Jio ના નવા રીચાર્જ પ્લાન: જિઓ ની આ ઓફર ફક્ત એવા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ છે જેઓ સ્ટોરમાંથી રિચાર્જ કરાવે છે. ટેલિકોમ ટોકે આ અંગે જાણ કરી છે. આ નવી ઓફરમાં રીલાયન્સ જિઓ કંપની બે પ્લાન ઓફર કરી રહી છે. નોંધનિય છે કે યુઝર્સ આ પ્લાન્સને ઓનલાઈન અથવા ઓફિશિયલ કંપનીની વેબસાઈટ કે એપ પરથી રિચાર્જ કરી શકતા નથી.
એટલે કે જો તમે આ પ્લાન્સનો લાભ લેવા માંગતા હોવ તો તમારે Jio સ્ટોર પર જઈને તમારો નંબર રિચાર્જ કરવો પડશે. રિલાયન્સ જિયોએ કહ્યું છે કે નવા ડેટા એડ-ઓન પેક મા કસ્ટમરને 50 ટકા સુધીનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. એટલે કે આ પ્લાન્સ માત્ર આધાર યોજના સાથે કામ કરશે.
Jio ના નવા રીચાર્જ પ્લાન
કંપની ડેટા એડ-ઓન પેક તરીકે રૂ. 29 અને રૂ. 19 ના રીચાર્જ પેક ઓફર કરી રહી છે. ઉપર જણાવ્યા મુજબ આ પ્લાન ફક્ત Jio સ્ટોર પરથી રીચાર્જ કરાવવા માટે જ ઉપલબ્ધ છે. 29 રૂપિયાના પ્લાનમા યુઝર્સને 2.5GB ડેટા મળે છે જ્યારે 19 રૂપિયાના પ્લાનમા 1.5GB ડેટા સાથે આવે છે.
એટલે કે આ પ્લાન્સથી રિચાર્જ કરનારા ગ્રાહકોને વધુ ડેટા બેનિફિટ્સ મળશે. જોકે આ માટે તમારે Jio સ્ટોર પર જવું પડશે. જો કે અત્યારે મોટા ભાગના લોકો રિચાર્જ ઘરે બેસીને ડિજિટલી કરતા હોય છે, તો પછી કેટલા યુઝર્સ Jio સ્ટોર પર રિચાર્જ કરવા જશે કે કેમ તે જોવાનું રહ્યું.
સ્ટોર ઓફર રીચાર્જ પ્લાન
આ યોજનાઓ કંપનીની વેબસાઇટ પર લિસ્ટેડ કરવામાં આવી નથી. 15 રૂપિયા અને 25 રૂપિયાના પ્લાન કંપનીની વેબસાઇટ અથવા એપ પર લિસ્ટ કરવામાં આવ્યા છે. યુઝર્સને 15 રૂપિયાના પ્લાન સાથે 1GB ડેટા આપવામાં આવે છે, જ્યારે 25 રૂપિયાના પ્લાનમાં 2GB ડેટા આપવામાં આવે છે. તમારી દરરોજની ડેટા લિમિટ પૂરી થયા પછી આ ડેટા પ્લાનનો ઉપયોગ કરી શકાય છે.
IMPORTANT LINK
View Jio Recharge plan on official website | Click here |
Home page | Click here |
