King of T20 / સૂર્યા એ સદિ સાથે બનાવ્યા એટલા રેકોર્ડ કે ગણતા થાકી જશો.

By | January 9, 2023

King of T20 : શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતના સ્ટાર બેટસમેન સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. રાજકોટમાં રમાયેલી મેચમાં તેમણે ધુંવાધાર બેટીંગ કરતા 51 બોલમાં 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાથે તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર બીજો ભારતીય બેટસમેન બન્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાટાર બેટ્સમેન અને ICC T20 ના રેંકીંગમા નં.૧ નુ સ્થાન ધરાવતા સૂર્યકુમાર યાદવ તેમની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. સૂર્યકુમાર યાદવના બેટ માથી સતત જોરદાર રન આવી રહ્યા છે. તેમણે તેમની ટૂંકી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં જ અત્યાર સુધી ઘણા રેકોર્ડ બનાવી નાખ્યા છે. શ્રીલંકા સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૂર્યકુમારે એવો રેકોર્ડ બનાવ્યો છે, જેને અત્યાર સુધી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો આજ સુધી બનાવી શક્યા નથી. ભારતના આ 360 ડિગ્રી રમી મેદાનની ચારેબાજુ સીકસ મારવાની ક્ષમતા ધરાવતા બેટ્સમેન T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 સદી ફટકારનાર પ્રથમ નોન-ઓપનર બની ગયા છે.

King of T20
King of T20

King of T20 / સૂર્યકુમાર યાદવે બનાવેલા રેકોર્ડ

51 બોલમાં 112 રન

સૂર્યકુમારે 51 બોલમાં તાબાતોડ 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે 7 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટાર બેટ્સમેન સૂર્યકુમારે આ ઈનીંગમા 219.61ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.

READ ALSO: Samsung Galaxy F04 / સેમસંગ નો ગેલેક્સી F04 સ્માર્ટફોન થયો લોન્ચ/ માત્ર 7,499 માં મળશે 8GB RAM

૪૫ બોલમા સદિ પુરી કરી

આ મેચમા સૂર્યકુમાર યાદવે 45 બોલમાં સદી પૂરી કરી હતી. આ સાથે તે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજા ભારતીય બની ગયા છે. અગાઉ રોહિત શર્માના નામે T20માં સૌથી ઝડપી સદીનો કરવાનો રેકોર્ડ છે. રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામે જ માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી.

T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર

સૂર્યકુમાર યાદવ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણથી વધુ સદી ફટકારનાર બીજા ભારતીય બેટસમેન બની ગયા છે. સૂર્યા ઉપરાંત ભારત તરફથી રોહિત શર્માના નામે સૌથી વધુ 4 સદી નોધાયેલ છે. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત તરફથી અત્યાર સુધી માત્ર બે બેટ્સમેન સદી કરી શક્યા છે. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો જેમણે 118 રનની ઇનિંગ રમી હતી.

soorya shot image 360
soorya shot image 360

2023માં સદી ફટકારના પ્રથમ ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર

સૂર્યકુમાર યાદવ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3 સદી ફટકારનાર પ્રથમ નોન-ઓપનર બેટ્સમેન બની ગયા છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલર અને રિલે રુસોએ એક સમાન 2-2 સદી ફટકારી હતી. સૂર્યકુમાર યાદવ વર્ષ 2023માં સદી કરનાર ભારતના પ્રથમ બેટ્સમેન બની ગયા છે.

180.34 ની સ્ટ્રાઈક રેટ

સૂર્યકુમાર યાદવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 843 બોલમાં 1500 રન પૂરા કર્યા. આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા વિશ્વના કોઈ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યા ન હોતા. સૂર્યકુમારની T20 ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેમણે 43 ઇનિંગ્સમાં 875 બોલનો સામનો કરીને 1578 રન બનાવ્યા છે. સૂર્યા 180.34ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે.

IMPORTANT LINK

સૂર્યકુમાર યાદવ ની ઇનીંગ્સ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *