાવ અને અંદરની તસવીરો : હાલ કચ્છમાં વાઈટ રણમાં જવા માટે લોકોનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. તેમાં પણ કોરોનાના બે વર્ષ પછી રણ ઉત્સવના પ્રવાસે નીકળનાર પ્રવાસીઓ ખૂબ જ વધી જશે ત્યારે અત્યારથી જ સ્ટેટ સિટી માટે લોકોએ બુકિંગ કરી દીધું છે અને લગભગ ફૂલ મૂન નાઈટ માટે ટેન્ટ સીટીનું બુકિંગ મોટાભાગે ફૂલ થઇ ગયું છે. કચ્છ રણોત્સવ ઈમેજ ડાઉનલોડ

રણોત્સવની શરૂઆત સાથે કચ્છનો સૌથી મોટો પ્રવાસન પર્વ શરૂ થયો છે. આ વાર્ષિક આયોજન માટે ઊભી થતી ટેન્ટ સિટીમાં આ વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે તેવી સંચાલકને આશા છે. આ વચ્ચે રણોત્સવના ચાર મહિનાના સમયગાળામાં આવતા તહેવારો તેમજ ફૂલ મુન નાઈટ માટે અત્યારથી જ લગભગ બુકિંગ ફૂલ થઈ ગઈ છે. તો ટેન્ટ સિટીમાં આ વર્ષે ટેન્ટ અપગ્રેડ કરવાની સાથે તંબુનગરીમાં અનેક નવતર આયોજન પ્રવાસીઓનું સ્વાગત કરશે.
Read also: જિલ્લાઓના નકશા ડાઉનલોડ Gujarat All 33 District Map download

Kutchh Rann Utsav 2022
આમ તો ઉનાળાના વેકેશનમાં પણ કચ્છમાં પ્રવાસીઓની સારી માત્રામાં ભીડ રહેતી હોય છે પરંતુ અસહ્ય ગરમીના કારણે મોટાભાગના પ્રવાસીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે આવવાનું પસંદ કરે છે, જે કચ્છના મુખ્ય પ્રવાસન પર્વ રણોત્સવનો પણ સમય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રણોત્સવમાં પ્રવાસીઓનો ભીડ ખૂબ ઓછી રહી હતી ત્યારે આ વર્ષે વહેલી શરૂ થયેલી ટેન્ટ સિટીમાં અત્યારથી જ પ્રવાસીઓનો ધમધમાટ શરૂ થયો છે.
કચ્છ રણોત્સવ ૨૦૨૨
રણોત્સવની ટેન્ટ સિટીનું સંચાલન કરતી લલ્લુજી એન્ડ સન્સ કંપનીના પી.આર.ઓ. અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, “કોરોના બાદ આ વર્ષે શરૂઆતથી જ પ્રવાસીઓની આવ ખૂબ સારી રહી છે. કોરોનાના વર્ષોમાં પણ અમારી પ્રાથમિકતા એ જ હતી કે લોકો સલામત રહી પોતાનો સમય અહીં માની શકે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો રણોત્સવની બુકિંગ માટે પૂછપરછ કરી રહ્યા છે. માટે સમગ્ર સીઝન દરમિયાન પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટશે તેવું લાગી રહ્યું છે.”


ટેન્ટના પ્રકાર અને તેના ભાવ
રણોત્સવની ટેન્ટ સિટીમાં વિવિધ પ્રકારના ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે નોન એસી થી લઈને રજવાડી અને દરબારી જેવા વિશેષ ટેન્ટ પણ અહીં પ્રવાસીઓને મળે છે જેથી દરેક વર્ગના પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી મનપસંદ સ્થળ બની રહે છે. તો આ વર્ષે ટેન્ટ સિટીમાં સુપર પ્રીમિયમ કેટેગરીનો ટેન્ટ પણ ઉમેરવામાં આવ્યું છે જે પ્રવાસીઓને વિશેષ સુવિધાઓ પૂરી પાડશે.

બીજી તરફ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પણ જો ક્રિસમસ, ન્યુ યર અને ફૂલ મૂન નાઈટને બાદ કરીએ તો વ્યક્તિ દીઠ એક રાત્રિનું ભાડું રૂ. 5600 થી લઈને રૂ. 9800 સુધી નક્કી કરાયું છે. જો કે ક્રિસમસ અને ન્યુ યર તહેવારો દરમિયાન એટલે કે 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ ભાડું રૂ. 6600 થી શરૂ થઈને રૂ. 10,800 સુધી પહોંચે છે. ઉલ્લેખનીય છે કે આ ચાર કેટેગરી સિવાય ટેન્ટ સિટીમાં રજવાડી અને દરબારી ટેન્ટ પણ ઉપલબ્ધ છે જે ફાઇવ સ્ટાર હોટલ જેવા રૂમની અનુભૂતિ કરાવે છે. રજવાડી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂ. 25 હજાર છે, જેમાં બે વ્યક્તિનો સમાવેશ થાય છે. તો સાથે જ દરબારી સ્યુટની એક રાત્રિનું ભાડું રૂ. 50 હજાર છે જેમાં ચાર લોકો સુધી રહી શકે છે.

Rann Utsav – White Rann રણોત્સવ કોન્ટેક્ટ નંબર
કચ્છ ફરવા આવતા પ્રવાસીઓ માટે ભુજના રેલવે સ્ટેશન પર ટેન્ટ સિટી દ્વારા એક ખાસ પૂછપરછ કક્ષ મૂકવામાં આવ્યું છે. તો લોકો રણોત્સવની વેબસાઇટ https://www.rannutsav.net અથવા તો તેમના મોબાઈલ નંબર 9924003327, 9824050594 અથવા 6354911401 પર ફોન કરી વિગતો મેળવી શકે છે.