ઠંડીની આગાહી: આવનારા દિવસોમા પડશે હાડ થીજાવતી ઠંડી, જાણો શું કરી હવામાન વિભાગે આગાહી

By | January 16, 2023

ઠંડીની આગાહી: આજકાલ ગુજરાતમા હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહિ છે. ત્યારે આવનાર 5 દિવસોમા કેવું હવામાન રહેશે તેની હવામાન વિભાગે આગાહિ કરી છે. હમણા દરેક જિલ્લાઓમ અખૂબ જ ઠંડી પડી રહિ છે. લોકો ઠંડીથી બચવા માટે અલગ-અલગ ઉપાયો અજમાવી રહ્યા છે.

 • આગામી 5 દિવસ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
 • આગામી 5 દિવસ હજુ પણ રાજ્યમાં ઠંડી રહેશે યથાવત
 • કચ્છ જિલ્લામા આજે અને આવતી કાલે કોલ્ડ વેવ રહેશે.
ઠંડીની આગાહી
ઠંડીની આગાહી

રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અને દરેક જિલ્લામા ઠંડી ભુક્કા બોલાવી રહિ છે. શિયાળો હાલ પિક પર છે ત્યારે છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગુજરાત જાણે જમ્મૂ બન્યું હોય તેવી સ્થિતી ઉભી થઇ છે. ઠંડીથી લોકો ઠૂંઠવાઇ રહ્યા છે. ત્યારે હજુ પણ 5 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. તેવી હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. બીજી તરફ કચ્છમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.

READ ALSO: Junior clerk Exam Hall Ticket 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર 2023

ઠંડીની આગાહી

રાજયમા ઠંડીને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં કડકડતી ઠંડી નો ચમકારો જોવા મળશે. જેમાં પણ આગામી એક દિવસ ઠંડી મા ભારે ઉછાળો આવશે. ત્યારબાદ તાપમાનમાં વધારાને લઈને ઠંડીમાં સામાન્ય ઘટાડાની શક્યતા જોવા મળી રહી છે. એટલે કે એક દિવસ ઠંડી મા વધારો થયા બાદ 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થતા ઠંડી સામાન્ય ઘટી શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં વધુ ઠંડી પડી રહિ છે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું.

રાજયમા આજના તાપમાન

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં બે દિવસ માટે કોલ્ડવેવની પણ આગાહી કરાઈ છે. જેને લઈને આજે અને આવતી કાલે કોલ્ડ વેવ રહેશે.નલિયામાં ગઈકાલે 1 ડિગ્રી જ્યારે આજે 2 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું હતુ. ઉપરાંત પોરબંદર અને રાજકોટમાં પણ આજે કોલ્ડ વેવની સારી એવી અસર જોવા મળી રહી છે. તો જામનગરમાં પણ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદ 7.6 ડિગ્રી આસપાસ નોંધાયું. જ્યારે ગાંધીનગર. 5.3 . સુરત. 12.2. રાજકોટ. 7.3 અને વડોદરા. 10.4 ડિગ્રી નોંધાયું તો પોરબંદર. 6.2. સુરેન્દ્રનગર. 8.7 મહુઆ. 9.5 . ડીસા. 7. નલિયા. 2 ડિગ્રી નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

 • જામનગર – 5.7 ડીગ્રી
 • અમદાવાદ – 7.6 ડિગ્રી
 • ગાંધીનગર – 5.3 ડિગ્રી
 • સુરત – 12.2. ડિગ્રી
 • રાજકોટ – 7.3 ડિગ્રી
 • વડોદરા – 10.4 ડિગ્રી
 • પોરબંદર – 6.2 ડિગ્રી
 • સુરેન્દ્રનગર – 8.7 ડિગ્રી
 • મહુવા – 9.5 ડિગ્રી
 • ડીસા – 7 ડિગ્રી
 • નલિયા – 2 ડિગ્રી

IMPORTANT LINK:

હોમ પેજઅહિંં ક્લીક કરો
Join whatsapp Groupઅહિંં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *