ICC T20 Best Player: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ( ICC ) એ વર્ષ 2022 માટે T20 ક્રિકેટર ઓફ ધ યર માટે ચાર ખેલાડી ના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં એક ભારતીય ખેલાડી ને પન સ્થાન મળ્યુ છે. જેને આ એવોર્ડ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આ ભારતીય ઉપરાંત ઝિમ્બાબ્વે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડના એક-એક ખેલાડીને પણ સ્થાન મળ્યુ છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષે T20 વર્લ્ડ કપ પણ રમાયો હતો જ્યાં એક કરતા વધુ ખેલાડીઓ એ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

ICC T20 Best Player
૨૦૨૨ના આખા વર્ષમાં T20 ક્રિકેટમાં પોતાના બેટીંગથી રાજ સ્થાપિત કરનાર સૂર્યકુમાર યાદવને આ યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે. તે આ વર્ષના અંત સુધી ICC T20 રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન પણ છે. ૨૦૨૨ ના વર્ષમા આ વર્ષે સૌથી વધુ 1164 રનનો રેકોર્ડ પણ નોંધાયો છે. તે T20 ક્રિકેટમાં એક જ વર્ષમાં 1000 રનનો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન પણ બન્યો છે. તેણે આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે, આ વર્ષે 2 T20 સદી ફટકારનાર સૂર્યાને આ એવોર્ડ માટે સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.
હવે આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ચાર ખેલાડીની યાદી પર જોઈએ તો આ યાદીમાં ભારતના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવની સાથે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને ઈંગ્લેન્ડના સેમ કરનનો પણ સમાવેશ થાય છે. જ્યાં સૂર્યાએ બેટિંગમાં શાનદાર પરફોરમન્સ આપ્યુ છે તો સેમ કરનના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે ઇંગ્લેન્ડની ટીમ પણ આ વર્ષે T20માં વર્લ્ડ ચેમ્પિયન બની છે. પાકિસ્તાનના સિકંદર રઝા અને મોહમ્મદ રિઝવાને પણ આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે આઇસીસી નો બેસ્ટ T20 ખેલાડીનો એવોર્ડ કોને મળે છે તે જોવાનું રહેશે.

Best of Suryakumar Yadav so far | T20WC 2022
Suryakumar Yadav – India
1164 runs in 31 matches


Sam Curran is named Player of the Final after three-for | Highlights | T20WC 2022
Sam Curran – England
67 runs and 25 wickets in 19 matches

Mohammad Rizwan – Pakistan
996 runs, nine catches and three stumpings in 25 matches
વર્ષ 2022માં આ ચારેય ખેલાડીનુ પ્રદર્શન
- સૂર્યકુમાર યાદવ – ભારત- 1164 રન (31 મેચ, 187.43 સ્ટ્રાઇક રેટ)
- મોહમ્મદ રિઝવાન – પાકીસ્તાન- 996 રન, 9 કેચ, 3 સ્ટમ્પિંગ (25 મેચ)
- સિકંદર રઝા – ઝીમ્બાબ્વે- 735 રન, 25 વિકેટ (24 મેચ)
- સેમ કરન – ઈંંગ્લેન્ડ- 67 રન, 25 વિકેટ (19 મેચ)
IMPORTANT LINKS:
ICC OFFICIAL SITE | CLICK HERE |
HOME PAGE | CLICK HERE |