ધોનીનુ ફાર્મ હાઉસ: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્રદ્રસિંઘ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી તેને ૨ વર્ષ જેવો સમય થઇ ગયો છે પરંતુ ક્રિકેટ પ્રેમીઓમા હજુ તેની લોકપ્રિયતા એવી જ છે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાને ત્રણવાર આઈસીસી એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ધોની આઈપીએલમાં પોતાની ટીમ ચેન્નઇ સુપર કિંગ ને અત્યાર સુધીમાં ચારવાર ચેમ્પિયન બનાવી ચૂક્યા છે.
ધોનીનુ ફાર્મ હાઉસ

મહેન્દ્રસિંહ ધોનીનું પોતાનું રાંચીમા એક આલીશાન ફાર્મ હાઉસ પણ છે અને અવાર નવાર તેના ફાર્મ હાઉસની તેના ચાહકોમા ચર્ચા થયા કરે છે. રાંચીના રિંગરોડ પર આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ એટલું સુંદર તમામ સુવિધાયુક્ત વિશાળ છે કે તેને બનાવવામાં જ ત્રણ વર્ષ જેવો સમય લાગ્યો છે. 7 એકરમાં ફેલાયેલા આ ફાર્મને ધોનીએ પોતે જ ડિઝાઈન કર્યું હતું. આ ફાર્મ તમામ પ્રકારની સુવિધાઓ થી સજજ છે.
ધોનીનુ ફાર્મ હાઉસ મા સુવિધાઓ
ધોનીના આ ફાર્મહાઉસમાં ઇન્ડોર સ્ટેડિયમ પણ છે, જેનો ઉપયોગ માહિ અલગ-અલગ રમતો માટે કરે છે. ધોની અને સાક્ષીનાં બેડરૂમને આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેણે ડાર્ક બ્રાઉન કલરના હેડબોર્ડ ની સામે વિશાળ બેડ છે જે લગભગ છત સુધી છે.


આ પણ વાંચો: શિયાળામા મુલાયમ સ્કીન બનાવવા અપનાવો આ ઉપાયો

ધોનીનું ફાર્મ હાઉસ ને ઈર્જા ફાર્મ નામ આપવામા આવ્યુ છે. ધોનીના ફાર્મમાં તરબૂચ, જામફળ, પપૈયું અને સ્ટ્રોબેરી જેવા ફળ અને શાકભાજી ઉગાડેલા છે. ફાર્મમાં તમામ સુવિધાઓથી સજજ કરવામા આવ્યુ છે. તેમા જિમ, સ્વિમિંગ પુલ, પ્રેક્ટિસ માટે પાર્ક અને ઇન્ડોર એક્ટિવિટીની સુવિધા પણ છે. ફાર્મનો મોટો ભાગ લીલી લોન અને વિવિધ પ્રકારના ઝાડપાનથી ગાર્ડન આચ્છાદિત છે. ફાર્મમાં રહેવા માટે તમામ વ્યવસ્થાઓથી સજજ કરવામા આવ્યુ છે. લિવિંગ રૂમ પણ છે. ધોનીની પત્ની સાક્ષી અવાર નવાર તેમના આ ફાર્મના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

મહેંદ્રસિંઘ ધોની કાર અને બાઇક્ના શોખીન છે. તેમના ફાર્મમા કાર અને બાઇક રાખવા માટે અલગ જગ્યા રાખવામા આવી છે. ધોની પાસે જેટલી કાર અને બાઇક છે તે બધી અહિં રાખવામા આવી છે.


Home page | Click here |
Join our whatsapp Group | Click here |