અનિદ્રા ઉપાયો: રાત્રે ઊંઘ ઘડીકમા ઊંઘ નથી આવતી, અજમાવો આ ઉપાયો; ઘસઘસાટ આવી જશે ઊંઘ

By | January 22, 2023

અનિદ્રા ઉપાયો : રાત્રે ઘણી વખત આપણે સૂતા પછી ઘડીકમાં ઊંઘ નથી આવતી અને પથારીમા પડખા ફેરવવા પડે છે. તો ઘણા લોકોને ટેન્શન ને લીધે પણ ધડીકમાંં ઊંઘ આવતી હોતી નથી. આજે આપણે આ લેખમાં તાતકાલીક સરસ ઊંઘ આવી જાય તે માટે શું ઉપાયો અજમાવી શકાય તેની માહિતી મેળવીશુ.

શ્વાસ લેવાની કસરત કરવી એ ઊંઘની સમસ્યાઓ માટે કુદરતી,સચોટ અને અસરકારક ઉપાય છે, આરોગ્ય નિષ્ણાતો ના મતે સારી ઊંઘ માટે રાત્રિની દિનચર્યામાં શ્વાસ લેવાની કેટલીક સરળ કસરતો કરવાની ભલામણ કરે છે.

  • ઊંઘ ન આવવાની સમસ્યામાં પેટનો શ્વાસ લેવાની કસરત ખૂબ જ ફાયદાકારક છે.
  • શ્વાસ લેવાની કસરત કરવાથી આપણા શરીરમાં મેલાટોનિન સ્લીપ હોર્મોન બહાર આવે છે
  • રાતે સૂતી વખતે કેફી પીણું પીવાનું હંમેશા ટાળવું જોઈએ
અનિદ્રા ઉપાયો
અનિદ્રા ઉપાયો

અનિદ્રા ઉપાયો

તમે સ્વસ્થ અને ખુશ રહેવા માગતા હોય તો, તંદુરસ્ત આહાર તો લેવો જ જોઈએ, સાથે-સાથે સારી અને યોગ્ય ઊંઘ લેવી પણ ખૂબ જ અગત્યની બની જાય છે. આજકાલ માણસોની જીવનશૈલી ઘણી હદ સુધી ઝડપી બની ગઈ છે, જેના લીધે મોટાભાગના લોકો યોગ્ય અને પુરતા પ્રમાણમા ઊંઘ લઈ શકતા નથી અને ઘણા લોકો ગંભીર ઊંઘની ઉત્પન્ન થતી વિકૃતિઓનો સામનો કરી રહ્યા છે. સ્વસ્થ શરીર માટે 7 થી 8 કલાકની પૂરતી અને ગાઢ ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. ઊંઘની અછત અથવા અનિદ્રા ને લીધે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

READ ALSO: Navodaya admission form class vi 2023

રાત્રે સારી ઊંઘ મેળવવા માટે, આરોગ્ય નિષ્ણાતો કેફીનયુક્ત પીણાં ન પીવા અને સૂવાના થોડા કલાકો પહેલાં મોબાઇલ ફોનમા સ્ક્રીન ટાઈમ ઘટાડવાની સલાહ આપે છે, પરંતુ જો તમે આ બધું અજમાવ્યું છે, અને છતા રાત્રે તરત ઊંઘ નથી આવતી તો અમે તમ્ને આજે એક કુદરતી ઉપાય બતાવીએ છીએ. જેને અનુસરીને તમે અનિંદ્રાથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ સારી ઊંઘ માટે શ્વાસ લેવાની કેટલીક ટેકનિક,

શ્વાસ લેવાની ટેકનીક ના ફાયદા

શ્વાસ લેવાની વિવિધ કસરતો માંસિક તણાવને ઓછો કરવા અને શરીરના સ્નાયુઓને આરામ કરવાની સૌથી સરળ અને અસરકારક રીતો પૈકીની એક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મત મૂજબ, સૂતા પહેલા શ્વાસ લેવાની કસરત કરવાથી ઊંઘની ગુણવત્તા સુધારી શકાય છે. શ્વાસ લેવાની કસરત કરવાથી આપણા શરીરમાં મેલાટોનિન સ્લીપ હોર્મોન બહાર આવે છે અને ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થઈ શકે છે.

અનિંદ્રાની સમસ્યામાં ફાયદાકારક શ્વાસ લેવાની ટેકનીક્ના પ્રકાર

બેલી શ્વાસ

બેલી શ્વાસ જેને પેટનો શ્વાસ પણ કહેવામ આવે છે. અનિંદ્રાની સમસ્યામાં ખૂબ જ અસરકારક છે. બેસીને અથવા સૂતી વખતે તમે સરળતાથી બેલી શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરી શકો છો. બેલી શ્વાસ લેવા માટે, એક હાથ તમારી છાતી પર રાખવો અને બીજો હાથ પેટની ઉપર રાખીને શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો અને પેટમાં શ્વાસ લઈને ધીમે ધીમે શ્વાસ છોડવો આ પ્રેકટીસ નિયમિત કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યામાંથી રાહત મળે છે અને તમે તણાવમુક્ત રહી શકીએ છીએ.

READ ALSO: રોનાલ્ડો નો પગાર અ…ધ..ધ / રોનાલ્ડો ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી / સાઉદી અરબ કરોડોમા નહિ અબજોમા આપશે સેલેરી

નસકોરામાં શ્વાસ

નસકોરી શ્વાસ લેવો એ પ્રાણાયામનું એક અલગ પ્રકાર છે, જેની પ્રેકટીસ કરવી ખૂબ જ સરળ છે અને ઊંઘની સમસ્યામાં અસરકારક પણ સાબિત થાય છે. અનુલોમ-વિલોમ પ્રાણાયામની જેમ જ નસકોરી શ્વાસનો પણ અભ્યાસ કરવાનો છે, આ માટે તમારે શાંતિથી અને સ્થિર બેસીને જમણા અંગૂઠા વડે જમણું નસકોરું બંધ કરવું પડશે અને ડાબા નસકોરામાંથી લાંબા ઊંડા શ્વાસ લેવાના રહેશે અને થોડી સેકંડ પછી તેને ઉલટાવી દો. લગભગ 6 સેકન્ડ સુધી એક નસકોરા દ્વારા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો. આમ કરવાથી ઊંઘની સમસ્યા દૂર થઈ શકે છે.

અનિદ્રા ઉપાયો વિડીયો અહિં ક્લીક કરો
Join our Whatsapp Group for Latest updateઅહિં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *