Call Recording : આજના સ્માર્ટફોનના સમયમાં કોલ રેકોર્ડિંગ એ ખૂબ જ સામાન્ય અને માથાના દુખાવા સમાન થઈ ગયું છે, એન્ડ્રોઈડ સ્માર્ટફોનની વાત કરીએ તો તેમાં કોલ રેકોર્ડીંગ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. જો કે, ઘણા ફોનમા પહેલાંથી જ તેમના સ્માર્ટફોનમાં વૉઇસ કૉલ રેકોર્ડ કરવાની સુવિધા ઇનબિલ્ટ જ હોય છે. જે એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે જેમાં આ ફીચર નથી, ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સ ઉપલબ્ધ છે જેનાથી સરળતાથી વોઇસ કોલ રેકોર્ડ કરી શકાય છે. ઘણી વખત આપણો ફોન સામે રેકોર્ડ થઇ રહ્યો છે કે કેમ તે જાણવુ ખૂબ જ જરુરી બની જતુ હોય છે.
Call Recording
ધારો કે જો કોઈ વ્યક્તિ કોઈની ખાનગી વાત કરી રહ્યું છે અને તે દરમિયાન તેનો Call Record થઈ રહ્યો છે, તો આવી પરિસ્થિતિમાં તેના માટે સમસ્યા ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ફોન કરતી વખતે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારો કોલ રેકોર્ડ તો નથી થઈ રહ્યો ને અને જો ફોન મા વાત કરવામા કોઇ સમસ્યા આવી રહિ છે તો તમારે સમજી લેવું જોઈએ. જો ફોન પર વાત દરમિયાન તમને લાગે કે દર થોડીક સેકન્ડ કે મિનિટે બીપ ટોન આવી રહી છે, તો તમારે સમજવું જોઈએ કે કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: ચલણી નોટ પર કઇ લખેલુ હોય તો તે સ્વિકારવી કે નહિ ? દૂર કરો તમારુ કન્ઝ્યુઝન/ જાણો શુ છે RBI નો નિયમ
હાલ રેડમી ફોનના નવા ફીચર અનુસાર તમે જેનો ફોન રેકોર્ડ કરી રહ્યા હોય તેને ફોન રીસીવ કરતા જ તમારો ફોન રેકોર્ડ થઇ રહ્યો છે તેવુ એલર્ટ આપી દયે છે.
બીપ ટોન નો અવાજ
કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે ઓળખવાની આ સૌથી સરળ રીત છે. વૉઇસ કૉલની શરૂઆતમાં અથવા જ્યારે વચ્ચે વચ્ચે બીપ ટોન નો અવાજ આવે ત્યારે કૉલ રેકોર્ડિંગની શક્યતા હંમેશા રહે છે. કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે કે નહીં તે ઓળખવાની બીજી રીત એ છે કે તમે કોઈને કૉલ કર્યો છે અને તેણે તમારો કૉલ સ્પીકર પર મૂક્યો છે કે કેમ ? તો તમારે સમજી જવુ જોઇએ કે તમારો કૉલ રેકોર્ડ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે સૌથી સહેલો રસ્તો એ છે કે વોઈસ કોલને સ્પીકર પર રાખીને રેકોર્ડ કરવો. આમાં શું થાય છે કે કોલ દરમિયાન રેકોર્ડર અથવા અન્ય ફોન નજીકમાં રાખીને કોલ રેકોર્ડ કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમને વિશ્વાસ ન હોય કે તે વ્યક્તિ તમારી સાથે સ્પીકર પર વાત કરી રહી છે, તો તમારે એલર્ટ થઇ જવુ જોઇએ કે તમારો કૉલ રેકોર્ડ થઈ શકે છે.
આ પણ વાંચો: અનિદ્રા ઉપાયો / રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી ? અજમાવો આ ઉપાયો / ઘસઘસાટ આવી જશે ઊંઘ
મોબાઈલ યુઝ કર્યા વગર એક્ટિવેટ થવું
જો તમે મોબાઈલનો વપરાશ નથી કરી રહ્યા, અને તમારા ફોનમાં કોઈ પ્રકારની નોટિફિકેશન પણ નથી આવતી. છતાં પણ તમારા ફોનની સ્કિન પર લાઇટ ઓન થઇ જાય અથવા ફરી અચાનક કેમેરો શરુ થઇ જાય તો એને ઇગ્નોર ન કરવુ જોઇએ. કારણ કે આ રીતે તમારા મોબાઈલ ફોનની જાસૂસી પણ થઇ શકે છે. જો કે ઘણી વખત ખિસ્સા માં મુકેલ મોબાઈલ મ કઇ પણ ટચ થવાથી ફોનની સ્ક્રીન ઓન થઇ જવી એ સામાન્ય છે.
