IND VS NZ T20: હાલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ સીરીઝ ચાલી રહી છે. જેમા વન ડે મેચની સીરીઝમા ભારતી ન્યુઝીલેન્ડ ને ૩-૦ થી સીરીઝ હરાવી સીરીઝ કબજે કરી લીધી છે. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝ ચાલુ થવા જઇ રહી છે. જેમા T20 સીરીઝની ત્રીજી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા રમાનારી છે. ત્યારે ગુજરાતમા રમાનારી આ મેચને લઇને ક્રિકેટ પ્રેમીઓમા અનેરો ઉત્સાહ છવાયો છે. આજે જાણીએ આ મેચમા ટીકીટના શું ભાવ છે અને વિશવના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમની વિશેષતાઓ.
IND VS NZ T20

1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાનારી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 મેચની ટિકિટોનુ વેચાણ ઓનલાઇન શરૂ થઈ ગયું છે. જાણો T20 મેચની ટિકિટનો ભાવ શું ચાલી રહ્યો છે અને ક્રિકેટરસિકો ક્યાંથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકે છે.
ભારત ન્યુઝીલેન્ડ T20 મેચ ટિકિટ ઓનલાઇન
ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહેલી મેચની ટિકિટનું વેચાણ ઓનલાઇન શરૂ થઈ ગયું છે. આ મેચ જોવા જવા માંગતા લોકોએ માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં.
ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ
1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સાંજે 7 વાગ્યે રમાનારી T20 મેચનું ઓનલાઇન બુકિંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટનો ભાવ જોઇએ તો રૂ. 500થી શરુ કરીને રૂ. 10,000 સુધીનો ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.
India Newzealand T20 match Ticket Price

ભારત-ન્યુઝીલેન્ડ T20 મેચ ટિકિટનો ભાવ?
અમદાવાદમા રમાનારી મેચ માટે ટિકિટના ભાવ નીચે મુજબ છે. જે ઉપર આપેલા ચાર્ટમા પણ જોઇ શકાય છે.
- તમે જો L, K અને Q બ્લોકમાં બેસીને મેચ જોવા માંગો છો તો ટિકિટનો ભાવ 500 રૂપિયા છે.
- જ્યારે B, C, F, અને G બ્લોકમાં ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે.
- J અને R બ્લોકમાં બેસીને જો મેચ જોવા માંગો છો તો ટિકિટનો ભાવ 2000 રૂપિયા છે.
- A, H, M અને N બ્લોકમાં બેસવા માટે ટિકિટનો ભાવ 2500 રૂપિયા છે.
- D અને E બ્લોકમાં ટિકિટનો ભાવ 4000 રૂપિયા છે.
- તમે જો અદાણી પ્રિમયમ વેસ્ટ-ઈસ્ટ બ્લોકમાં બેસીને મેચનો આનંદ લૂંટવા માંગો છો તો તમારે ટિકિટનો ભાવ 6000 રૂપિયા આપવો પડશે.
- સૌથી મોંઘી ટિકિટ અદાણી બેંકવેટમાં છે, જેમા એક સીટનો ભાવ 10,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ ની વિશેષતાઓ
800 કરોડથી પણ વધુના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામા આવ્યુ છે, ત્યારે ચાલો જાણીએ વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ શું છે ?
- આ સ્ટેડીયમમા ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
- સ્ટેડિયમમાં કુલ 1.32 લાખ લોકો બેસીને સાથે મેચ જોઇ શકે છે
- જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ વધુ ક્ષમતા ધરાવે છે.
- મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે.
- આ સ્ટેડીયમમા 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
- આ સ્ટેડીયમમા મેદાન પર કુલ 11 પીચ આવેલી છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
- મેદાનમાં ફ્લડ લાઈટ્સના પોલની ઉંચાઈ 90 મીટર છે. જે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર ગણાય.
- આ મેદાનની નીચે અન્ડર ગ્રાઉંડ સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
- આ સ્ટેડીયમમા વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 જ મિનિટમાં રમવા માટે તૈયાર કરી શકાય છે.
- આ સ્ટેડીયમમા ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજી શકાય છે
IMPORTANT LINK
HOME PAGE | CLICK HERE |
JOIN WHATSAPP GROUP | CLICK HERE |