Ganga Vilas Photos : પીએમ મોદીએ ૧૩ જાન્યુઆરી એ ગંગા વિલાસ ક્રુઝને વર્ચ્યુઅલી લીલી ઝંડી દેખાડી રવાના કર્યું. આ વિશ્વનુ સૌથી મોટુ રીવર ક્રુઝ હશે. વારાણસીના રવિદાસ ઘાટથી આ ક્રુઝ મુસાફરોને લઈને અસમ જવા માટે રવાના થયું. આ ક્રુઝ ૩૨૦૦ કી.મી. ની સફર કાપવા માટે 51 દિવસની મુસાફરી હશે. આ દરમિયાન ક્રુઝ 50 જગ્યાઓ પરથી પસાર થશે. જેમાં પર્યટકોને ગંગા કિનારા તો જોવા મળશે જ સાથે સાથે અહીંની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. આજે આ લેખમા જોઇએ ગંગા રીવર ક્રુઝ્ના અંદરના આલીશન ફોટો.

Ganga Vilas Photos
ભવ્ય ગંગા વિલાસ ક્રુઝ જે ૩૨૦૦ કી.મી. ની મુસાફરી માટે ૫૧ દિવસ લાગશે અને તેનુ ભાડુ ૧૯ લાખ રૂ. છે. અને તેમા તમામ સુવિધાઓ આપવામા આવી છે. ત્યારે સૌ કોઇને આ ભવ્ય અને આલીશાન ક્રુઝ ની અંદરની સુવિધાઓ કેવી હશે તે જાણવાની ઇચ્છા હોય છે. ચાલો આ લેખમા જોઇએ ગંગા વિલાસ ક્રુઝ્ના અંદરના ફોટો.

આ ક્રુઝ્મા 18 સ્યૂટ્સ, રેસ્ટોરાં, બાર, સ્પા, સનડેક, જિમ ઉપલબ્ધ છે.
READ ALSO: વજન વધારવા શું ખાવુ ? આ રીતે વધારો તમારુ વજન… હવે લોકો નહિ કહિ શકે પાપડતોડ પહેલવાન

આ ક્રુઝ્મા 40 સીટ ધરાવતી રેસ્ટોરાંમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય ફૂડ સાથે બુફે કાઉન્ટર છે.


આઉટડોર બેઠકમાં સ્ટીમર ચેર અને કોફી ટેબલ સાથેનો બાર છે.

- યાત્રાનો સમય-51 દિવસ
- યાત્રાનુ અંતર-3200 કિલોમીટર
- યાત્રાનુ ભાડું-19 લાખ રૂપિયા, સ્યૂટનું ભાડું 38 લાખ.

ગંગા વિલાસ ક્રૂઝનો રૂટ
ગંગા રીવર ક્રુઝ નો યાત્રાનો સમગ્ર રૂટ આ મુજબ રહેશે.
- ગંગા-ભાગીરથી-હુગલી રિવર સિસ્ટમ(નેશનલ વોટર વે 1),
- કોલકાતાથી ધુબરી(ઈન્ડો બાંગ્લા પ્રોટોકોલ રૂટ) અને બ્રહ્મપુત્ર(નેશનવ વોટર વે 2).

- રસ્તામાં 27 નદીઓ આવે છે. ગંગા, ભાગીરથી, હુગલી, વિદ્યાવતી, માતલા, સુંદરવન રિવર સિસ્ટમ-5, મેઘના, પદ્મા, જમુના અને બ્રહ્મપુત્ર જેવી 27 નદી વચ્ચે આવે છે.

આ ક્રૂઝ 5 રાજ્ય અને બાંગ્લાદેશમાંથી તેની યાત્રા દરમિયાન પસાર થશે: યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બાંગ્લાદેશ. વારાણસી, પટના, કોલકાતા, ઢાકા, ગુવાહાટી, ડિબ્રુગઢ સહિત 50 મુખ્ય પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.

ગંગા રીવર ક્રુઝ સંપૂર્ણ માહિતી વિડીયો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |