ગદર 2 : ગદર ૨ ના શુટીંગ દરમિયાનનો એક એકશન સીન હાલ સોશીયલ મિડિયામા વાયરલ થઇ રહ્યો છે. અભિનેતા સની દેઓલ અને અમીષા પટેલ ની વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ગદર ખૂબ જ હિટ નીવડી હતી અને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે આ હિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથા ની સિક્વલ સાથે લોકપ્રીય કલાકારો સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર પોતાનો જાદુ ચલાવવા ગદર-૨ મા આવી રહ્યા છે, આ ફીલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ગદર 2 ના શુટીંગનો એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકોની જુની ગદર ફીલ્મની યાદો તાજી થઈ ગઈ છે. લોકો અભિનેતા સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ જોવા માટે ઉત્સુક છે.
ગદર 2

ગદર 2 ના સેટ પરથી વાયરલ થયેલા આ એકશન સીન વીડિયોમાં સની દેઓલ પાઘડી પહેરેલો પઠાણી સૂટમાં જોવા મળે છે. જ્યારે અભિનેત્રી સિમરત કૌર અભિનેતાની બાજુમાં થાંભલા સાથે બાંધેલી જોવા મળે છે. જ્યારે બંને અભિનેતા બંદૂકો સાથે ખાકી વર્દીમાં સૈનિકોના મોટા જૂથ દ્વારા ઘેરાયેલા જોવા મળે છે. આટલું જ નહીં, સની દેઓલ પોતાની જાતને છોડાવતી વખતે જમીન પરથી પોલ ઉખેડી નાખે છે તેવો સીન જોવા મળે છે.
IMPORTANT LINK
Gadar 2 Trailer | Click here |
Home Page | Click here |