ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક: Driving Licence પરીક્ષા માટે ઉપયોગી PDF, ફ્રી ડાઉનલોડ કરો

By | January 22, 2023

ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક: Driving License Exam book 2023: ભારતમા રોડ પર કોઇ પણ વાહન જેમ કે બાઇક, ફોર વ્હીલર કે ટ્રક જેવા હેવી વાહન ચલાવવા માટે ડ્રાઇવીંગ લાયસન્સ ફરજીયાત છે. આજે આ આર્ટીકલ મા જાણીએ ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા ની પ્રોસેસ. ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા માટે સૌ પ્રથમ ડ્રાઇવીંગ લાયસન્સ કોમ્યુટર પરીક્ષા આપવાની હોય છે,તેમા પાસ થયા બાદ લર્નીંગ લાયસન્સ આપવામા આવે છે. અને થોડા દિવસો બાદ જે વાહન ચલાવવાનુ લાયસન્સ કઢાવવુ હોય તે વાહન ચલાવવાની ટેસ્ટ આપવાની હોય છે. કોમ્પ્યુટર પરીક્ષા આપવા માટે અગત્યના પ્રશ્નો ની PDF બુક આ પોસ્ટમા આપેલી છે. જે પ્રશ્નો આપને ખૂબ ઉપયોગી બનશે.

ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક

પોસ્ટ નામડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બૂક
વિષયઉપયોગી PDF બુક
વિભાગRTO
ફાયદાપરીક્ષા આપવામાં સરળતા રહે
ઓફીસીયલ વેબસાઈટhttps://parivahan.gov.in/
ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક
ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક

Driving Licence કોમ્પ્યુટર પરીક્ષા

Driving Licence માટે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની હોય છે. કોમ્પ્યુટર ટેસ્ટ આપવી ફરજીયાત છે. ચાલો તો આપણે જાણીએ કે કોમ્પ્યુટર ટેસ્ટમાં કેવા પ્રશ્નો પુછાઇ શકે.

આ પણ વાંચો: નવુ સંસદભવન: કેવું હશે નવુ સંસદભવન, જુઓ અદભુત PHOTOS

ડ્રાઇવિંગ લાયસન્સ કોમ્પ્યુટર પરીક્ષા નિયમો

 • હાલ કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે એક ઉપયોગી PDF ફાઈલ આ પોસ્ટમા આપેલી છે જે લેખની છેલ્લે આપેલ છે, તે વાંચજો.
 • કમ્પ્યુટરની ટેસ્ટમાં ટ્રાફીક નિયમો ને લગતા સવાલો હશે જે તમે તમે રસ્તાઓ પર જાઓ તે સમયે જોતા હોવ છો.
 • પ્રશ્ન સાથે ઓપ્શન પણ આપવામાં આવે છે, જેમાંથી તમારે સાચો જવાબ ટીક કરવાનો રહેશે.
 • RTO કોમ્પ્યુટર પરીક્ષા દરમિયાન 15 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી તમારે 11 પ્રશ્ન સાચા જવાબ આપવા ફરજીયાત છે તો જ તમે પરિક્ષામાં પાસ ગણાશો.
 • દરેક પ્રશ્ન માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે.
 • ઓનલાઈન આરટીઓ પરીક્ષા ટેસ્ટમાં જાવ ત્યારે એક ID પ્રૂફ આપવાનુ હોય છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્ન

 1. રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરવા ઉભા હોય ત્યારે તમે શું કરશો? : વાહન ઉભુ રાખી દઈ રાહદારી રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભી પછી આગળ વધશો.
 2. તમે સાંકડા નાળા પાસે પહોંચો છો, સામેથી નાળામાં બીજું વાહન પ્રવેશે છે તમે શું કરશો? : સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યારબાદ આગળ વધશો
 3. વાહને અકસ્માત કરી જયારે કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે : ઘાયલ વ્યક્તિને સારવાર મળે તે માટેના દરેક પગલાં લઈ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રીપોર્ટ લખાવશો.
 4. જે રોડ વન-વે તરીકે જાહેર થયેલ હોય ત્યાં : રીવર્સ ગીયરમાં વાહન ચલાવવું મનાય છે
 5. તમે કોઈ પણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકો છો? : આગળના વાહનની જમણી બાજુથી
 6. કાચાલાયસન્સની મુદ્દત કેટલી છે? : 6 મહિના
 7. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીએ શું કરવું? : રોડની જમણી બાજુએ ચાલવું
 8. ક્યાં વાહનને જવા માટે અગ્રતા આપવી? : એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર વાહન
 9. રાત્રી દરમિયાન જયારે રોડની સાઈડમાં વાહન થોભાવો ત્યારે? : વાહનની પાર્કિંગ લાઈટ ચાલુ કરવી
 10. ધુમ્મસ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? : વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે
 11. તમારી પાછળ જો એમ્બ્યુલન્સ નજુક આવી ગી હોય ત્યારે : ડ્રાઈવર પોતાના વાહન રોડની ડાબી બાજુમાં લઈને રસ્તો ખુલ્લો કરશે
 12. ટ્રાફિક સિંગલમાં લાલ લાઈટ શું દર્શાવે છે? : વાહન થોભાવો
 13. જ્યાં રસ્તો લપસણો છે તેવી નિશાની દેખાઈ ત્યારે ડ્રાઈવર : ગીયર બદલીને ગતિ ધીમી કરશે.
 14. ક્યાં સંજોગોમાં ઓવર ટેકિંગ કરવાની મનાઈ છે? : અન્ય ટ્રાફિકને જયારે ભય ઉભો થાય તેવી શક્યતા હોય ત્યારે
 15. PUC સર્ટીફીકેટની મુદ્દત કેટલી છે? : 6 મહિના
 16. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેકિંગ કરવું? : માન્ય નથી
 17. નશો કરીને ડ્રાઈવિંગ કરવું? : કોઈપણ વાહનમાં મનાઈ છે
 18. પાછળનું દ્રશ્ય જોવાનો અરીસો શા માટે વયારાય છે? : પાછળથી આવતા વાહનો જોવા
 19. વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચઢવું : ના
 20. જયારે વાહનમાં બળતણ (પેટ્રોલ / ડીઝલ / ગેસ) ભરતા હોય ત્યારે : ધુમ્રપાન કરવું નહી

આ પણ વાંચો: ભાડાકરાર જાણવા જેવું: ભાડાકરાર શા માટે ૧૧ મહિનાનો જ હોય છે.

Driving Licence પરીક્ષા માટે ઉપયોગી બૂક અને એપ્લીકેશન નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.

Driving Licence કોમ્પ્યુટર પરીક્ષા માટે ઉપયોગી બૂકPDF HERE
હોમ પેજ જાઓઅહિયાં ક્લિક કરો

FAQ વારંંવાર પૂછાતા પ્રશ્નો

Driving Licence માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

Ans: ગુજરાતમાં Driving Licence માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

ગુજરાતમાં નાગરિકોને DRIVING LICENCE માટે કઈ ઓફીસીયલ વેબસાઈટ છે?

Ans: વાહન અને વ્યવહાર માટે તમામ કામગીરી અને LICENCE માટે વેબસાઈટ https://parivahan.gov.in/ છે.

One thought on “ડ્રાઇવિંગ લાયસન્સ પરીક્ષા બુક: Driving Licence પરીક્ષા માટે ઉપયોગી PDF, ફ્રી ડાઉનલોડ કરો

 1. Pingback: Age Calculator 2023: તમારી જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો; વર્ષ,મહિના,દિવસો અને મિનિટમા બતાવશે ઉંમર - TETHTATGURU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *