GSEB Duplicate marksheet / શું તમારી ધોરણ ૧૦ કે ૧૨ ની માર્કશીટ ખોવાઇ કે તુટી ગઇ છે ? આ રીતે કરો પ્રોસેસ. ઘરે આવી જશે માર્કશીટ

By | January 11, 2023

GSEB Duplicate marksheet : આપણે ઘણા વર્ષો પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મા.શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ પાસ કરેલી હોય છે. ઘણી વખત આપણી SSC HSC બોર્ડની પરીક્ષા નુ રીઝલ્ટ ખોવાઇ જતુ હોય છે અથવા તુટી જતુ હોય છે. આવા સંજોગોમા તમે ગમે એટેલી જુની માર્કશીટ પણ હવે ડુપ્લીકેટ કઢાવી શકો છો. બોર્ડ તરફથી આ નવી સુવિધા શરુ કરવામા આવી છે. ચાલો આજે જાણીએ ધોરણ ૧૦ -૧૨ બોર્ડની માર્કશીટ ડુપ્લીકેટ કેમ કઢાવવી અને તેને શું પ્રોસેસ હોય છે ?

૨૦૧૯ મા થઇ હતી શરુઆત

ડુપ્લીકેટ માર્કશીટ માટેની સુવિધાની શરૂઆત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. પહેલા SSC and HSC ડુપ્લિકેટ માર્કશીટ કઢાવવા માટે ગાંધીનગર રુબરુ ધક્કો ખાવો પડતો હતો. પણ આ ડિજિટલાઇઝેશનના જમાનામાં ઘરે બેઠા તમે SSC and HSC ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકો છો. આ માટે તમારે GSEB બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gsebeservice.com પરથી સંપૂર્ણ પ્રોસેસ કરવી પડશે.. gsebeservice.com એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) સાથે સંકળાયેલ વેબસાઇટ છે, જેમાં એ ધોરણ 10 ના વર્ષ 1952 થી વર્ષ 2020 અને ધોરણ 12 ના વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના તમામ પરિણામના ડેટા એકઠા કરેલા છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ GSEB SSC and HSC Duplicate Marksheet Download Online પ્રક્રિયાની શરૂઆત શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના સમયમા થઇ હતી.

READ ALSO: ગુજરાતી બાળનામાવલી 2023 Gujarati boy Girl baby name list Full Name List

GSEB Duplicate marksheet Process

ધોરણ ૧૦-૧૨ બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયા ફોલો કરવી પડશે.

  • ડુપ્લીકેટ માર્કશીટ સૌ પ્રથમ gsebeservice.com વેબસાઇટની મુલાકાત લેવી
  • આ પછી વેબસાઇટ પર રજીસ્ટર કરવા માટે જરૂરી વિગત અને મોબાઈલ નંબર નાખવાના રહેશે.
  • રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP સબમીટ કરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરો
  • એ પછી વેબસાઇટમાં મેનુ વિભાગમાં Students Tab પર ક્લિક કરીને તેમાં Online service ટેબ ખોલો
  • આ પછી જો તમે જે ધોરણની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માંગતા હોય તે શોધી તેના પર ક્લિક કરીને સબમિટ કરો
  • આ રીતે ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરો.

જણાવી દઈએ કે ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર મેળવવા માટે વિવિધ ફી નક્કી કરવામા આવી છે. રૂ. 50, સ્થળાંતર ફી રૂ. 100 અને સમકક્ષ પ્રમાણપત્ર ફી રૂ. 200 સ્પીડ-પોસ્ટ ચાર્જ રૂ. 50 છે.

GSEB Duplicate marksheet
GSEB Duplicate marksheet

ડુપ્લીકેટ માર્કશીટ અગત્યની લીંક

GSEB Official websiteclick here
Home pageclick here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *