ચુંટણીમા ડિપોઝીટ જપ્ત થવી એટલે શું ? : હાલમા વિધાનસભાની ચુંટણીઓ પુરી થઇ છે. દરેક ચૂંટણીમા ઘણીવાર તમે સાંભળ્યું હશે કે ફલાણા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જવી જોઈએ કે પછી કોઈક ઉમેદવારને ડિપોઝિટ પાછી મળે એટલાય મત નથી મળ્યા. તો દરેક ચૂંટણીમાં ડિપોઝિટ આટલી મહત્ત્વની કેમ હોય છે?, શા માટે દરેક ઉમેદવારને પોતાના ડિપોઝિટ પરત મેળવવાની ચિંતા રહેતી હોય છે?, ચૂંટણીપંચ ઉમેદવારો પાસેથી કેટલી અને કેમ ડિપોઝિટ લે છે?
ચૂંટણીમાં ડિપોઝિટ કેટલી હોય છે ?
કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરે તો તેને 10 હજાર રૂપિયા ચૂંટણીપંચને ડિપોઝિટ તરીકે આપવા પડે છે. લોકસભાની ચૂંટણીમાં ડિપોઝિટ ની રકમ 25 હજાર રૂપિયા હોય છે, પરંતુ SC-ST વર્ગના ઉમેદવારને આ ડિપોઝિટ ની રકમમા છુટછાટ હોય છે તેમને અડધી રકમ એટલે વિધાનસભા માટે 5 હજાર અને લોકસભાની ચૂંટણી માટે સાડા 12 હજાર રૂપિયા ડિપોઝિટ ભરવી પડે છે. ડિપોઝિટ ની રકમ લેવા પાછળનો ચૂંટણીપંચનો તર્ક છે કે જો ડિપોઝિટ લઈએ તો ગંભીર ઉમેદવારો જ ચૂંટણીમાં ભાગ લે છે, જેથી ચૂંટણીપ્રક્રિયા સરળ બને.
READ ALSO: ખોટા વ્યક્તિને જો UPIમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા હોય તો પાછા મેળવવા શું કરવું

ડિપોઝિટ ની રકમ પરત મેળવવા કેટલા મત મેળવવા જરૂરી?
ચુંટણીમા ડિપોઝીટ ની રકમ પરત મેળવવા અમુક ચોક્કસ ટકા મતો મેળવવા જરુરી હોય છે. ર્ચૂંટણીમાં જો ઉમેદવાર કુલ મતદાનના 16.6 ટકા મત મેળવે તો એ ડિપોઝિટ ની રકમ પરત મેળવવાનો હકદાર કહેવાય. ઉદાહરણથી સમજીએ જો ચૂંટણીમાં કુલ એક લાખ વોટ પડ્યા હોય તો જેને ૧૬,૬૬૬ મત મળે તો તેને જ ડિપોઝિટ પરત મળી શકે.
અપવાદરુપ કિસ્સામા ડિપોઝીટ ક્યારે પરત ક્યારે મળે ?
- ચૂંટણીપંચે નક્કી કરેલા સમયમાં જો કોઇ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચે
- કોઈ કારણસર કોઇ ઉમેદવારની ઉમેદવારી રદ થાય
- મતદાન પહેલાં કોઇ ઉમેદવાર મૃત્યુ પામે
- કોઈ ઉમેદવાર 16.6 ટકા મત ન મેળવે છતાં તે જીતી જાય
વિધાનસભા ચુંટણીમા કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ ?
આ વખતે વિધાનસભા ચુંટણીમા ગુજરાતના 33 જિલ્લામાંથી 22માં કોંગ્રેસને એકપણ સીટ નથી મળી, તો આમ આદમી પાર્ટીને 5 બેઠક પર જીત થઇ છે. એટલે તેના 128 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ, તો કોંગ્રેસના પણ 44 ઉમેદવાર ડિપોઝિટ બચાવી ન શક્યા. ચૂંટણીમાં લાખો ખર્ચતા ઉમેદવાર માટે ડિપોઝિટના 5-10 હજાર રૂપિયા પાછા ન મળે તો મોટી વાત ન કહેવાય, પણ ડિપોઝિટ જપ્ત થાય એ રાજકીય પ્રતિષ્ઠા પર અસર કરે છે. જો કે ઘણા ઉમદવારો જીત્યા બાદ પણ મોટું મન રાખીને ડિપોઝિટની રકમ પરત લેવા જતા નથી.