વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો : 5 Coldest cities of the world દેશના ઘણા રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે અને તાપમાન નો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, આવી ઠંડીમા લોકો ઠુંઠવાઇ રહ્યા છે. આટલા તાપમાન સામાનુ જનજીવન પર ઘણી અસરો પડી છે. જો તમને લાગે છે કે આ ઠંડી ખૂબ જ વધુ છે તો તમારે દુનિયાના 5 સૌથી ઠંડા શહેરો વિશે જાણવુ જોઈએ. આજે આપણે વિશ્વના 5 એવા શહેરો વિશે જાણીશુ જ્યાં ઠંડી લોહી જમાવી દે તેવી હોય છે, તેમ છતાં આ સ્થિતિ વચ્ચે લોકો અહીં રહે છે.

વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો
રેલોનાઇફ, કેનેડા (Yelloknife, Canada)

કેનેડા મા આવેલા યેલોનાઇફને અહીંના 100 શહેરોમાં સૌથી ઠંડુ શહેર ગણવામા આવે છે. અહીં સરેરાશ તાપમાન શૂન્યથી -27.9 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ હોય છે. તો લઘુત્તમ તાપમાન શૂન્યથી -51 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે.
અસ્તાના, કઝાકિસ્તાન (Astana, Kazakhstan)

કઝાકિસ્તાન મા આવેલુ અસ્તાના શહેર પોતાની મોટી અને આકર્ષક ઈમારતો માટે જાણીતું છે. અહીં શિયાળાની ઋતુ ખૂબ લાંબી અને કઠીન હોય છે. આ શહેરમા શિયાળામાં સરેરાશ તાપમાન માઈનસ -14.2 ડીગ્રી જેટલુ અને લઘુત્તમ તાપમાન માઈનસ -51.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે. નવેમ્બર અને એપ્રિલની વચ્ચે અહીં બધું જામી જાય છે. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકો આ શહેરમા રહે છે.
બૈરો, અમેરિકા (Barrow, Utqiagvik, USA)

અલાસ્કામાં આર્કટિક સર્કલની ઉપર આવેલુ બૈરો શહેરને હવે Utqiagvik નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ગરમી કે ઓછી ઠંડીવાળા દિવસો આખા વર્ષમા માત્ર 120 જ હોય છે. આ શહેર હંમેશા વાદળોથી ઢંકાયેલું રહે છે. અહીં સરેરાશ તાપમાન માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે અને લઘુત્તમ તાપમાન માઇનસ 49 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ નોંધાય છે. અહીં એટલી ઠંડી હોય છે કે સમુદ્રનું પાણી પણ ઘણી વખત જામી જાય છે.
ઉલાનબાતોર, મંગોલિયા (Ulan Bator, Mangolia)

ઉલાનબાતોરને દુનિયાની સૌથી ઠંડી રાષ્ટ્રીય રાજધાની કહેવામાં આવે છે. અહીં ગરમી તો ખૂબ જ પડે છે સાથે-સાથે ઠંડી પણ ખૂબ પડે છે. ગરમીમાં અહીં મેક્સીમમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે તો ઠંડીમાં તાપમાન ઘટીને -42 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચુ પહોંચી જાય છે. અહીં જાન્યુઆરીમાં એવરેજ તાપમાન -24.6 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ રહે છે.
ઉત્તરી મિનેસોટા, યુનાઇટેડ સ્ટેટ્સ (North Minnesota, US)

ઉત્તરી મિનેસોટો શહેર પોતાની રેકોર્ડ બ્રેક હિમવર્ષા માટે જાણીતું છે. અહીં એવરેજ 71.6 ઇંચ વરસાદ થાય છે, જેના કારણે તેને આઈસ બોક્સ ઓફ ધ નેશન કહેવામાં આવે છે. અહીં તાપમાન શૂન્યથી 48 ડિગ્રી સેલ્સિયસ જેટલુ નીચુ પહોંચી જાય છે.
IMPORTANT LINK
Home page | Click here |
Join our whatsapp Group for Latest Updates | Click here |