Holi Date 2023: આ દિવસે છે હોળીનો તહેવાર,જાણો શુભ મુહુર્ત

By | February 5, 2023

Holi Date 2023: નવા વર્ષની શરુઆત સાથે જ લોકો આખા વર્ષ દરમિયાન આવનારા તહેવારોનુ લીસ્ટ જોઇ લેતા હોય છે. એમા પણ ખાસ કરીને હોળી નુ હિન્દુ ધર્મમા ખૂબ જ મહત્વ રહેલુ છે. આવો જાણીએ આ વર્ષમા હોળી અને ધુળેટીનો તહેવાર કઇ તારીખે ઉજવવામા આવશે અને હોળી ના શુભ મુહુર્ત ક્યારે છે. હોળીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. હોળી એ રંગો નો તહેવાર છે.

  • આ દિવસે ક્યારે ઉજવવામા આવશે રંગોનો તહેવાર હોળી
  • જાણો, ક્યારે થશે હોળીકા દહન
  • આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં
Holi Date 2023
Holi Date 2023

Holi Date 2023

હિન્દુ ધર્મમાં હોળી,જ્ન્માષ્ટમી અને દિવાળીની ગણતરી મોટા તહેવારોમાં કરવામાં આવે છે. નવા વર્ષમાં સૌથી પહેલો મોટો તહેવાર હોળી આવે છે. હિન્દુ પંચાગ મુજબ, ફાગણ મહિનાની પૂનમે પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામા આવે છે અને તેના બીજા દિવસે એટલેકે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદાએ હોળી રમાય છે. આ વર્ષે હોળીનો તહેવાર માર્ચના બીજા અઠવાડિયામાં છે. એટલેકે હોળી 8 માર્ચે બુધવારે ઉજવવામા આવશે. આ વખતે હોળીકા દહન સમયે ભદ્રા રહેશે નહીં.

આ પણ વાંચો: AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023

હોળીકા દહન ૨૦૨૩

ફાગણ મહિનાની પૂનમ તિથિ 6 માર્ચે મંગળવારે સાંજે 4 વાગ્યે 17 મિનિટથી શરૂ થશે. આ તિથિનુ સમાપન 7 માર્ચ એટલેકે મંગળવારે સાંજે 6 વાગ્યેને 9 મિનિટે થશે. ફાગણ મહિનાની પૂનમ તિથિએ પ્રદોષ કાળમાં હોળીકા દહન કરવામાં આવે છે. એવામાં આ વખતે હોળીકા દહન 7 માર્ચે કરવામાં આવશે.

હોળી શુભ મુહુર્ત ૨૦૨૩

આ વર્ષે હોળીકા દહનનુ મુહૂર્ત 7 માર્ચે સાંજે 6 વાગ્યેને 24 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 51 મિનિટ સુધી છે. એટલેકે આ વખતે હોળીકા દહન માટે કુલ 2 કલાક 27 મિનિટનો સમય છે. હોળીકા દહનના દિવસે ભદ્રા સવારે 5 વાગ્યેને 15 મિનિટ સુધી છે. એવામાં હોળીકા દહન સમયે ભદ્રાનો પડછાયો નહીં હોય.

હોળીકા દહનના બીજા દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે હોળી 8 માર્ચે બુધવારે રમાશે. 8 માર્ચે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદા તિથિ સાંજે 7 વાગ્યેને 42 મિનિટ સુધી છે.

IMPORTANT LINK

Home PageClick here
Join our whatsapp Group Click here

One thought on “Holi Date 2023: આ દિવસે છે હોળીનો તહેવાર,જાણો શુભ મુહુર્ત

  1. Pingback: ભાડાકરાર જાણવા જેવું: ભાડાકરાર શા માટે ૧૧ મહિનાનો જ હોય છે. - TETHTATGURU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *