સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023: સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની માટે મળશે રૂ.20000 ની સહાય

By | January 15, 2023

સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023: Competitive exam coaching sahay yojna 2023 : રાજ્યમા સરકારી ભરતી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામા આવતી હોય છે. જેવી કે તલાટે મંત્રી, ક્લાર્ક, ટેટ, GPSC, ગૌણ સેવા ની વિવિધ પરીક્ષાઓ વગેરે.. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યુવાનો કોચીંગ ક્લાસ જોઇન કરતા હોય છે. જેની ફી ભરવા માટે ઉમેદવારોને આર્થીક મદદ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના હેઠળ રૂ.૨૦૦૦૦ સુધી સહાય આપવામા આવે છે.

સરકારની આ સહાય કેટેગરી વાઇઝ મળતી હોય છે, જેમાં SC , ST , OBC તથા EWS ના વિદ્યાર્થીઓને સહાય મળતી હોય છે. વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂર્ણ હોવું જોઈએ. જ્યારે વર્ગ-૩ કક્ષાની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 પાસ હોવું જોઈએ. જેમાં નિયત કરાયેલ પાસીંગ માર્કસ હોવા પણ જરૂરી હોય છે.

સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023
સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023
યોજના નું નામસ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય
સહાયરૂ. 20,000/- સહાય મળે છે
રાજ્યગુજરાત
ઉદ્દેશSEBC વિદ્યાર્થીઓને કોચીંચ સહાય
લાભાર્થીસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ
અરજી નો પ્રકારઓનલાઈન અરજી કરવાની હોઈ છે.
અરજી કરવા માટે e-samajkalyan
સમ્પર્કઅહીંયા ક્લિક કરો

આ પણ વાંચો; Gujarat CMO Office whatsapp No. / હવે ડાયરેકટ મુખ્યમંત્રી કાર્યાલય ને ફરીયાદ અરજી કરી શકસો. /જાહેર કર્યો whatsapp નંબર /જાણો સંપૂર્ણ પ્રોસેસ

સ્પર્ધાત્મક પરીક્ષા કોચીંગ સહાય યોજના પાત્રતા

આ યોજના માટે સરકાર નાં esamaj Kalyan Portal પર હાલ ઓનલાઈન અરજી કરવાની છે.જેમાં માટેસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર રહેશે.

 • વિદ્યાર્થી ગુજરાત રાજ્ય ના વતની હોવો જોઇએ.
 • વિદ્યાર્થી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવો જોઈએ.
 • તાલીમાર્થી વિદ્યાર્થીને આ સહાય નો લાભ ક્લાસ પૂર્ણ કર્યા બાદ મળવાપાત્ર રહેશે.
 • ભરતી માટે જે શૈક્ષણિક લાયકાત માંગેલી હોય તેમા ૫૦ % થી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
 • તાલીમાર્થી વિદ્યાર્થીમાં પુરૂષ તાલીમાર્થી ની ઉંમર મહત્તમ 35 વર્ષ સુધી હોવી જોઈએ.
 • તાલીમાર્થી વિદ્યાર્થીમાં સ્ત્રી તાલીમાર્થી ની ઉંમર મહત્તમ 40 વર્ષ સુધી હોવી જોઈએ.
 • ઉમેદવારને આ યોજનાનો લાભ માત્ર એક વખત જ મળવાપાત્ર છે.

સ્પર્ધાત્મક પરીક્ષા કોચીંગ સહાય યોજના સંસ્થા પાત્રતા ધોરણો

કોઈપણ વિદ્યાર્થીને સહાય આપવાની હોય છે,તે પહેલા સંસ્થા પોતે યોગ્ય ધારાધોરણ પૂર્ણ કરતી હોવી જોઈએ. જેમાં સંસ્થા નુ રજીસ્ટ્રેશન થયેલુ હોવુ જોઇએ. જીએસટી,પાન નંબર, ફાયર સેફટી ,હાજરીપત્રક, કોવિડ ગાઈડલાઈન પાર્કિંગ, વેરો વગેરે આધાર પૂરાવાઓ અપ ટુ ડેટ હોવા જોઈએ. હાલમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના ઓબીસી કેટેગરીમાંથી આવે છે. જેથી આ વિદ્યાર્થીઓને સરકાર તરફથી સહાય મળવાનું શરૂ થતા કોચીંગ ક્લાસની ફી મા રાહત મળતી થઈ છે.

આ પણ વાંચો; E-Nagar /નગરપાલિકાને લગતા 52 થી વધુ કામ કરો ઘરે બેઠા ફોનમા, જાણો Full Detail માહિતી

 • કોચિંગ ક્લાસ પબ્લિક ટ્રસ્ટ એક્ટ-2013 હેઠળ અથવા તો સહકારી કાયદા હેઠળ માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
 • કોચિંગ આપતી સંસ્થા નું પાનકાર્ડ નંબર હોવુ જરૂરી છે.
 • કોચિંગ આપતી સંસ્થા GST number ધરાવતી હોવી જોઈએ.
 • કોચિંગ આપતી સંસ્થા 3 વર્ષ કરતા વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ.
 • કોચિંગ આપતી સંસ્થા મા વિદ્યાર્થીઓ ની હાજરી પુરવા માટે બાયોમેટ્રીક મશીન હોવું જરૂરી છે.
 • કોચિંગ આપતી સંસ્થા નું મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ-1950 અને કંપની અધિનિયમ-1956 હેઠળ નોંધણી હોવી જરૂરી છે.
 • કોચિંગ આપતી સંસ્થા નું Shop And Establishment Act-1948 મુજબ રજિસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.

અગત્યની લીંક

SEBC વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય ઠરાવઅહિં ક્લીક કરો
e samaj kalyan portalઅહિં ક્લીક કરો
SEBC વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય નોટીફીકેશન 2023અહિં ક્લીક કરો
Home pageઅહિં ક્લીક કરો
સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023 નોટીફીકેશન
સ્પર્ધાત્મક પરીક્ષા સહાય યોજના 2023 નોટીફીકેશન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *