આ વર્ષે શિયાળાએ દિલ્હીમાં 10 વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાત મ અપણ હાલ ખૂબ જ ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીથી બચવા લોકો વિવિધ વિકલ્પો શોધી રહ્યા છે. કેટલાક લોકો હિટરનો સહારો લઈ રહ્યા છે તો કેટલાક રજાઇ છોડીને બહાર નીકળવા માંગતા નથી. લોકો રૂમને ગરમ રાખવા માટે હીટરનો ઉપયોગ કરી રહ્યા છે.
ઠંડીમાં AC 30 ડિગ્રી પર રાખીએ તો શું રૂમ ગરમ થઇ શકે ?
દિલ્હીમાં જ શિયાળાની ઋતુમાં હિટર જેવા ઉપકરનો ના વપરાશ ને લીધે વીજળીનો વપરાશ અનેકગણો વધી ગયો છે. આવી સ્થિતિમાં એક સામાન્ય પ્રશ્ન થઇ રહ્યો છે કે શું આપણું એર કંડિશનર (AC) હિટર તરીકે કામ ન આપી શકે . ? માનો કે બહાર નુ તાપમાન ૧૦ થી ૧૫ ડીગ્રી હોય અને આપણે AC ૨૫ કે ૩૦ ડીગ્રી પર રાખીએ તો શું રૂમ ગરમ ન થઇ શકે ?

જાણો AC કઇ રીતે કામ કરે છે ?
AC ૨ પ્રકારના આવે છે. ૧. નોર્મલ AC અને ૨ હોટ અને કોલ્ડ AC . નોર્મલ AC રૂમને ઠંડક આપવાનુ જ કામ કરે છે. તે રૂમને ગરમ કરવાનુ કામ કરતા નથી. નોર્મલ AC બહારની ગરમ હવાને શોષી લે છે અને તેની અંદર સ્થાપિત રેફ્રિજન્ટ અને કોઇલ વડે ઠંડી હવાને રૂમમાં ફેંકે છે, જે રૂમના વાતાવરણને ઠંડુ કરે છે.
સામાન્ય AC રૂમને ગરમ કરી શકતા નથી, કારણ કે તે માત્ર રૂમનું તાપમાન જ નીચે લાવી શકે છે. જો તમે હોટ અને કોલ્ડ એસી ચલાવો છો, જે બંને સિઝનમાં તાપમાનને નિયંત્રિત કરે છે, તો તમારો રૂમ ગરમ થઈ શકે છે.
નોર્મલ AC વર્કીંગ
શિયાળામાં ધારો કે તમારા રૂમનું તાપમાન 10 ડિગ્રી છે અને તમે તમારા ACને 25 ડિગ્રી પર સેટ કરો છો, તો આવી સ્થિતિમાં AC નુ કમ્પ્રેસર ચાલુ નહીં થાય અને ફક્ત AC નો ફેન જ કામ કરશે. આનું કારણ એ છે કે ઓરડામાં તાપમાન પહેલેથી જ 25 ડિગ્રી ની નીચે છે.
હવે તે ટેબલ ફેનની જેમ કામ કરશે. હવે તમારો રૂમ ગરમ થવાને બદલે વધુ ઠંડો થતો જશે. એટલે કે હીટિંગ પંપ વિનાનું AC તમારા રૂમને ગરમ કરી શકતું નથી.
હોટ એન્ડ કોલ્ડ AC
જો તમે શિયાળામાં ACની ગરમ હવાનો આનંદ માણવા માંગતા હોવ તો તેના માટે તમારે Hot & Cold AC વસાવવુ પડશે. આ AC શિયાળા અને ઉનાળા ની બંને ઋતુમાં કામ કરે છે. તે બંને સિઝનમાં ઉપયોગમાં લઇ શકાય તે રીતે જ બનાવવામા આવે છે.
હોટ એન્ડ કોલ્ડ એસી 1.5 ટન નુ હોય છે. હાલ માર્કેટમા તથા ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ્સ પર ઘણા સારા હોટ એન્ડ કોલ્ડ એસી ઉપલબ્ધ છે. તેમની કિંમત 35 થી 45 હજારની વચ્ચે છે. જો તમે હોટ અને કોલ્ડ એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે તમારી જરુરીયાત મુજબ વિવિધ મોડેલ્સ ના ફીચર્સ જોઇ તે મુજબ ખરીદવુ જોઇએ.