Jaggery Benefits : શિયાળામા ગોળ ખાવાના ફાયદા : આપણે સામાન્ય રીતે ગોળ મીઠાશ માટે ઉપયોગમાં લેતા હોઇએ છીએ. પરંતુ આજ કાલ તો હવે જો કે તેનો ઉપયોગ લાડુ અને ગજક જેવી મીઠાઈઓ બનાવવા માટે પણ થાય છે. આધુનિક યુગમા મીઠી વસ્તુઓ બનાવવામાં પણ હવે તો ગોળની જગ્યા ખાંડે લઈ લીધી છે. પરંતુ જ્યારે વાત સ્વાસ્થ્યની આવે ત્યારે ગોળને કોઈ ટક્કર આપી શકતુ નથી. ગોળમાં ઘણા પોષક તત્વો રહેલા છે. જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. તો ચાલો આજે આ લેખમા શિયાળામા પોષકતત્વોથી ભરપૂર ગોળ ખાવાના ફાયદાઓ જોઇએ. ગોળ ના ફાયદા ની આજે આપણે ચર્ચા કરીશુ.

ગોળમાં રહેલા પોષક તત્વો
ગોળમાં આપના શરીર માટે ઉપયોગી ઘણા પોષક તત્વો રહેલા છે. ગોળમા અઢળ્ક પ્રમાણમા ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, અને પોટેશિયમ જેવા મિનરલ્સ રહેલા હોય છે. આ પોષક તત્વો અનેક બીમારીઓથી શરીરને લડવાની ક્ષમતા આપે છે.
READ ALSO: અનિદ્રા ઉપાયો / રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી ? અજમાવો આ ઉપાયો / ઘસઘસાટ આવી જશે ઊંઘ
Jaggery Benefits / શિયાળામા ગોળ ખાવાના ફાયદા
ગોળ મુળભુત ગરમ પ્રકૃતિ ધરાવે છે. શિયાળામા આપણા શરીર ને ઠંડી સામે રક્ષણ માટે ગરમ ખોરાકની જરુર પડે છે. શિયાળાના દિવસોમાં ગોળ ખાવાથી આપણા શરીરને જરુરી ગરમી મળે છે. અને શરીર ગરમ રહે છે. ઠંડી સામે રક્ષણ મળે છે. ગોળ શરીરની ઈમ્યુનિટી વધારે છે અને શરદી ઉધરસ જેવી બીમારીઓને શરીરથી દૂર રાખે છે. કાળા મરી સાથે ગોળ ખાવાથી શરદી, સળેખમ અને ઉધરસની બીમારી દૂર થાય છે.
મેટાબોલિઝમ વધારે છે
ગોળ શરીરમા મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે. તેને ખાવાથી આપણુ વજન પણ કંટ્રોલમાં રહે છે. એક બાજુ જ્યાં ખાંડ વજન વધારવાનુ કામ કરે છે ત્યાં ગોળનું સેવન કરીને તમે શરીરને ફિટ રાખી શકો છો.
પાચન માટે ફાયદાકારક
શિયાળાના દિવસોમાં પાચન સંબંધિત અનેક સમસ્યાઓ રહે છે. આ દિવસોમાં ખાણી પીણીમાં ફેરફારના કારણે કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ ઉદભવતી હોય છે. ગોળ ખાવાથી પાચન સારુ રહે છે. પાચનની સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ગોળને તમારા રુટીન ડાયેટનો ભાગ બનાવવો જોઇએ.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામા મદદરુપ
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ગોળ ખાવો એ ખૂબ જ ફાયદાકારક રહે છે. ગોળમાં રહેલા પોષક તત્વો નસોને મજબુત બનાવવાનું કામ કરે છે. જેનાથી બ્લડ ફ્લો સારી રીતે થઇ શકે છે આ પ્રકારે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
લોહી વધારવામા ઉપયોગી
ગોળમાં આયર્ન ભરપૂર માત્રામા હોય છે. તેના સેવનથી શરીરમાં લોહીની કમી રહેતી નથી. ગોળ ખાવાથી એનીમિયા જેવી બીમારીઓમાં સારો ફાયદો થાય છે. ઉપરાત ગોળ નબળું શરીર મજબૂત બનાવે છે.
HOME PAGE | Click here |
Join our whatsapp Group for Latest updates | Click here |
FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો
ગોળ ક્યારે ખાવો ફાયદાકારક છે ?
Ans: ગોળ સવારે ખાવો વધુ ફાયદાકારક છે.
ગોળમા કયા પોષક તત્વો રહેલા છે ?
Ans: ગોળ મા ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, અને પોટેશિયમ જેવા તત્વો રહેલા હોય છે.