Aadhaar PAN linking: તમારુ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં? ચેક કરો ઘરેબેઠા ૨ મીનીટમા

By | February 20, 2023

Aadhaar PAN linking: સરકારે ઇંકમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સેવાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે ચેક કરો તમારા પાન અને આધાર લિંક છે કે નહીં.

સરકારે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સેવાઓનો લાભ લેવા માટે પાન-આધાર લીંક કરવાનુ ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના ડીરેકશન મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી નિષ્ક્રિય બની જશે.

Aadhaar PAN linking

પાન અને આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ IT રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સર્વીસીસ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી સૂચના CBDT દ્વારા આપી છે.

READ ALSO: ખેતીની જમીનના 7/12 અને 8-અ ના દાખલા ડાઉનલોડ કરવાની માહિતી 7/12 and 8-a land record download@anyror

આમ તો ઘણા લોકોએ આધાર પાન કાર્ડ લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ વાત ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર જવું પડશે.

આધાર-પાન લિંકિંગનું સ્ટેટ્સ કેવી રીતે ચકાસવું?

  • સૌ પ્રથમ incometax.gov.in વેબસાઇટ ની મુલાકાત લો.
  • https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
  • તેમા ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધો.
  • તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
  • જો તમારું પાન તમારા આધાર સાથે જોડાયેલું હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.
  • તમારો 10 અંકનો પાન નંબર > 12 આંકડાના આધાર નંબર સાથે લિંક થશે તે નંબર>.

પાનને તમારા આધાર સાથે લિંક કરવા માટેની પ્રોસેસ

  • દેશના આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/ની મુલાકાત લો
  • હોમપેજ પર ‘Quick Links’ સેક્શન હેઠળ ઉપલબ્ધ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.
    -ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે.
  • પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.
Aadhaar PAN linking
Aadhaar PAN linking

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *