અવતાર-૨ ફિલ્મ : AVATAR-2 the Way of Water ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. મળતા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે 14 દિવસમાં એક અબજ ડોલર એટલે કે લગભગ 8300 કરોડની કમાણી કરી છે.
- AVATAR-2 the Way of Water વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
- આ ફિલ્મે 14 દિવસમાં લગભગ 8300 કરોડનો બિઝનેસ કર્યો
- 16 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થયેલી AVATAR-2 ફિલ્મ દર્શકોની પસંદ બની છે.
ડાયરેક્ટર જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ દુનિયાભરના દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. 16 ડિસેમ્બરે વિશ્વભરમાં આ ફિલ્મ રિલીઝ થઇ હતી. અવતાર ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહિ છે. આ જ કારણ છે કે આ ફિલ્મે તેની રિલીઝના માત્ર 14 દિવસમાંએટલી કમાણી કરી છે કે ૨૦૨૨ ના વર્ષમા ભાગ્યે જ કોઇ ફિલ્મ આટલી કમાણી કરી શકી હશે.

અવતાર-૨ ફિલ્મ
અવતાર-૨ ફિલ્મ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી શરુઆત કરી હતી. પહેલા દિવસે જ જેમ્સ કેમરૂનની આ અવતાર લોકોને પસંદ આવી છે. બોક્સ ઓફિસ પર ૧૧ કરોડની કમાણી સાથે શરુઆત કરી હતી. વીકેન્ડ સુધી આ ફિલ્મની કમાણી વધી છે પરંતુ વર્કિંગ ડે સોમવાર આવતાની સાથે જ ‘અવતાર ૨’ની કમાણી ઘટતી ગઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને ૧૨ દિવસ થઈ ગયા છે અને તેના ૧૨માં દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર તેને સર્કસ કરતાં વધુ કમાણી કરી છે.
જેમ્સ કેમેરોનની 2009ની ફિલ્મ ‘અવતાર‘ હજુ પણ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મે વિશ્વભરમાં $2.97 બિલિયન એટલે કે લગભગ રૂ. 25,000 કરોડનો બીઝનેશ કર્યો હતો. જાણકારો ના મતે ‘અવતાર 2’નો આ રેકોર્ડ તોડવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે કોવિડ મહામારી પછી હજુ સિનેમાઘરોમાં ફિલ્મ જોનારા લોકોની સંખ્યા હજુ પણ ઓછી છે.
‘અવતાર’ દ્વારા દિગ્દર્શક જેમ્સ કેમરોને પ્રેક્ષકોને પેન્ડોરા નામની જગ્યાનો પરિચય કરાવ્યો. આ સાયન્સ ફિક્શન ફિલ્મની સિક્વલ ‘અવતાર 2’માં પાંડોરામાં રહેતા લોકોની આગળની વાર્તા ચલાવવામા આવી છે. બધા મળીને પોતપોતાના શહેરને માણસોથી બચાવવામાં લાગેલા છે. જેમ્સે અવતાર ફિલ્મના આગળના ભાગ 3, 4 અને 5 બનાવવાની પણ જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મો 2024, 2026 અને 2028માં આવશે. સેમ વર્થિંગ્ટન, ઝો સલડાના અને કેટ વિન્સલેટ સાથે અન્ય હોલીવુડ કલાકારોએ ‘અવતાર 2’માં કામ કર્યું છે.
અવતાર 2 ફિલ્મ પરીચય
2009માં આવેલી અવતાર ફિલ્મ મા એ સ્ક્રીન પર પાંડોરાની કાલ્પનિક દુનિયાને એવી અનોખી શૈલીમાં રજૂ કરી કે લોકો દંગ રહી ગયા. 13 વર્ષ પછી લોકો ફરી એક વાર પાંડોરાને અવતાર-૨ ફિલ્મમા સ્ક્રીન પર જોઈ રહ્યા છે અને ફિલ્મને જે પ્રકારના રિવ્યુ મળી રહ્યા છે તેના પરથી લાગે છે કે ફેન્સને લાંબી રાહનું સંપૂર્ણ ફળ મળ્યું છે. જે લોકો પહેલા જ દિવસે ફિલ્મને જોઈ ચૂક્યા છે તેમણે પણ ટ્વિટર પર ઘણા સારા રીવ્યુ આપ્યા છે. ભારતમાં ‘અવતાર 2’ના બિઝનેસને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
IMPORTANT LINKS
AVATAR-2 FILM TRAILER | CLICK HERE |
Home Page | CLICK HERE |
Pingback: આયુષ્માન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ 2023: 10 લાખ સુધીની સારવાર મળશે મફત - TETHTATGURU