Gold bill 1959 સોનાનો ભાવ : ૧૯૫૯ મા આટલુ સસ્તુ મળતુ હતુ સોનુ / સોશીયલ મિડીયામા બીલ થયુ વાયરલ

By | January 6, 2023

Gold bill 1959 : આજકાલ સોનાની કિંમતોમાં સતત વધારો થતો જાય છે. નવા વર્ષ ને શરુઆત મા જ સોનાનો ભાવ ફરી એકવાર રેકોર્ડ સ્તરની નજીક પહોંચી ગયો છે. ઓગસ્ટ 2020 માં સોનાએ 56,200 રૂપિયાના ભાવની રેકોર્ડ સપાટી બનાવી હતી. મંગળવારે બંધ થયેલા બજાર સેશનમાં સોના નો ભાવ વધીને 55,581 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો. આગામી સમયમાં સોનાનો ભાવ રૂ. 62000 સુધી જવાની શકયતાઓ છે. એટલું જ નહીં, ચાંદીની કિંમત પણ 80,000 રૂપિયા પ્રતિ કિલોની સપાટી સુધી વધી શકે છે. પરંતુ શું તમે ક્યારેય અંદાજ લગાવ્યો છે કે આઝાદી સમયે કે પછી સોનાની કિંમત કેટલી હતી ? સોના નો ભાવ દિન-પ્રતિદિન વધતો જાય છે.

Gold bill 1959
Gold bill 1959

Gold bill 1959 સોનાનો ભાવ

થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા મા વર્ષો જુનુ રેસ્ટોરન્ટનું બિલ, બુલેટ મોટરસાઇકલનું બિલ અને વીજળીનું બિલ વાયરલ થયુ હતુ. ત્યારબાદ હવે સોનાના દાગીનાનું 1959 નું બિલ સામે આવ્યુ છે. 63 વર્ષ જૂના આ બિલને જોતા ખ્યાલ આવે છે કે ખરીદનારે સોના અને ચાંદી બંનેના દાગીના ની ખરીદી કરી છે. છ દાયકાથી વધુ જૂના આ બિલને જોતાં અને તેમાં લખેલા સોના અને ચાંદીના ભાવને જોવા માટે લોકો ખૂબ જ ઉત્સુક છે.

72 વર્ષ પહેલા સોનાનો ભાવ 99 રૂપિયા

આઝાદી સમયે 1950માં ભારતમા સોનાનો ભાવ 10 ગ્રામ ના 99 રૂપિયા હતો. તેના નવ વર્ષના બિલ પર નજર કરીએ તો ખબર પડે છે કે તે સમયે સોનું 113 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર એક વર્ષ પછી સોનાનો ભાવ 112 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોવાનું કહેવાય છે. 1970માં આ દર વધીને 184.50 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો હતો.

909 રૂપિયાનું કુલ બિલ

હાલ સોશીયલ મિડીયામા વાયરલ થઇ રહેલા 1959ના આ બિલમાં 621 રૂપિયા અને 251 રૂપિયાના સામાન ની ખરીદી નો ઉલ્લેખ છે. આ સિવાય ચાંદીના 12 રૂપિયા અને અન્ય વસ્તુઓના 9 રૂપિયા છે. કુલ બિલ 909 રૂપિયા નુ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બિલની હાલત પણ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે. આ બિલમાં ટેક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તે સંપૂર્ણપણે હાથથી લખાયેલું છે.

આઝાદીથી લઇને અત્યાર સુધીના સોનાના ભાવ

આ ભાવ પ્રતિ ૧૦ ગ્રામના એટેલે જે ૧ તોલા ના છે.

વર્ષસોનાનો ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ)
195099 રૂપિયા
1960112 રૂપિયા
1970184.5 રૂપિયા
19801330 રૂપિયા
19903200 રૂપિયા
20004400 રૂપિયા
201018,500 રૂપિયા
202056,200 રૂપિયા
202255000 રૂપિયા
HOME PAGECLICK HERE
JOIN OUR WHATSAPP GROUP FOR LATEST UPDATESCLICK HERE
gold bill of 1959
gold bill of 1959

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *