Gold price : હમણા સોના નો ભાવ દિન પ્રતિ દિન વધતો જાય છે. નિષ્ણાંતો ના મતે સોનાનો ભાવ ૧૦ ગ્રામના ૬૦૦૦૦ સુધી પહોંચી શકે છે. આપણે એક કહેવત છે કે ‘પીળું એટલું સોનું નહીં’, પરંતુ પીળું હોય અને એ સોનું હોવાનો દાવો થાય તો એ સોનુ છે કે નહિ તેની શુદ્ધતાની ચકાસણી કેવી રીતે કરવી? આંતરરાષ્ટ્રીય બજારમા દરરોજ સોનાના ભાવ નક્કી કોણ કરે છે? શું સોનું જોઈને ખ્યાલ એ કેટલા કેરેટનું છે એ કેમ નક્કી કરવુ? ચાલો આજના લેખમા આ બધા બાબતોની માહિતી મેળવીએ.
Gold price
વર્ષ 1960માં 10 ગ્રામ સોનાની કિંમત 100 રૂપિયા જેટલી હતી, એ અત્યારના સમયમાં 56 હજાર રૂપિયા સુધી પહોંચી ચૂક્યું છે. હાલના સમયમાં સોનાની ખૂબ જ માગ છે,

કેરેટ અને હોલમાર્કનો અંક
શુદ્ધ સોનું 24 કેરેટનું હોય, એ તો આપણે જાણીએ જ છીએ , પરંતુ સોનાની શુધ્ધતા નક્કી કરવા માટે એવી પણ વ્યવસ્થા છે, જેનાથી સોનું જોતાં જ ખ્યાલ આવી જાય કે એ કેટલા કેરેટનું છે. હોલમાર્ક કરેલાં સોનાના ઘરેણાં પર ત્રણ આંકડાનો નંબર લખવામાં આવે છે, જે ની નીચે મુજબ હોય છે.

READ ALSO: ઠંડીમાં AC 30 ડિગ્રી પર રાખીએ તો શું રૂમ ગરમ થઇ શકે ? જાણો શું કહે છે લૉજીક
કયા સોનામા કેટલી શુદ્ધતા ?
24 કેરેટનું સોનું એટલે એકદમ શુદ્ધ સોનુ માનવામા આવે છે. તેનો ચળકાટ વધારે હોય છે, પરંતુ 24 કેરેટનું સોનું થોડું પોચું હોય છે. 24 કેરેટનું સોનું ની આ જ ખાસિયતને કારણે તેના ઘરેણાં નથી બની શકતા, કારણ કે આવા સોના પર જરા પણ વજન આવે એટલે ઘાટ બગડી જવાની શક્યતાઓ રહેલી હોય છે, એટલે શુદ્ધ સોનામાં અન્ય ધાતુની થોડી ભેળસેળ કરવામાં આવે છે, જેથી તેને ઘરેણા બનાવતી વખતે વ્યવસ્થિત ઘાટ આપી શકાય. પરંતુ અન્ય ધાતુ ભેળવતાની સાથે જ સોનાની ગુણવત્તા એટલે કેરેટ ઘટી જાય છે. સોનામાં અન્ય ધાતુનું મિશ્રણ કરવાથી એની શુદ્ધતા કેટલી ઘટે છે નીચેની ફોર્મ્યુલા આધારે સમજીએ.

સોનાનો ભાવ કોણ નક્કી કરે છે ?
સોનાના ભાવમા ફેરફાર થાય એની ચર્ચા તો ઘણી થતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે આપણા દેશમાં કોણ નક્કી કરે છે? સોનાનો ભાવ નક્કી કરવાનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. વર્ષ 1919માં લંડન ગોલ્ડ ફિક્સ નામની સંસ્થાએ પહેલીવાર સોનાના ભાવ નક્કી કર્યા. 14 ડિસેમ્બર 1987ના રોજ લંડન બુલિયન માર્કેટ અસ્તિત્વમાં આવ્યું. જેણે લંડન ગોલ્ડ ફિક્સનું સ્થાન લીધું. લંડન બુલિયન માર્કેટ વિશ્વના તમામ દેશોના રાષ્ટ્રીય સ્તરના ધાતુ સાથે જોડાયેલા વેપારી સંગઠનો સાથે મળીને સોનાની કિંમત નક્કી કરે છે.
લંડનના સમય મુજબ દિવસમાં બે વખત સોનાના ભાવ ભાવ નક્કી થાય છે. સવારે સાડાદસ વાગ્યે અને બપોરે 3 વાગે સોનાના ભાવ ડીકલેર કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશો આ ભાવ ને અનુલક્ષીને પોતાના દેશમા સોનાના ભાવ નક્કી કરતા હોય છે. ભારતમાં સોનાનો ભાવ નક્કી કરવાનુ કામ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) કરે છે. આ સંસ્થા સોનાનો સ્ટોક, માગ, વૈશ્વિક માર્કેટની સ્થિતિ જોઈને સોનાના ભાવ દરરોજ જાહેર કરે છે.
IMPORTANT LINK
દરરોજનો સોનાનો ભાવ જોવાની લીંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
FAQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
આંતરરાષ્ટ્રીય કક્ષાએ સોનાનો ભાવ કોણ નક્કી કરે છે ?
Ans: આંતરરાષ્ટ્રીય કક્ષાએ સોનાનો ભાવ લંડન બુલિયન માર્કેટ નક્કી કરે છે.
ભારતમા સોનાનો ભાવ કોણ નક્કી કરે છે ?
Ans: ભારતમા સોનાનો ભાવ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) નક્કી કરે છે.
શુદ્ધ સોનુ કેટલા કેરેટનુ હોય છે ?
Ans: શુદ્ધ સોનુ ૨૪ કેરેટનુ હોય છે.