CRPF Bharti: CRPF મા આવી 1458 જગ્યાઓ પર ભરતી, મળશે ઉંચુ પગારધોરણ; છેલ્લી તારીખ ૨૫ જાન્યુઆરી

By | January 16, 2023

CRPF Bharti: સેન્ટ્રલ રિઝર્લ પોલીસ ફોર્સ (CRPF)માં નવી ભરતી બહાર પડી છે. જેમા ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) ના પદો માટે ભરતી જાહેરાત આવેલી છે. જેમાં ASI ની કુલ 143 જગ્યાઓ અને હેડ કોન્સ્ટેબલમાં 1315 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું વિચારી રહેલા યુવાનો માટે સારી તક છે. આ ભરતી પરીક્ષામાં ભારતના નાગરિક હોય તેવા યુવાનો અરજી કરી શકે છે. આ ભરતીમાં ભાગ લેવા માટે તથા ભરતી પ્રક્રિયા,અરજી કરવાની તારીખો,અરજી કરવાની લીંક,પગાર ધોરણ વગેરે તમામ માહિતી આ લેખમા મેળવીએ.

CRPF Bharti
CRPF Bharti

આ ભરતી પરીક્ષામાં રસ ધરાવતા અને અરજી કરવા માંગતા ઉમેદવારો CRPF ની ઓફીસીયલ વેબસાઇટ https://crpf.gov.in/recruitment.htm પર ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી પરીક્ષામાં પુરુષ અને મહિલા બન્ને ઉમેદવારો અરજી કરી શકે છે. જેના માટે આ ભરતીની કેટલીક મહત્વની વિગતો આ પ્રમાણે રહેશે.

CRPF Bharti અગત્યની વિગતો

પગારધોરણ

આ ભરતીમા 7મા કેન્દ્રીય પગારપંચ પ્રમાણે આ ભરતીમાં ASI (સ્ટેનો) પોસ્ટ માટે પે લેવલ 05 પ્રમાણે પે મેટ્રિક્સ 29200-92700 રૂપિયા રહેશે. જ્યારે હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) પદ માટે પે લેવલ 04 રહેશે અને પે મેટ્રિક્સ 25500-81100 રહેશે.

READ ALSO: Junior clerk Exam Hall Ticket 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર 2023

વય મર્યાદા

આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર ઓછામા ઓછી ઉમર ૧૮ વર્ષ જ્યારે વધુમા વધુ ઉમર ૨૫ વર્ષની હોવી જોઇએ. વધુ વિગતો માટે ઓફીસીયલ નોટીફીકેશન વાંચવુ.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમા અરજીફોર્મ ભરવા માગતા ઉમેદવારો ઈન્ટરમિડિયેટ (10+2) અથવા સમકક્ષ પરીક્ષા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી પાસ થયેલા હોવા જોઈએ.

અગત્યની તારીખો

  • ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ; ૦૪-૦૧-૨૦૨૩
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૫-૦૧-૨૦૨૩

પરીક્ષા કેન્દ્રો

આ ભરતી પરીક્ષાના computerbased પરીક્ષા માટે ગુજરાતમા નીચેના શહેરોમા પરીક્ષા કેંદ્રો હશે.

  • અમદાવાદ
  • આણંદ
  • ગાંધીનગર
  • હિંમતનગર
  • જામનગર
  • મહેસાણા
  • રાજકોટ
  • સુરત
  • વડોદરા
  • વલસાડ
  • વાપી

અગત્યની લીંક

ડીટેઇલ નોટીફીકેશન PDFઅહિં ક્લીક કરો
ઓનલાઇન અરજી લીંકઅહિં ક્લીક કરો

અરજી કરવાની પ્રક્રિયાઃ અરજી કરવા માટે https://crpf.gov.in.htm વેબસાઈટ પર જઈને Recruiement>View All > Ministerial staff ‘Apply’ કરી શકો છો. આ ભરતી અરજીથી જાહેરાતનો વધુ અભ્યાસ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *