ChatGPT: જાણો ChatGPT શું છે, શું છે તેના ફાયદા

By | February 5, 2023

ChatGPT: જાણો ChatGPT શું છે: How to use ChatGPT આજકાલ ChatGPT ને લઇ ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. અંગ્રેજી ભાષામાં Chat GPTનું પુરૂ નામ Chat Generative Pretrend Transformer છે. તે ઓપન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે જે એક પ્રકારનો ચેટ બોટ છે. ChatGPT આવ્યા પછી ગુગલની જરૂર રહેશે કે કેમ તે પ્રશ્ન છે ?

ChatGPT
ChatGPT

હાલ વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇંટેલીજન્સ અને નવી નવી શોધોના કારણે, આપણા ઘણા કાર્યો સરળ બની રહ્યા છે. થોડા સમયથી , ChatGPTના આગમનથી ચકચાર મચી ગઈ છે. AI ટેક્નોલોજીથી સજ્જ Chatbot ChatGPT, ગયા વર્ષે ૨૦૨૨ મા નવેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને માત્ર 2 મહિનામાં તેના યુઝર્સની સંખ્યા 100 મિલિયન સુધી પહોંચી ગઈ હતી અને તે ઈન્ટરનેટના ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી એપ્લિકેશન બની હતી. આટલી જબરદસ્ત લોકપ્રિયતા અને સફળતા છતાં, ChatGPT વિશે હલચલ મચી ગઈ છે. કારણ કે માનવામાં આવે છે કે તેના કારણે ઘણી નોકરીઓ પર ખતરો મંડરાવવા લાગ્યો છે.

શું છે Chat GPT?

અંગ્રેજી ભાષામાં Chat GPTનું પુરૂ નામ Chat Generative Pretrend Transformer છે. તે ઓપન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે અને તે એક પ્રકારનો ચેટ બોટ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે જ તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજી પર કામ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, તમે તેના દ્વારા સરળતાથી શબ્દોના ફોર્મેટમાં વાત કરી શકો છો અને તમને કોઈપણ પ્રકારના પ્રશ્નોના જવાબો તુરંત મળી શકે છે. જો આપણે તેને એક પ્રકારનું સર્ચ એન્જિન કહીએ તો પણ કહી શકાય.

READ ALSO: Jantri Rate 2023: જંત્રી એટલે શું, જંત્રીના દર ક્યાંથી જાણવા મળે; દસ્તાવેજમાં જંત્રીનુ કેટલું હોય છે મહત્ત્વ? જાણો જંત્રી વિશે તમામ માહિતી

Chat GPT હમણાં જ થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવ્યું છે. તેથી, તે હાલમાં માત્ર અંગ્રેજી ભાષામાં ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ છે. જો કે, આગળ જતાં, અન્ય ભાષાઓ પણ ઉમેરાઇ શકે છે. તમે આ ટેકનોલોજીમા લખીને જે પણ પ્રશ્ન પૂછો છો, તે પ્રશ્નનો જવાબ તમને ચેટ GPT દ્વારા વિગતવાર પ્રદાન કરવામાં આવે છે. તે વર્ષ 2022માં 30 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે અને તેની ઓફીસીયલ વેબસાઇટ chat.openai.com છે. તેના યુઝર્સની સંખ્યા અત્યાર સુધીમાં લગભગ 2 મિલિયન સુધી પહોંચી ગઈ છે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ અનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશનને કારણે 2025 સુધીમાં 97 મિલિયન નવી નોકરીઓનું સર્જન થવાની શક્યતા છે. આ દરમિયાન, એવી આશંકા વધી રહી છે કે ChatGPTનું AI ખૂબ જ માનવીય રીતે અને રેકોર્ડ સમયમાં પ્રોમ્પ્ટ્સ અને પ્રશ્નોના જવાબ આપવા સક્ષમ છે અને જોબ માર્કેટને તેનાથી ખતરો ઉભો થઇ શકે છે. જોકે, એક વૈશ્વિક સલાહકાર ફર્મનું કહેવું છે કે રોબોટ માનવીની નોકરી છીનવી રહ્યા છે તેવી વિચારસરણીમાંથી બહાર નીકળવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *