1 મહિનાની વેલીડીટીવાળા પ્લાન : TRAIનાં આદેશ બાદ બધી ટેલીકોમ કંપનીઓએ એક મહિનાની વેલીડીટી વાળા અમુક પ્લાન લોન્ચ કર્યા છે, જાણો આ પ્લાન્સ વિષે વિસ્તૃત માહિતી. JIO રીચાર્જ પ્લાન, Airtel રીચાર્જ પ્લાન, VI રીચાર્જ પ્લાન, BSNL રીચાર્જ પ્લાન
મોબાઈલ કંપનીઓએ એક મહિનાની વેલીડીટીવાળા અમુક પ્લાન્સ લોન્ચ કર્યા છે જેના દ્વારા મોબાઈલનું સિમ કાર્ડ એક મહિના માટે એક્ટિવ જ રહેશે : અવારનવાર થતી ફરિયાદો ને લઈને TRAI એ એક મહિના એટલે કે 30 દિવસની વેલિડિટી સાથે તમામ મોબાઈલ કંપનીઓના રિચાર્જ પ્લાનની યાદી જાહેર કરી છે. ટ્રાઈના આદેશ બાદ મોબાઈલ કંપનીઓએ આ પ્લાનને તેમના પોર્ટફોલિયોમાં ઉમેર્યા છે. ચાલો આજે Jio, Airtel, Vi અને BSNLના કયા કયા પ્લાન કંપનીએ તેમના પોર્ટફોલિયોમાં ઉમેર્યા છે તેમની વિગતો જાણીએ.
1 મહિનાની વેલીડીટીવાળા પ્લાન
Jio, Airtel, Vi અને BSNL જેવી કંપનીઓએ ટ્રાઈના આદેશ બાદ એક મહિનાની વેલિડિટી સાથેના કેટલાક પ્લાન લોન્ચ કર્યા છે. એરટેલ, Jio, Vi અને BSNL તમામ ટેલિકોમ કંપનીઓએ ભૂતકાળમાં તેમના પોર્ટફોલિયોમાં આવા પ્લાન ઉમેરેલા હતા જ. આ તમામ પ્લાન એક મહિના એટલે કે 30 દિવસની વેલિડિટી સાથે આપવામાં આવે છે. TRAI એ તમામ કંપનીઓને ઓછામાં ઓછો એક એવો પ્લાન ઉમેરવા માટે કહ્યું હતું જેમાં 28 ના બદલે 30 દિવસ વેલીડીટી હોય.
આ પહેલા મોટાભાગના પ્લાન્સ માં 28 દિવસની જ વેલીડીટી આપવામાં આવતી હતી. મોટાભાગના યુઝર્સની ફરિયાદો હતી કે દરેક કંપનીએ ૩૦ દિવસની વેલીડીટી વાળો પ્લાન ચાલુ કરવો જોઈએ. યુઝર્સની ફરિયાદો બાદ ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને આવા રિચાર્જ પ્લાન જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જો કે 28 દિવસની વેલિડિટી સાથેના પ્લાન હજુ પણ મળી રહ્યાં છે.
Jioના 1 મહિનાના રીચાર્જ પ્લાન
ટ્રાઈના આદેશ પછી jio કંપનીએ તેના પ્લાનમાં 30 દિવસની વેલીડીટી વાળા બે નવા પ્લાન એડ કર્યા છે.
પ્રથમ પ્લાનમાં 259 રૂપિયામાં એક મહિનાની વેલીડીટી સાથે 1.5GB ડેટા, અનલિમિટેડ ફોન કોલ, રોજના 100 SMS અને Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.
બીજો પ્લાન જોઈએ તો 296 રૂપિયા માં 30 દિવસની વેલીડીટી 25GB ડેટા, અનલિમિટેડ ફોન કોલ અને રોજના 100 SMS મળશે અને તેની સાથે સાથે Jio એપનું સબસ્ક્રિપ્શન પણ ખરું.
રીચાર્જ પ્લાન અગત્યની લીંક
એરટેલ રીચાર્જ પ્લાન | અહિં ક્લીક કરો |
જિઓ રીચાર્જ પ્લાન | અહિં ક્લીક કરો |
BSNL રીચાર્જ પ્લાન | અહિં ક્લીક કરો |
VI રીચાર્જ પ્લાન | અહિં ક્લીક કરો |
હોમ પેજ પર જાઓ | અહિં ક્લીક કરો |
એરટેલના 1 મહિનાના રીચાર્જ પ્લાન
Airtel એ પણ બે પ્લાન લોન્ચ કર્યા છે જેમાં 128 અને 131 રૂપિયા ના બે અલગ અલગ પ્લાન તમે લઈ શકો છો.
જેમાં એરટેલના પોર્ટફોલિયોમાં રૂ. 128 અને રૂ. 131ના બે પ્લાન સામેલ છે. તમને 128 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી મળશે. જેમાં લોકલ અને STD કોલ 2.5 પૈસા પ્રતિ સેકન્ડના દરે મળી રહ્યાં છે.
તેની સાથે સાથે તે જ સમયે નેશનલ વિડિયો કૉલ્સ 5 પૈસા પ્રતિ સેકન્ડ, ડેટા 50 પૈસા પ્રતિ MB અને SMS રૂપિયા 1 લોકલ અને રૂ. 1.5 STDના દરે મળતા થશે. 131 રૂપિયાના પ્લાનમાં તમને આ બધી સર્વિસ એક મહિનાની વેલિડિટી એટલે કે 30 દિવસની વેલીડીટી મળશે
BSNL અને MTLN 1 મહિનાના રીચાર્જ પ્લાન
આ સાથે જ BSNLનો 199 રૂપિયાનો રિચાર્જ નો પ્લાન 30 દિવસની માન્યતા માટે લોન્ચ થયો છે, જ્યારે એક મહિનાની વેલિડિટીવાળા પ્લાનની કિંમત 229 રૂપિયા છે. બીજી તરફ, MTNL વિશે વાત કરીએ તો, કંપની 151 રૂપિયા અને 97 રૂપિયાના બે પ્લાન ઓફર કરે છે.
Vi નો 1 મહિનાના રીચાર્જ પ્લાન
137 રૂપિયાનો પ્લાન 30 દિવસની માન્યતા સાથે વોડાફોન આઈડિયા (Vi) એ લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં કસ્ટમરને 10 લોકલ નાઇટ મિનિટ્સ, 2.5 પૈસા પ્રતિ સેકન્ડના દરે કોલિંગ, 1 રૂપિયા અને 1.5 રૂપિયાના દરે લોકલ અને STD SMS બેનિફિટ મળે છે. આ તમામ સર્વિસ એક મહિના માટે 141 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં મળશે.
