India shriLanka 3rd T20 : આજે રાજકોટની સયાજી હોટલ ખાતે ત્રીજી T20 મેચ રમવ આવી રહેલી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે ભવ્ય સ્વાગત કરાશે. શ્રીલંકા સામે ૧-૧ થી સીરીઝ બરાબર થયા બાદ રાજકોટ મા રમાનારી ત્રીજી T20 મેચ રોમાંચક બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ,કઢી ખીચડી અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે.
- 7 જાન્યુઆરીએ રાજકોટમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી T-20 મેચ રમાશે.
- ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું આજે પારંપરિક સ્વાગત કરાશે.
- રાજકોટ ની સયાજી હોટલ ખાતે રોકાશે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ
- શ્રીલંકાની ટીમ ના ખેલાડીઓ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે
India shriLanka 3rd T20

ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ક્રિકેટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાશે. ત્યારે રાજ્કોટ શહેરમાં અત્યાર થી જ ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ ના ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકાની ટીમ ના ખેલાડીઓ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આજે એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં પારંપરિક ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ શિયાળાની ઋતુ હોવાથી રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે.
આ પણ વાંચો : રોનાલ્ડો નો પગાર અ…ધ..ધ / રોનાલ્ડો ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી / સાઉદી અરબ કરોડોમા નહિ અબજોમા આપશે સેલેરી

હોટલમાં ખેલાડીઓ માટે જીમ સહિતની જરુરી સુવિધા
ભારતીય ટીમ ના ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાવાના છે તો સાથે જ ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની જરુરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે ડિનર અને 7 તારીખના રોજ લંચમાં રાજકોટ ને પ્રખ્યાત અવનવી વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. આજે ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં દેશી બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં લાઈવ મેસુબ અને અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ ઉપલબ્ધ હશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અગાઉ પણ રાજકોટની સયાજી હોટેલ ખાતે રોકાણ કરી ચુક્યા છે તેમને ખાસ ગુજરાતી ખીચડી કઢી ખૂબ જ પસંદ છે માટે આ વખતે પણ તેમના માટે ખાસ ખીચડી કઢી તૈયાર કરી ઉપલબ્ધ કરવામા આવશે.
આ પણ વાંચો : Download Thermometer App 2023 જાણો તમારા શહેરમા આજે કેટલા ડીગ્રી ઠંડી છે ?

રાજકોટ મા ક્રિકેટપ્રેમીઓ મા છવાયો ઉત્સાહ
ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે અને અગાઉ રમાયેલી બન્ને મેચમા ૧-૧ ની બરાબરી પર બન્ને ટીમ છે. ત્યારે રાજકોટ મા રમાનારી ત્રીજી મેચ જીતી સીરીઝ જીતવાના ઇરાદા સાથે બન્ને ટેમ મેદાન મા ઉતરશે. રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ પ્રેમીઓમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ ના બેનર અને હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે. રાજકોટના નવા બનેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુક્યા છે જેમાં 2 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વનડે મેચનો સમાવેશ થાય છે ત્યારે આગામી શનિવારના રોજ 10 મી આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં યોજાનાર હોઇ રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
India shrilanka 3rd T20 match Live Score | Click here |
Home page | Click here |